SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૬ . [ ૧૪૫ | પાઠ-પઃ એકઠ્ઠાણું-પ્રત્યાખ્યાન | १ | एक्कासणं एग्गट्ठाणं पच्चक्खामि चउव्विहं पि आहारं असणं पाणं खाइम साइमं अण्णत्थणाभोगेणं, सहसागारेणं, सागारियागारेणं, गुरुअब्भुट्ठाणेणं, पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि । ભાવાર્થ :- એકાશન રૂપ એકસ્થાન વ્રતને ગ્રહણ કરું છું, અનાભોગ, સહસાકાર, સાગરિકાકાર, ગુર્વવ્યુત્થાન, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વ સમાધિપ્રત્યયાકાર આ (સાત) ઉક્ત સાત આગાર સહિત અશન, પાણી, ફળ, મેવા અને મુખવાસ, આ ચારે ય આહારના પચ્ચખાણ કરું છું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં એકઠાણું-એકસ્થાન પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા તેના આગારનું પ્રતિપાદન છે. એકસ્થાનાન્તર્ગત “સ્થાન' શબ્દ ‘સ્થિતિ' વાચક છે. એક જ સ્થિતિમાં બેસીને એકવાર ભોજન કરવું. જમણો હાથ અને મોઢા સિવાય બીજા અંગો હલાવ્યા વિના દિવસમાં એક જ વાર, એક જ આસન પર બેસી ભોજન કરવું.” અર્થાત્ ભોજન શરૂ કરવા સમયે જે સ્થિતિ હોય, જે અંગ વિન્યાસ હોય, જે આસન હોય, તે જ સ્થિતિ અને આસનમાં બેસીને ભોજન પૂર્ણ કરવું. એકસ્થાનની વિધિ એકાસણા જેવી હોય છે. કેવળ હાથ, પગ વગેરેના આકુંચન-પ્રસારણનો આગાર રહેતો નથી. એકાસાણામાં આઠ આગાર હોય, એકટ્ટાણામાં સાત આગાર હોય છે. આ ટર્ષ પસાર નOિ, સેસંગ પોળ –આવશ્યક વૃતિ. આ એકસ્થાન તપમાં ભોજન સાથે જ પાણીનું સેવન પણ ત્યારે જ પૂર્ણ થઈ જાય છે. એકવારના ભોજન પછી ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. પાઠ-૬ઃ આયંબિલ-પ્રત્યાખ્યાન | १ आयंबिलं पच्चक्खामि(चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, अथवा तिविहं पि आहारं असणं खाइम साइम) अण्णत्थणाभोगेणं, सहसारागेणं, लेवालेवेणं, उक्खित्तविवेगेणं, गिहित्थसंसटेणं पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि । ભાવાર્થ - આજના દિવસે આયંબિલ તપનો સ્વીકાર કરું છું. અનાભોગ, સહસાકાર, લેપાલેપ, ઉસ્લિપ્ત વિવેક, ગૃહસ્થ સંસૃષ્ટ, પારિષ્ઠાપનિકાગાર, મહત્તરાગાર, સર્વસમાધિ પ્રત્યયાકાર, આ(આઠ) આગાર સિવાય અનાચાર્લી આહારનો ત્યાગ કરું છું. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં આચાસ્લ–આયંબિલ તપ અને તેના આગારનું નિરુપણ છે. આયંબિલ તપ - આ તપમાં દિવસમાં એકવાર રુક્ષ, નીરસ તથા વિગય રહિત આહાર જ ગ્રહણ કરવામાં આવે છે. તેમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, મીઠાઈ તથા પકવાન વગેરે કોઈપણ પ્રકારના
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy