________________
૧૪૬ ]
શ્રી આવશ્યક સૂત્ર
સ્વાદિષ્ટ ભોજનનો નિષેધ હોય છે, તેથી પ્રાચીન આચાર ગ્રંથોમાં ભાત, અડદ અથવા સત્ત વગેરેમાંથી કોઈ એક પદાર્થ દ્વારા જ આયંબિલ કરવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
વ્યાખ્યાકારના કથનાનુસાર આયામ: અવશયન આનં- વતુર્થરસ, તાવ્યા નિવૃત્ત આયામાસ્તમ્ રૂદ્ર વો ધમેલા ત્રિવિર્ષ મવતિ, ગોવન, ન્માષા: સંવરૈવ ! પાંચ પ્રકારના રસમાંથી ચોથા આસ્લ–ખાટા રસ રહિત ઉપલક્ષણથી સર્વ પ્રકારના સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરીને ઓદન, અડદ આદિ કોઈ પણ નીરસ ભોજન એક વાર કરવું, તે આયંબિલ તપ છે.
એકાસણા અને એકસ્થાનની અપેક્ષાએ આયંબિલનું મહત્વ વિશેષ છે. એકાસણા અને એકસ્થાનમાં તો એકવારના ભોજનમાં ઇચ્છાનુસાર ષટ્રસપૂર્ણ ભોજન પણ લઈ શકાય છે, પરંતુ આયંબિલમાં એકવાર ભોજનમાં કેવળ બાફેલા અડદ, ભાત આદિ નીરસ આહાર જ લઈ શકાય છે. આયંબિલ તપમાં રસેન્દ્રિય વિજયની મુખ્યતા છે.
નિર્યુક્તિ અને વ્યાખ્યાગ્રંથોમાં આયંબિલ પ્રત્યાખ્યાન સુત્રમાં ઉપરોક્ત પાઠ જ પ્રાપ્ત થાય છે. પરંતુ કેટલી હસ્તલિખિત અને મુદ્રિત પ્રતોમાં માર્યાવિત્ત વિશ્વામિ પછી ચારે આહારના ત્યાગ રૂપ બસ, પગ, હા, સાફ તથા ત્રણ આહારના ત્યાગ રૂપ , મં, સાડમ પાઠ ઉપલબ્ધ છે. અર્થાત્ એકવારના નીરસ ભોજન પછી સાધક પોતાની ઇચ્છાનુસાર ત્રણ કે ચાર આહારના પચ્ચકખાણ લઈ શકે છે. જો ચારે આહારના પચ્ચકખાણ કરે, તો વિગય રહિત નિરસ ભોજન-પાણી બંને એકવારમાં ગ્રહણ થઈ જાય છે અને ત્રણ આહારના પચ્ચકખાણ કરે, તો એકવારના નીરસ ભોજન પછી સૂર્યાસ્ત સુધી અચેત પાણી વાપરી શકાય છે. સાધક પોતાની ઇચ્છા અને અનુકૂળતા પ્રમાણે પચ્ચખાણ ગ્રહણ કરે છે. વર્તમાન પરંપરામાં આયંબિલ પ્રત્યાખ્યાન સૂત્રમાં ત્રણ આહારના ત્યાગ રૂપ , હા, સાફ શબ્દોનું ઉચ્ચારણ થાય છે.
આયંબિલના પચ્ચકખાણમાં આઠ આગાર કહ્યા છે. તે આઠમાંથી અનાભોગ, સહસાકાર, પરિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર, આ પાંચ આગારનું સ્પષ્ટીકરણ પૂર્વવતુ જાણવું. ત્રણ આગારનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– (૧) લેપાલેપ- આ આગાર દાતાથી સંબંધિત છે. દાતા જે વાસણથી આયંબિલનો આહાર વહોરાવવા ઇચ્છે તે વાસણ અથવા તેના હાથ ઘી-ગોળ આદિ પદાર્થથી ખરડાયેલા હોય અને તેને તત્કાલ લૂછીને ભિક્ષા આપે તો પણ તેમાં કિંચિત લેપ રહેવાની શક્યતા હોય છે, તેના માટે આ આગાર છે. ઉક્ત પ્રકારે આયંબિલનો આહાર, ભાત, અડદ આદિ ગ્રહણ કરાય તો આયંબિલ વ્રતનો ભંગ થતો નથી.
“લેપાલેપ” શબ્દમાં લેપ અને અલેપ બંનેનો સમાવેશ થાય છે. લેપ એટલે પહેલાથી ઘી આદિથી લેપાયેલું અને અલેપ એટલે પછી તેને લૂછીને અલિપ્ત કરી દીધું હોય. લૂંછવા છતાં તેમાં તેનો અંશ રહી ગયો હોય છે. તત્સંબંધી આગાર છે. (૨) ઉત્સિત વિવેક- ચોખા તથા રોટલી વગેરે આયંબિલમાં ગ્રહણ કરવા યોગ્ય ખાદ્ય પદાર્થ પર ગોળ તથા સાકર વગેરે વિગય પહેલેથી જ રાખેલા હોય, આચાર્લીવ્રતધારી મુનિને જો કોઈ વિગય પદાર્થને ઉપાડીને રોટલી વગેરે દેવા ઇચ્છે તો ગ્રહણ કરી શકાય છે. ઉસ્લિપ્તનો અર્થ છે ઉપાડવું અને વિવેકનો અર્થ ઉપાડયા પછી તેનો સ્વાદ વગેરે રહે નહીં તેવા પદાર્થો લેવા. સંક્ષેપમાં આયંબિલમાં ગ્રાહ્ય વસ્તુની સાથે જો