________________
[ ૧૪૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
ક્યારેક સર્પ, અગ્નિ વગેરેનો અચાનક ઉપદ્રવ થાય, તો પણ અન્ય જગ્યાએ જઈ ભોજન કરી શકાય છે. આ પ્રકારની છૂટ પણ સાગારિક નામના આગારથી જ લઈ શકાય છે.
પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં આ આગારનું અર્થઘટન ગૃહસ્થ માટે પણ કર્યું છે. કોઈ લોભી, ક્રૂર, વગેરે વ્યક્તિઓ કે જેની સામે ભોજન કરવું ઉચિત નથી તેવી વ્યક્તિઓનું ગ્રહણ “સાગારિક'માં થાય છે, તેવી વ્યક્તિ અચાનક આવી જાય, તો ભોજન માટે એક જગ્યાએથી ઊઠીને બીજી જગ્યાએ જઈ શકાય છે. (૨) આકંચનપ્રસારણ– ભોજન સમયે વિશિષ્ટ કારણસર હાથ, પગ વગેરે અંગોને સંકોચવા કે ફેલાવવા. ઉપલક્ષણથી શરીરને આગળ-પાછળ, કરવું પડે, તો તેની છૂટ હોય છે. (૩) ગુર્વવ્યુત્થાન– ગુરુજન(સાધુ-સાધ્વી) આવે તો તેઓનો સત્કાર કરવા માટે ઉભા થવું.
સામાન્ય રીતે એકાસણામાં ઊભા થવાનું વિધાન નથી. આસન પરિવર્તન થવાથી વ્રત ભંગનો દોષ લાગે છે પરંતુ ગુરુજનોના સત્કાર માટે ઉઠવામાં કોઈ દોષ નથી, તેનાથી વ્રતભંગ થતું નથી, પરંતુ વિનય ધર્મની આરાધના થાય છે. આ આગાર સાધુ અને ગૃહસ્થ બંને માટે છે. (૪) પારિષ્ઠાપનિકાકાર- અન્યને સાધુને આહાર પરઠવો પડે તેમ હોય તો વાપરવાની છૂટ હોય છે. આ આગાર ગૃહસ્થ માટે નથી માત્ર સાધુ માટે જ છે. જૈન મુનિઓ તે પોતાની આવશ્યકતા પ્રમાણે જ આહાર લાવે છે, સાધુઓ વધારે આહાર લાવતા નથી તેમ છતાં ક્યારેક ભ્રાંતિવશ વધારે આહાર આવી જાય તોપણ યથાશક્ય આહાર સ્વયં વાપરી લે પરંતુ અધિક આહારથી સ્વાથ્યની હાનિ થાય, ક્યારેક ગ્રહણ કરેલો આહાર ખાવા યોગ્ય ન હોય, તો સાધુ અત્યંત અનિવાર્ય સંયોગમાં તે આહાર પરઠી શકે છે.
આહાર પરઠતાં પહેલા સહવર્તી અન્ય સાધુઓને તે આહાર માટે નિમંત્રણ કરે, તેમાં કોઈ તપસ્વી સાધુ પણ ગુર્વાજ્ઞાથી તે આહારને વાપરી શકે છે. ગૃહસ્થને ત્યાંથી લાવેલો આહાર પરઠી દેવો, તે આહારનો બગાડ છે. ગૃહસ્થનો વિશ્વાસઘાત છે વગેરે અનેક પ્રકારે દોષજનક હોવાથી સાધુ યથાશક્ય આહારને પરડે નહીં જો અન્ય સહવર્તી સાધુઓ પણ તે આહાર વાપરી શકે તેમ ન હોય, ત્યારે જ સાધુ યતના અને વિવેકપૂર્વક પરઠે. જો કોઈ સાધુને એકાસણું હોય અને અન્ય સાધુને આહાર પરવો પડે તેવી સ્થિતિ હોય તો સાધુ એકાસણું થઈ ગયા પછી પરવા યોગ્ય આહારને વાપરી શકે છે અને તે પરિષ્ઠાપનિકા આગાર કહેવાય છે.
શ્રાવક માટે પરિવાર હોતો નથી, તેથી તેણે એકાસણાના પ્રત્યાખ્યાન લેતા સમયે પબ્લિાવાર બોલવું ન જોઈએ. ગૃહસ્થના ઘરમાં ઘણા બધા લોકો માટે ભોજન તૈયાર થાય છે અને તેમાંથી ભોજન વધે તો તે રાખવામાં આવે છે, પરઠવામાં આવતું નથી અને તેનો અન્ય સમયે યોગ્ય ઉપયોગ પણ થઈ શકે છે.
વર્તમાન પરંપરામાં એકાસણાની જેમ જ બેસણાના પણ પ્રત્યાખ્યાન થાય છે. તેના પ્રત્યાખ્યાન પણ આ જ પાઠથી કરી શકાય છે. બેઆસણાના પચ્ચકખાણ સમયે મૂળપાઠમાં 'એગાસણં'ની જગ્યાએ 'બિયાસણ બોલવું જોઈએ.
એકાસણા અને બિયાસણામાં ભોજન સમયે યથેચ્છ ચારે ય આહાર લઈ શકાય છે, પરંતુ ભોજન પછી માત્ર અચિત પાણી દિવસે લઈ શકાય છે. રાત્રિમાં ચૌવિહાર પચ્ચકખાણ આવશ્યક હોય છે.