________________
આવશ્યt-s
[ ૧૪૩ ]
पि आहारं असणं, पाणं, खाइम, साइम) अण्णत्थणाभोगेणं, सहसागारेणं, सागारियागारेणं, आउंटणपसारणेणं, गुरुअब्भुट्ठाणेणं, पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि । ભાવાર્થ :- એકાસણા તપનો સ્વીકાર કરું છું. એકાસને ભોજન કરવા સિવાય અનાભોગ, સહસાકાર, સાગારિકાકાર, આકુંચનપ્રસારણ, ગુર્વવ્યુત્થાન, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યયાકાર, આ(આઠ) આગાર સહિત અશન, મેવા અને મુખવાસ, આ ત્રણે ય આહારોના (અશન, પાન, મેવા, મુખવાસ ચારે ય આહારના) પચ્ચખાણ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એકાસન તપનું સ્વરૂપ તથા તેના આગારનું કથન છે.
દિવસમાં એકવાર ભોજન કરવું, તે એકાસણાનું તપ છે. 'એગાસણ' પ્રાકૃત શબ્દ છે, જેનું સંસ્કૃત રૂપાંતર બે પ્રકારે થાય છે– 'એકાશન' અને 'એકાસન. એકાશન -એકવાર ભોજન કરવું અને એકાસનએક આસન પર બેસીને ભોજન કરવું. એગાસણ માં બંને અર્થ ગ્રાહ્ય છે.
એક +અશન અર્થાતુ દિવસમાં એકવાર ભોજન કરવું, તેમાં દિવસમાં કયા સમયે ભોજન કરવું. તેનો મૂળપાઠમાં ઉલ્લેખ નથી. પ્રાચીન પરંપરા છે કે પ્રાયઃ એક પ્રહર વ્યતીત થયા પછી ભોજન કરવું કારણ કે તે પ્રમાણે કરવાથી એકાસણાની સાથે પોરસીતપનો પણ લાભ મળે છે.
એકવાર ભોજન કર્યા પછી તે પોતાની ઈચ્છા અને અનુકુળતા પ્રમાણે ત્રણ અથવા ચાર આહારના પચ્ચકખાણ કરે છે. જે ત્રણ આહારના પચ્ચકખાણ કરે છે, તે સૂર્યાસ્ત સુધી અચેત પાણી વાપરી શકે છે અને જે ચારે આહારના પચ્ચકખાણ કરે છે, તે ભોજન અને પાણી એકવારમાં જ લઈ લે છે, ત્યારપછી પાણી પણ વાપરતા નથી.
એકાસણાના પ્રત્યાખ્યાન સાધુ અને શ્રાવક બંનેને માટે એક સમાન છે. એકાસણાના પ્રત્યાખ્યાન સૂત્રમાં સચેત કે અચેત આહાર લેવો, તેવું કોઈ સ્પષ્ટીકરણ નથી. તેમ છતાં શ્રાવકોએ એકવાર ભોજન કરવાની સાથે અચેત આહાર-પાણી વાપરવાનો વિવેક રાખવો લાભપ્રદ છે.
એકાસણામાં આઠ આગાર હોય છે. તેમાંથી અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર, આ ચાર આગારનું સ્પષ્ટીકરણ પૂર્વવત્ જાણવું, બાકીના ચારનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–(૧) સાગારિકાકાર – આ આગાર માત્ર સાધુ-સાધ્વી માટે જ છે. સાગારિક એટલે આગાર-ઘર સહિત હોય, તેવા ગૃહસ્થ. સાધુ આહાર કરવા બેસી ગયા પછી અચાનક કોઈ ગૃહસ્થ દર્શનાદિ માટે આવે તો ગુહસ્થની સામે ભોજન કરવું, તે સાધુ-સાધ્વી માટે નિષિદ્ધ છે, તેથી એકાસણામાં આ આગારથી સાધુ-સાધ્વી ત્યાંથી ઊઠીને બીજી જગ્યાએ બેસી શકે છે. આચાર્ય જિનદાસે આવશ્યક ચૂર્ણિમાં લખ્યું છે કે આગંતુક ગૃહસ્થ જો તરત જ ચાલ્યા જવાના હોય તો થોડીવાર રાહ જોવી જોઈએ, અચાનક ઉઠીને ન જવું જોઈએ. જો ગૃહસ્થ બેસવાના હોય, તરત જવાના ન હોય તો, અલગ એકાંતમાં જઈને ભોજન કરી લેવું જોઈએ. દીર્ઘકાલ સુધી પ્રતીક્ષા કરતાં રહેવાથી સ્વાધ્યાય વગેરેમાં ક્ષતિ થાય છે.