________________
૧૪ર |
શ્રી આવશ્યક સૂત્ર
ભાવાર્થ :- સૂર્યોદયથી લઈને દિવસના પૂર્વાર્ધ સુધી અર્થાત્ બે પ્રહર સુધી અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુવચન, મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર, આ (સાત) આગારો સહિત અશન, પાણી, મેવા, મુખવાસ, આ ચારે ય આહારના પચ્ચખાણ કરું છું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં બે પોરસી પ્રત્યાખ્યાનની કાલ મર્યાદા, તેનો વિષય તથા તેના આગારનું પ્રતિપાદન છે. કાલમર્યાદા તથા વિષય- સૂર્યોદયથી લઈને દિવસના પૂર્વભાગ સુધી અર્થાત્ બે પ્રહર સુધી ચારે આહારનો ત્યાગ કરવામાં આવે છે. આગાર :- બે પોરસી પ્રત્યાખ્યાનમા સાત આગાર રાખવામાં આવે છે. અનાભોગ, સહસાકાર આદિ છે આગાર પોરસી પ્રમાણે જ છે અને સાતમો આગાર 'મહત્તરાકાર' છે. મહત્તરાકાર :- વિશેષ નિર્જરા વગેરેને લક્ષમાં રાખી રોગી વગેરેની સેવા માટે અથવા શ્રમણ સંઘના કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ગુરુદેવ વગેરે મહત્તર પુરુષની આજ્ઞા થવાથી નિશ્ચિત સમય પહેલા જ પચ્ચખ્ખાણ પાળી લેવા. આચાર્ય સિદ્ધસેન દિવાકર સૂરિ તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે
પ્રત્યાખ્યાન પાલનથી થતી નિર્જરાની અપેક્ષાએ વિશેષ નિર્જરાના લાભ માટે, ગ્લાન સાધુ આદિની સેવા કે શાસન સેવાના અન્ય કોઈ પણ કાર્ય બીજાથી થઈ શકે તેમ ન હોય ત્યારે પોતાના વ્રતમાં ગુર્નાદિકોની આજ્ઞાથી છૂટ લેવી, તે ‘મહત્તરાકાર” છે.
સ્વયંની સાધના પરિપક્વ બનાવવી, તે પ્રત્યેક સાધકનું કર્તવ્ય છે તેની સાથે જ સહવર્તી અન્ય સાધકોની સાધનામાં કે તેના સમાધિભાવમાં સહાયક બનવું, તે પણ સાધકનું વિશિષ્ટ કર્તવ્ય છે, તે મહત્તરાકાર’ નામના આગારથી સ્પષ્ટ થાય છે.
સહવર્તી ગ્લાન, તપસ્વી કે વૃદ્ધ સાધુને અચાનક અન્યની સેવાની આવશ્યકતા હોય, અન્ય સાધુઓ તથાપ્રકારની સેવામાં સક્ષમ ન હોય અને સ્વયં તપસ્યા સહિત સેવા કરી શકે તેમ ન હોય, ત્યારે સાધકે પોતાની પ્રતિજ્ઞામાં આગારનું સેવન કરીને પણ ગ્લાનાદિની સેવાને વિશેષ મહત્વ આપવું જોઈએ, કારણ કે બે પોરસી, ઉપવાસ આદિ પચ્ચકખાણ બાહ્ય તપ છે અને સેવા–વૈયાવચ્ચ આત્યંતર તપ છે. આત્યંતર તપની સાધનાથી વિશેષતમ નિર્જરા થાય છે. આ રીતે શાસન સેવાના મહત્તમ કાર્ય માટે પણ આ આગાર–છૂટ છે. નવકારશી અને પોરસી પ્રત્યાખ્યાનમાં મહત્તરાકાર આગાર નથી કારણ કે તેનો કાળ અલ્પ છે, તેથી પચ્ચખાણ પૂર્ણ કર્યા પછી પણ નિર્દિષ્ટ સેવા કાર્ય કરી શકાય છે.
પૂર્વાર્ધ પ્રત્યાખ્યાનની જેમ અપાદ્ધ પ્રત્યાખ્યાન હોય છે. અપાર્ટ્સ પ્રત્યાખ્યાન એટલે સૂર્યોદય પછી ત્રણ પ્રહર સુધી ચારે પ્રકારના આહાર ગ્રહણનો ત્યાગ કરવો. અપાર્ટ્સ પ્રત્યાખ્યાનમાં પુરિમના સ્થાને અવૐ શબ્દ બોલવો જોઈએ. શેષ પાઠ બંને પ્રત્યાખ્યાનના સમાન છે.
પાઠ-૪ઃ એકાસણું-પ્રત્યાખ્યાન | १ |एगासणं पच्चक्खामि तिविहं पि आहारं असणं, खाइम, साइमं, (चउव्विहं