________________
આવશ્યક-૬
.
[ ૧૪૧ ]
(૩) પ્રચ્છન્નકાળ- વાદળ અથવા આંધિના કારણે સૂર્ય ઢંકાઈ જવાથી પોરસી પૂર્ણ થઈ જવાની ભ્રાંતિ થાય, (૪) દિશામોહ– પૂર્વ દિશાને પશ્ચિમ દિશા સમજી પોરસી ન આવ્યા છતાં સૂર્ય ઉપર આવવાની ભ્રાંતિથી અશનાદિ વાપરી લેવાય તો, (૫) સાધુ વચન- પોરસી આવી ગઈ એવું કોઈ આખ પુરુષ કહે અને પોરસી આવ્યા પહેલા જ પોરસી પાળી લેવાય તો, (૬) સર્વસમાધિપ્રત્યયાકાર- કોઈ આકસ્મિક શુળ આદિ તીવ્ર રોગની ઉપશાંતિ માટે ઔષધિ વગેરે ગ્રહણ કરવા પડે તો. પ્રચ્છન્ન કાળ - દિશામોહ અને સાધવચન આ ત્રણે ય આગારનો અભિપ્રાય છે કે– ભ્રાંતિના કારણે પોરસી પૂરી ન થવા છતાં પોરસી પૂરી થયેલી સમજી ભોજન કરી લેવામાં આવે તો કોઈ દોષ નથી. જો ભોજન કરવા સમયે ખબર પડી જાય કે હજુ પોરસી પૂર્ણ નથી થઈ તો તે સમયે ભોજન છોડી દેવું જોઈએ. જો ખબર પડી ગયા પછી પણ ભોજન કરતા રહીએ તો પ્રત્યાખ્યાન ભંગનો દોષ લાગે છે. સર્વ સમાધિ પ્રત્યયાકાર- સર્વ પ્રકારે સમાધિભાવની પુષ્ટિ માટે. સ્વીકત પોરસી પચ્ચકખાણમાં અચાનક તીવ્ર શૂલાદિ પીડા ઉત્પન્ન થાય, ત્યારે આર્ત-રૌદ્ર ધ્યાનને દૂર કરવા અને સર્વ પ્રકારે સમાધિભાવ પ્રાપ્ત કરવા, જે આગાર કે અપવાદનું સેવન કરાય, તે “સર્વસમાધિપ્રત્યયાકાર” છે.
આ આગાર અત્યંત મહત્વપૂર્ણ છે. સાધકની સમગ્ર સાધના સમાધિ ભાવની પ્રાપ્તિ માટે જ છે, પરંતુ સાધના જ અસમાધિનું નિમિત્ત બને, તો તેમાં સાધકે વિવેક રાખવો અત્યંત જરૂરી છે. પોરસી પચ્ચકખાણ કર્યા પછી અચાનક કોઈ શૂળ આદિ તીવ્રતમ રોગ ઉત્પન્ન થાય, ત્યારે સાધકે પોતાની પ્રતિજ્ઞામાં સમભાવપૂર્વક દઢ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ ક્યારેક ક્ષમતાના અભાવે સાધકને આર્તધ્યાન કે રૌદ્રધ્યાનના પરિણામો થવા લાગે તે સમયે સાધક કદાચ પ્રતિજ્ઞા ભંગ ન કરે, તો પણ પરિણામોની મલિનતાથી તેની પ્રતિજ્ઞા પૂર્ણપણે સફળ થતી નથી, તેથી આચાર્યોએ કોઈ ગંભીર પરિસ્થિતિમાં સમાધિભંગ થવાના પ્રસંગે ઔષધોપચાર નિમિત્તે ત્યાગ કરેલી કોઈ પણ વસ્તુનું સેવન કરવું પડે, તો તેનો આગાર કહ્યો છે અને તેને જ “સર્વસમાધિપ્રત્યયાકાર' કહે છે. આગાર સેવનથી પ્રત્યાખ્યાનમાં અતિચાર દોષ જરૂર લાગે છે, પરંતુ પ્રત્યાખ્યાનનો સર્વથા ભંગ થતો નથી.
સ્વીકૃત વ્રતમાં આગારોનું સેવન કરવું, તે વિચારોની શિથિલતાના પોષણ માટે નથી પરંતુ દુર્બાન રૂપ મલિન પરિણામોની નિવૃત્તિ માટે છે...
ઉપરોક્ત આગારના કથનથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ અનુષ્ઠાનોની આરાધનામાં સમાધિભાવની અખંડતા અત્યંત જરૂરી છે.
પોરસીની જેમ સાર્ધ પોરસીના પ્રત્યાખ્યાન પણ હોય છે. તેમાં સૂર્યોદય પછી દોઢ પ્રહર સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાનો હોય છે. તેથી, સાર્ધ પોરસીના પ્રત્યાખ્યાન કરવા હોય ત્યારે નેતિ ની જગ્યાએ સાદ સિં પાઠ કહેવો જોઈએ.
પાઠ-૩ઃ પૂર્વાર્ધ પ્રત્યાખ્યાન-બે પોરસી પ્રત્યાખ્યાન | १ उग्गए सूरे, पुरिमड्ढं पच्चक्खामि, चउव्विहं पि आहार-असणं, पाणं, खाइम, साइमं। अण्णत्थणाभोगेणं, सहसागारेणं, पच्छण्णकालेणं, दिसामोहेणं, साहुवयणेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं, वोसिरामि ।