________________
[ ૧૪૦]
શ્રી આવશ્યક સૂત્ર
છાશનો છાંટો મોઢામાં ઉડી જાય, તે “સહસાકાર” છે.
બીજાને પ્રત્યાખ્યાન કરાવવાના હોય તો પાઠમાં પચ્ચકખાઈ અને 'વોસિરેહ' શબ્દ બોલવો જોઈએ. જો સ્વયંને જ પચ્ચકખાણ ગ્રહણ કરવા હોય તો ઉલ્લેખ કર્યા મુજબ 'પચ્ચકખામિ' અને 'વોસિરામિ' કહેવું જોઈએ. આગળના પાઠોમાં પણ આ પરિવર્તન ધ્યાનમાં રાખવું જોઈએ.
- આ પાઠથી સાંકેતિક અર્થાત્ સંકેતપૂર્વક થતા પ્રત્યાખ્યાન પણ થાય છે. ગંઠીસહિયં અને મુઠ્ઠીસહિયંના પ્રત્યાખ્યાન આ જ પાઠથી કરવા જોઈએ. ત્યાં નવાર સહિયંના સ્થાને કેવળ વિહિયં અથવા કિસહિયં શબ્દ બોલવા જોઈએ. સિદ્ધિ અને કિસાહિત્યનો ભાવ એ છે કે જ્યાં સુધી ગાંઠ અથવા મુકી વગેરે ન ખોલું ત્યાં સુધી ચારે ય આહારનો ત્યાગ કરું છું.
દિયું, ફિક્ષહિયં આદિ સાંકેતિક પ્રત્યાખ્યાનમાં પણ પૂર્વોક્ત બે આગાર જ હોય છે. સાંકેતિક પ્રત્યાખ્યાનના સંકેતાનુસાર ઇચ્છિત સમયે તેની સમાપ્તિ થઈ શકે છે. આ સાંકેતિક પ્રત્યાખ્યાન સુર્યોદય સિવાય અન્ય સમયમાં પણ કરી શકાય છે, તેથી જ્યારે અન્ય સમયે આ પ્રત્યાખ્યાન કરવામાં આવે ત્યારે ૩ સુરે આ પાઠ ન બોલવો જોઈએ.
પાઠ-રઃ પોરસી પ્રત્યાખ્યાન | १ उग्गए सूरे पोरिसिं पच्चक्खामि; चउव्विहं पि आहारं असणं, पाणं, खाइम, साइमं अण्णत्थणाभोगेणं, सहसागारेणं, पच्छण्णकालेणं, दिसामोहेणं, साहुवयणेणं, सव्वसमाहिवत्तियागारेणं, वोसिरामि । ભાવાર્થ :- પોરસીના પચ્ચખ્ખણ કરું છું. સૂર્યોદય પછી એક પ્રહર પર્યત અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળ, દિશામોહ, સાધુવચન અને સર્વસમાધિ પ્રત્યયાકાર, આ(છ) આગારો સિવાય આહાર, પાણી, મેવો, મુખવાસ, આ ચારે ય આહારનો ત્યાગ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પોરસી પ્રત્યાખ્યાનની કાલમર્યાદા, તેનો વિષય તથા તેના આગારનું કથન છે. કાલમર્યાદા– સૂર્યોદયથી લઈને એક પ્રહર દિવસ ચડે ત્યાં સુધી ચારે ય આહારનો ત્યાગ કરવો, તે પોરસી પ્રત્યાખ્યાન છે. પોરસીનો શાબ્દિક અર્થ છે– 'પુરુષ પ્રમાણ છાયા' એક પ્રહર દિવસ ચડે ત્યારે મનુષ્યની છાયા પોતાના શરીર પ્રમાણે લાંબી થાય છે. આ ભાવ લઈને પોરસી શબ્દ પ્રહર-પરિમિત કાલવિશેષના અર્થમાં લાક્ષણિક રીતે રુઢ થયો છે. પ્રત્યાખ્યાનનો વિષય- નવકારશી પ્રત્યાખ્યાનની જેમ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો, તે તેનો વિષય છે. ક્યારેક કોઈ પરિસ્થિતિવશ પાણીની છૂટ સાથે તિવિહાર પોરસી પણ કરી શકે છે અને કોઈ વૃદ્ધાચાર્યના અભિપ્રાયે શ્રાવકો અશન અને ખાઇમં, આ બે આહારના પચ્ચખાણ પૂર્વક દુવિહાર પોરસી પણ કરી શકે છે. પોરસી પ્રત્યાખ્યાનમાં છ પ્રકારના આગાર છે. પ્રત્યાખ્યાનના આગાર :- (૧) અનાભોગ- પ્રત્યાખ્યાનની વિસ્મૃતિ થઈ જાય અને ભોજન કરી લેવાય તો, (૨) સહસાકાર- અકસ્માત્ વરસાદ આદિ આવવાથી અચાનક પાણીના છાંટા મોમાં જાય તો,