________________
આવશ્યક
૧૯
પૂર્ણ ન થાય, ત્યાં સુધીની કાલ મર્યાદા આ પ્રત્યાખ્યાનની છે. આ પ્રત્યાખ્યાન નવકાર મંત્ર બોલીને પૂર્ણ કરાતું હોવાથી તેનું ‘નવકારશી' નામ પ્રચલિત થયું છે.
પ્રત્યાખ્યાનનો વિષય- નવકારશી પ્રત્યાખ્યાનમાં ચારે આહારના પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. અસળ- અશ્ માગને ધાતુ પરથી અશન શબ્દ બને છે. સુધા શાંત થાય, તેવા ભોજન યોગ્ય દાળ, ભાત, શાક, રોટલી આદિ સર્વ ખાધ પદાર્થોનો સમાવેશ અશનમાં થાય છે.
પાળ- પા પાને ફત્યસ્ય પીયત કૃતિ પાનમ્। જેનું પાન કરી શકાય તેવા પેય પદાર્થોનો સમાવેશ પાળમાં થાય છે. તૃષા શાંત થાય, તેવા પાણી, સરબત, છાસ, જ્યુસ વગેરે પ્રવાહી રૂપ પદાર્થો પાળ કહેવાય છે. પરંતુ પ્રચલિત પરંપરા અનુસાર પાનં શબ્દથી કેવળ પાણીનું જ ગ્રહણ થાય છે. જેમ કે ઉપવાસના પચ્ચક્ખાણમાં ત્રણ આહારનો ત્યાગ હોય છે. કેવળ પાન નો ત્યાગ નથી. તેથી ઉપવાસમાં કેવળ પાણીનો જ ઉપયોગ થાય છે. અન્ય પ્રવાહી દ્રવ્યનો ઉપયોગ થતો નથી. સરબત વગેરે પ્રવાહી પદાર્થો પેય છે, પરંતુ તેમાં મિશ્રિત અન્ય દ્રવ્યોથી તૃષા અને ક્ષુધા બંને શાંત થાય, તેથી તેનો સમાવેશ અશનમાં પણ થાય છે.
હાફમ- ખાદિમ. આપણે કૃતિ વિમ-તાધિ । કેળાં, સફરજન આદિ લીલા ફળો તથા બદામ, કાજુ, કીસમીસ આદિ સૂકા ફળોને ‘ખાદિમ’ કહે છે.
સામં- સ્વાદિમ. આપણે કૃતિ સ્વાવિમં યુક્તામ્બૂ પૂર્ણપાધિ । જેનું આસ્વાદન માત્ર કરાય અર્થાત્ જે પદાર્થોથી ક્ષુધા કે તૃષા શાંત થતી નથી પરંતુ મુખને આસ્વાદિત કરે છે, તેવા એલચી, સોપારી, પાન વગેરે મુખવાસ રૂપ પદાર્થોને સાઇમ કહે છે.
પ્રત્યાખ્યાનના આગાર– આગારનો અર્થ છે– અપવાદ. કોઈ વિશેષ સ્થિતિમાં ત્યાગ કરેલી વસ્તુનું સેવન કરવું પડે તો પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી.
પ્રત્યાખ્યાન ગ્રહણ કરનાર સાધક છદ્મસ્થ છે, તે શ્રદ્ધાથી પ્રત્યાખ્યાનનું પૂર્ણપણે પાલન કરવાની દઢતમ ભાવનાથી પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે. તેમ છતાં છદ્મસ્થપણાના કારણે કોઈ વિશેષ પરિસ્થિતિમાં પ્રતિજ્ઞાનું પાલન કરી ન શકે. તેવી પરિસ્થિતિમાં તેની પ્રતિજ્ઞાનો સર્વથા ભંગ ન થાય, તે માટે આચાર્યોએ દીર્ઘ દ્રષ્ટિથી વિચારીને આગાર—અપવાદ કે છૂટનું વિધાન કર્યું છે. પ્રત્યાખ્યાન ગ્રહણ કરતી વખતે જ સાધક તેવી છૂટ રાખે છે, જેથી તેના પ્રત્યાખ્યાનનો સર્વથા ભંગ થતો નથી.
નવકારશી પચ્ચક્ખાણમાં કેવળ બે આગાર છે– અનાભોગ અને સહસાકાર.
(૧) અનાભોગનો— અત્યંત વિસ્મૃતિ. પ્રત્યાખ્યાન સ્વીકાર કર્યાની વાત સર્વથા ભૂલાઈ જાય અને તેવા સમયે ભૂલથી કંઈક ખાઈ-પી લેવાય તો તે અનાભોગ આગાર છે.
જ્યાં સુધી ખબર ન પડે, ત્યાં સુધી વ્રતભંગ ન થાય પરંતુ ખબર પડયા પછી અર્થાત્ વ્રતની સ્મૃતિ થયા પછી પણ જો મુખમાં નાખેલો કોળિયો થૂંકે નહીં, આગળ ખાવાનું બંધ ન કરે તો વ્રત ભંગ થાય છે, માટે સાધકનું કર્તવ્ય છે કે ખબર પડે કે તરત જ ભોજન બંધ કરી દે અને જે કંઈ મોઢામાં લેવાઈ ગયું છે તે બધું યતના સાથે થૂંકી દે.
(૨) સહસાકાર– અચાનક. વરસાદ વરસવાથી અથવા દહીં વગેરે વલોવતા સમયે અચાનક પાણી કે