________________
૧૩૮
:::
છઠ્ઠો આવશ્યક
પ્રત્યાખ્યાન
MMMMMINENTEITAÐIO
શ્રી આવશ્યક સૂત્ર
G
JUNG
|પાઠ-૧ : નવકારશી પ્રત્યાખ્યાન
१. उग्गए सूरे णमुक्कारसहियं पच्चक्खामि चउष्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अण्णत्थणाभोगेणं सहसागारेणं वोसिरामि ।
-
ભાવાર્થ :- સૂર્ય ઉદય થયા પછી(બે ઘડી દિવસ ચડે) જ્યાં સુધી નમસ્કારમંત્રનું ઉચ્ચારણ ન કરું ત્યાં સુધી નમસ્કારસહિત પ્રત્યાખ્યાન ગ્રહણ કરું છું. અનાભોગ- અત્યંત વિસ્મૃતિ અને સહસાકારશીઘ્રતા(અચાનક) આ બે આગાર સિવાય અશન, પાણી, મેવો અને મુખવાસ આદિ ચારે ય પ્રકારના આહારને વોસિરાવું છું અર્થાત્ તેનો ત્યાગ કરું છું.
વિવેચન :
આ નવકારશી-નમસ્કાર સહિત પ્રત્યાખ્યાનનું સૂત્ર છે. તેમાં પ્રત્યાખ્યાનની કાલ મર્યાદા, પ્રત્યાખ્યાનના વિષયનું કથન છે.
આ પ્રત્યાખ્યાનનું બીજું નામ નમસ્કારિકા છે. તેનું પ્રચલિત નામ નવકારશી પ્રત્યાખ્યાન છે. કાલમર્યાદા– સૂર્યોદય પછી એક મુહૂર્ત પછી પ્રત્યાખ્યાન પૂર્તિ સ્વરૂપ નમસ્કારમંત્ર બોલીએ ત્યાં સુધીના પ્રત્યાખ્યાન છે.
ઉપરોક્ત પ્રત્યાખ્યાન સૂત્રમાં કાલવાચી મુહૂર્વાદિ શબ્દનો ઉલ્લેખ નથી પરંતુ શ્રી ભગવતી સૂત્ર શતક ૭/રમાં સર્વતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના પ્રકારમાં એક અદ્રા પ્રત્યાખ્યાનનું કથન છે. અટ્ઠા-કાલ મર્યાદાથી સંબંધિત નવકારશી, પોરસી આદિ પ્રત્યાખ્યાનને અહ્વા પ્રત્યાખ્યાન કહે છે. આ રીતે નવકારશી પ્રત્યાખ્યાનના પાઠમાં કાલવાચી કોઈ પણ શબ્દનો પ્રયોગ ન હોવા છતાં તે પ્રત્યાખ્યાન કાલ મર્યાદાથી સંબંધિત છે તે સ્પષ્ટ થઈ જાય છે અને પોરસી પ્રત્યાખ્યાનમાં સૂર્યોદય પછી એક પ્રહર પર્યંત ચારે આહારનો ત્યાગ હોય છે. નવકારશી પચ્ચક્ખાણનું કથન તેની પહેલા હોવાથી તેની કાલમર્યાદા પોરસી પ્રત્યાખ્યાનથી અલ્પ હોય છે. પરંપરાથી તેની કાલમર્યાદા એક મુહૂર્તની નિશ્ચિત થઈ છે.
આ રીતે તેમાં સૂર્યોદય પછી એક મુહૂર્તનો કાલ વ્યતીત થવો અત્યંત જરૂરી છે. તે કાલ વ્યતીત થયા પહેલા કોઈ નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરીને પ્રત્યાખ્યાન પૂર્ણ કરે, તો તેના પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે. નવકારશી પ્રત્યાખ્યાનની પૂર્ણતામાં નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ મહત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી વિશેષ મહત્વ સૂર્યોદય પછી એક મુહૂર્તનો કાલ વ્યતીત થાય, તે છે.
આ રીતે સિદ્ધ થાય છે કે એક મુહૂર્તનો કાલ અને નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ બંને આવશ્યક શરતો