________________
આવય-s:પ્રાથન
.
[ ૧૩૭ ]
છઠ્ઠો આવશ્યક | % % % % %
પ્રાક્કથન
%
%
%
છઠ્ઠા આવશ્યકનું નામ “પ્રત્યાખ્યાન” છે.
ચોથા પ્રતિક્રમણ અને પાંચમા કાયોત્સર્ગ આવશ્યક દ્વારા પૂર્વકૃત કર્મોનો નાશ થાય છે, ત્યાર પછી ભવિષ્યકાલીન આવતા કર્મોનો વિરોધ કરવા માટે છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક છે. પ્રત્યાખ્યાન-પાપ પ્રવૃત્તિના ત્યાગ માટે સમ્યગુજ્ઞાન પૂર્વકના દઢસંકલ્પને પ્રત્યાખ્યાન કહે છે. શ્રી ભગવતી સૂત્રમાં પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
પ્રત્યાખ્યાનના મૂળ બે ભેદ છે. (૧) મૂળગુણ પ્રત્યાખ્યાન (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. મુળગણ પ્રત્યાખ્યાન - અહિંસાદિ મુખ્ય પાંચ વ્રતના પચ્ચકખાણને મૂળગુણ પ્રત્યાખ્યાન કહે છે. તેમાં પાંચ સ્થૂલ વ્રત કે પાંચ અણુવ્રત દેશતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન છે અને પાંચ મહાવ્રત સર્વતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાન:- મૂળ ગુણની પુષ્ટિ માટે જે પ્રત્યાખ્યાન કરાય તેને ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન કહે છે. તેના પણ બે ભેદ છે. દેશતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને સર્વતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. દેશતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન - દિશા પરિમાણ વ્રત, ઉવભોગ પરિભોગ પરિમાણવ્રત, અનર્થદંડ વેરમણ વ્રત: તે ત્રણ ગુણવ્રત અને સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ, અતિથિ સંવિભાગ વ્રત તે ચાર શિક્ષાવ્રત, આ સાતે વ્રત દેશતઃ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન છે. સર્વતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન - તેના દશ ભેદ છે. યથા
(૧) અનાગત– ભવિષ્યમાં જે પ્રત્યાખ્યાન કરવાના હોય તેને ભવિષ્યમાં આવતી બાધાને જોઈને પહેલાં કરી લેવા. (૨) અતિકાત– ભૂતકાળમાં પ્રત્યાખ્યાન કરવાના હતા, તે સેવા આદિ કોઈ કારણે થઈ શક્યા નહોય તો તેને પછી કરવા. (૩) કોટિ સહિત–એક પ્રત્યાખ્યાનની સમાપ્તિ તથા બીજા પ્રત્યાખ્યાનની આદિ એક દિવસે થાય તે રીતે કડિબદ્ધ પ્રત્યાખ્યાન કરવા. (૪) નિયંત્રિત- જે દિવસે જે પ્રત્યાખ્યાન કર્યા હોય તેને રોગાદિ બાધા આવે છતાં તે દિવસે જ પૂર્ણ કરવા. (૫) સાગાર- આગાર–છૂટ સહિતના પ્રત્યાખ્યાન. () અનાગાર-આગાર રહિતના પ્રત્યાખ્યાન. (૭) પરિમાણ–દત્તી, દ્રવ્ય આદિની મર્યાદા. (૮)નિરવશેષ–ચારે પ્રકારના આહારના મર્યાદિત સમય માટે સર્વથા પચ્ચકખાણ. ૯) સંકેત-અંગૂઠી, મુઠ્ઠી, નમસ્કાર મંત્ર આદિ કોઈ પણ સંકેત પૂર્વકના પ્રત્યાખ્યાન. (૧૦) અપ્રત્યાખ્યાન- પોરસી, બપોરસી વગેરે સમયની નિશ્ચિતતા સહિતના પ્રત્યાખ્યાન.
પ્રસ્તુત છઠ્ઠા આવશ્યકમાં અદ્ધાપ્રત્યાખ્યાનના દશ ભેદનું કથન કર્યું છે. સાધક પોતાની ઇચ્છા અને શક્તિ અનુસાર કોઈ પણ પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં છઠ્ઠા આવશ્યકનું નામ ગુણધારણા છે. કોઈ પણ પ્રત્યાખ્યાનના સ્વીકારથી મૂળગુણ અને ઉત્તરગુણની ધારણા, સ્થિરતા, દઢતા થતી હોવાથી, તેનું સાર્થક નામ ગુણધારણા છે.