________________
૧૩૬ ]
શ્રી આવશ્યક સૂત્ર
કપિત્થ દોષ– પર્યાદિકા(ભ્રમરાદિ)ના ભયથી ચોલપટ્ટાને કપિત્થની જેમ ગોળાકાર બનાવીને– ગોટો વાળીને સાથળની વચ્ચે દબાવી ઊભા રહેવું અથવા મુટ્ટી બાંધી ઊભા રહેવું. (૧૫) શીર્ષોત્કમ્પિત દોષમાથું ધુણાવતા ઉભા રહેવું. (૧૬) મૂક દોષ-મૂક અથવા મુંગા માણસની જેમ હું હું આદિ અવ્યક્ત શબ્દ કરવા. (૧૭) અંગુલિકા ભૂ દોષ- પાઠની ગણતરી કરવા આંગળી હલાવવી તથા જમીન પર લીટી કરવી આદિ અન્ય રીતે સંકેત કરવો. (૧૮) વાણી દોષ- શરાબમાંથી બુડ-બંડ શબ્દ નીકળે છે તેવી જ રીતે અવ્યક્ત શબ્દો કહેવા અથવા દારૂડીયાની જેમ ડોલવું. (૧૯) પ્રેક્ષા દોષ-પાઠનું ચિંતન કરતાં વાંદરાની જેમ હોઠ હલાવવા.
યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે કાયોત્સર્ગના ૨૧ દોષ બતાવ્યા છે. તેમના મત અનુસાર ત્રીજા અને સત્તરમા દોષના બે-બે ભેદ કરીને અર્થાત્ સ્તંભ દોષ, કુષ્ય દોષ, અંગુલી દોષ અને ભૂદોષ, આ ચાર, દોષની ગણના કરીને ૨૧ દોષો કહ્યા છે.
પાઠ-૪ઃ ચતુર્વિશતિસ્તવ-લોગરસસૂત્ર लोगस्स उज्जोयगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवी पि केवली ॥१॥ उसभमजियं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पह सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुप्फदंतं, सीयल-सिज्जंस-वासुपुज्जं च । विमलमणंत च जिणं, धम्म संति च वंदामि ॥३॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं णमिजिणं च । वंदामि रिट्ठणेमिं, पासं तह वद्धमाणं च ॥४॥ एवं मए अभिथुआ, विहूयरयमला पहीणजरमरणा । चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ कित्तिय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोहि लाभं, समाहि-वरमुत्तमं दितु ॥६॥ चंदेसु णिम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा ।
सागरवरगंभीरा, सिद्धा सिद्धि मम दिसंतु ॥७॥ ભાવાર્થ :- કોઈ પણ કાયોત્સર્ગની પૂર્ણાહૂતિ પછી પ્રગટ રૂપે ચોવીશ તીર્થકરોની સ્તુતિ રૂપ લોગસ્સનો પાઠ બોલાય છે. પૂર્ણ પુરુષને નમસ્કાર કરવાથી શ્રદ્ધા દઢ બને અને દર્શનની વિશુદ્ધિ થાય છે.
ને આવશ્યક-પ સંપૂર્ણ .