________________
આવશ્યક-૫
[ ૧૩૫ ]
આત્યંતર તપ રૂપે સાધનાનું અંગ બની શકે છે.
કેટલાક આચાર્યોએ કાયોત્સર્ગના દ્રવ્ય અને ભાવસ્વરૂપને સમજાવવા માટે કાયોત્સર્ગના ચાર પ્રકારનું નિરૂપણ કર્યું છે. (૧) ઉસ્થિત–ઉસ્થિત :- કાયોત્સર્ગ માટે ઊભો રહેનાર સાધક જ્યારે દ્રવ્યની સાથે ભાવથી ઊભો રહે છે, આ રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાનમાં રમણ કરે છે, ત્યારે ઉત્થિત ઉસ્થિત કાયોત્સર્ગ થાય છે. આ કાયોત્સર્ગ સર્વોત્કૃષ્ટ છે. તેમાં પ્રમાદમાં સુપ્ત આત્મા જાગૃત થઈને કર્મો સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. (ર) ઉતિ-નિવિષ્ટઃ- જ્યારે અયોગ્ય સાધક દ્રવ્યથી ઊભો રહે છે પરંતુ ભાવોથી સુખ હોય ત્યારે ઉસ્થિત-નિવિષ્ટ કાયોત્સર્ગ થાય છે. તેમાં શરીર તો ઊભું છે પરંતુ આત્મા બેઠેલો રહે છે. (૩) ઉપવિષ્ટ–ઉત્થિત – અશક્ત તથા વૃદ્ધ સાધક ઊભા ન રહી શકે, પરંતુ તેની ભાવશુદ્ધિ હોય, શુભ ધ્યાનમાં એકાગ્ર હોય ત્યારે ઉપવિષ્ટ ઉસ્થિત કાયોત્સર્ગ થાય છે. શરીર બેઠેલું છે પણ આત્મા ઉસ્થિત છે. (૪) ઉપવિષ્ટ–નિવિષ્ટ :- જ્યારે આળસુ અને કર્તવ્યશૂન્ય સાધક શરીરથી પણ બેસી રહે છે અને ભાવથી અશુભ ધ્યાનમાં જ મગ્ન હોય. ત્યારે ઉપવિષ્ટ-નિવિષ્ટ કાયોત્સર્ગ થાય છે. આ કાયોત્સર્ગ નથી, કાયોત્સર્ગનો દેખાવ માત્ર છે.
ઉપર્યુક્ત કાયોત્સર્ગ ચતુષ્ટયમાંથી સાધના માટે પહેલો અને ત્રીજો કાયોત્સર્ગ જ ઉપાદેય છે. આ બે કાયોત્સર્ગ જ વાસ્તવિક રૂપમાં કાયોત્સર્ગ છે. તેના દ્વારા જ જન્મ-મરણનું બંધન દૂર થાય છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં પહોંચી વાસ્તવિક આધ્યાત્મિક આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. કાયોત્સર્ગના ઓગણીસ દોષ :- કાયોત્સર્ગ આવ્યેતર તપ છે, દેહાધ્યાસને છોડવા માટેનો ઉત્તમ પ્રયોગ છે. તે પ્રયોગને સંપૂર્ણ સફળ બનાવવા માટે તેની સાધના યથાર્થ રૂપે, નિર્દોષપણે થવી જરૂર છે. નિર્યુક્તિકારે કાયોત્સર્ગના ૧૯ દોષોનું નિરૂપણ કર્યું છે.
घोडग लयाई खंभे कुड्डे माले अ सवरि बहु नियले । लंबुत्तर थण उद्धि संजय खलि (णे य) वायसकविढे ॥१५४६॥ सीसुकंपिय सूई अंगुलिभयुहा या वारुणी पेहा ॥
(૧) ઘોટક દોષ– ઘોડાની જેમ એક પગને વાળીને ઊભા રહેવું. (૨) લતા દોષ- પવનથી પ્રકંપિત લતાની જેમ કાંપવું. (૩) ખંભ કુય દોષ- થાંભલો કે દિવાલનો સહારો લેવો. (૪) માળ દોષ- માલ અર્થાત્ ઉપરની તરફ મસ્તકને સહારો આપી, ઊભા રહેવું. (૫) શબરી દોષ– બંને હાથ ગુહ્ય સ્થાન પર રાખીને ઊભા રહેવું. (૬) વધુ દોષ-કુલ-વધૂની જેમ મસ્તક ઝુકાવી ઊભા રહેવું. (૭) નિગડ દોષ-બેડી પહેરેલા પુરુષની જેમ બંને પગ ફેલાવીને અથવા ભેગા કરીને ઊભા રહેવું. (૮) લમ્બોતર દોષ– અવિધિથી ચોલપટ્ટાને નાભિની ઉપર અને નીચે ઘૂંટણ સુધી લંબાવીને ઉભા રહેવું. (૯) સ્તન દોષ– મચ્છર આદીના ભયથી અથવા અજ્ઞાનતાવશ છાતીનો ભાગ ઢાંકીને કાયોત્સર્ગ કરવો. (૧૦) ઊર્ણિકા દોષ- એડી ભેગી કરી અને પંજાને ફેલાવી ઊભા રહેવું અથવા અંગુઠા ભેગા કરી, એડી ફેલાવી ઊભા રહેવું. (૧૧) સંયતી દોષ- સાધ્વીની જેમ(સ્ત્રીની જેમ) કપડાથી આખું શરીર ઢાંકીને કાયોત્સર્ગ કરવો. (૧૨) ખલીન દોષલગામની જેમ રજોહરણને આગળ રાખી ઊભા રહેવું અથવા લગામથી પીડિત ઘોડાની જેમ મસ્તક ઉપર નીચે હલાવવું. (૧૩) વાયસ દોષ- કાગડાની જેમ ચંચળ ચિત્તથી ચારે બાજુ દષ્ટિ ફેરવવી. (૧૪)