________________
[ ૧૩૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
કાલમર્યાદા-ગાવ રિહંતાણં માવંતાણં નમુ પમા જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરીને કાયોત્સર્ગ ન પાળું, ત્યાં સુધીની કાયોત્સર્ગની કાલ મર્યાદા છે.
સાધકે અતિચાર ચિંતન કે તપચિંતન, આ બેમાંથી જે લક્ષે કાયોત્સર્ગ કર્યો છે. તે લક્ષ પૂર્ણ થયા પછી પ્રગટ પણે “નમો અરિહંતાણં” બોલીને જ કાયોત્સર્ગ પૂર્ણ કરવો જોઈએ છે. કોઈ પણ સાધનાના પ્રારંભમાં અને અંતમાં પરમેષ્ઠી ભગવાનને કરેલા વંદન મહાફળદાયક છે, તેથી જ કાયોત્સર્ગની પૂર્ણાહૂતિ નમો અરિહંતાણંથી થાય છે. પ્રતિજ્ઞા–વં કાળજું – એક સ્થાન પર કાયાને સ્થિર રાખીશ. મોri- મૌન રહીશ અને જ્ઞાને મનને અશુભ ધ્યાનથી મુક્ત કરીને શુભ ધ્યાનમાં એકાગ્ર બનાવીશ. અખાનું વોસિરામિ- સાવધકારી મારા આત્માનો ત્યાગ કરું છું. કષાયાત્મા અને યોગાત્માનો ત્યાગ કરીને ઉપયોગાત્મામાં સ્થિર થાઉં છું.
કાયોત્સર્ગમાં ત્રણે યોગની પ્રવૃત્તિનો નિરોધ થવાથી ક્રમશઃ કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોગુપ્તિની સાધના થાય છે. ગુપ્તિ સંવરની સાધના છે. આ રીતે કાયોત્સર્ગ, તે સંવરની સાધના છે. કાયોત્સર્ગના કાળ દરમ્યાન પાપનું પ્રાયશ્ચિત થાય, ધ્યાનથી પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે, આ રીતે સંવર અને નિર્જરાથી પરંપરાએ સર્વ કર્મોનો ક્ષય થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાયોત્સર્ગ એક આત્યંતર તપ છે. મોક્ષ સાધનાનું આવશ્યક અંગ છે. કાયોત્સર્ગ વિધિ :- તે વિષયને આવશ્યક નિર્યુક્તિમાં સ્પષ્ટ કર્યો છે.
संवरियासवदारा, अव्वाबाहे अकंटए देसे । काऊण थिरं ठाणं, ठिओ निसन्नो निवन्नो वा ॥१४६५॥
આશ્રવ દ્વારોનો સંવર કરીને અવ્યાબાધ તથા અકંટક દેશમાં (ઉપદ્રવ રહિત સ્થાનમાં) જઈને ઊભેલી, બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં, આસન સ્થિર કરીને કાયોત્સર્ગ કરવો.
સામાન્ય રીતે કાયોત્સર્ગ ઊભા ઊભા અર્થાતુ જિનમુદ્રામાં સ્થિત થઈને કરવાનો હોય છે પરંતુ શારીરિક અસ્વસ્થતાના કારણે કે અંતિમ આરાધના સમયે ઊભા રહેવાની ક્ષમતા ન હોય, તો બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં કાયોત્સર્ગ કરી શકાય છે.
બેઠા બેઠા કાયોત્સર્ગ કરવો હોય, તેણે પદ્માસન કે પર્યકાસન સુખાસન(પલાંઠી) જેવા સહજ આસનને ગ્રહણ કરવું અને સૂતા સૂતા કાયોત્સર્ગ કરવો હોય, તેણે દંડાસન કે શવાસન જેવા સ્થિરાસનને ગ્રહણ કરવું.
કાયોત્સર્ગ કરનાર સાધકે કાયોત્સર્ગની પૂર્વ તૈયારી રૂપે અઢારે પાપસ્થાનરૂપ આશ્રવ દ્વારનો નિરોધ કરવો અને કાયોત્સર્ગમાં બાધા કે અલના ન થાય તેવા અવ્યાબાધ અને નિષ્કટક શાંત અને પવિત્ર ક્ષેત્રમાં જઈને કાયોત્સર્ગ કરવો. કાયોત્સર્ગના પ્રકાર – આવશ્યક ચૂર્ણિમાં કાયોત્સર્ગના બે ભેદ કર્યા છે. તો કુળ વેડ રબતો માવતો ય મવતિ, રબ્બતો યજ્ઞાનિરોદો, મતો રસ્તો ફાઈ ચૂર્ણિ. કાયોત્સર્ગના બે પ્રકાર છે. દ્રવ્ય કાયોત્સર્ગ અને ભાવ કાયોત્સર્ગ. શારીરિક ચેષ્ટાઓનો ત્યાગ કરીને કાયોત્સર્ગની મુદ્રામાં સ્થિત થવું, તે દ્રવ્યથાયોત્સર્ગ છે. આર્ત, રૌદ્રરૂપ અશુભ ધ્યાનનો ત્યાગ કરીને શુભ ધ્યાનમાં એકાગ્ર થવું, તે ભાવ કાયોત્સર્ગ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કાયોત્સર્ગને સબ૬/gવિનોદgi સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર કહ્યો છે. આ પ્રકારનું સામર્થ્ય ભાવકાયોત્સર્ગમાં જ હોય શકે છે, તેથી ભાવ કાયોત્સર્ગ જ