________________
[ ૧૨૮]
શ્રી આવશ્યક સૂત્ર
[ પાંચમો આવશ્યક |
પ્રાક્કથન
%
%
%
%
%
%
%
છ આવશ્યકમાંથી પાંચમા આવશ્યકનું નામ કાર્યોત્સર્ગ છે. કાયોત્સર્ગ – કાય + ઉત્સર્ગ. કાયાનો અર્થાતુ શરીરનો ત્યાગ. જ્યાં સુધી આયુષ્ય હોય, ત્યાં સુધી શરીરનો ત્યાગ શક્ય નથી, તેથી અહીં ઉત્સર્ગનો અર્થ શરીરના મમત્વનો ત્યાગ, કરવામાં આવે છે.
સામાન્ય રીતે સંસાર પરિભ્રમણ કરી રહેલા જીવ માત્રને પોતાના શરીર પર અધિકતમ મમત્વ ભાવ હોય છે. શરીરનું મમત્વ, અન્ય અનેક સ્થાનમાં મમત્વનું સર્જન કરે છે. તેનાથી જ સંસાર પરિભ્રમણ વૃદ્ધિ પામે છે, તેથી સાધકની સમગ્ર સાધના દેહભાવથી પર થઈને આત્મ ભાવમાં સ્થિર થવા માટેની હોય છે. તે લક્ષ્યની સિદ્ધિ માટે કાયોત્સર્ગ એક મહત્તમ સાધન છે. સાધક કાર્યોત્સર્ગની સાધના દ્વારા દેહ ભાવથી પર થવા માટે વારંવાર પ્રયોગ કરે છે. કાયાની આસક્તિના ત્યાગની સાથે વચન યોગની પ્રવૃત્તિનો નિરોધ કરી મૌન સાધના અને અશુભમનોયોગને રોકી શુભમનોયોગમાં એકાગ્રતા કેળવવા પુરુષાર્થ કરે છે, તે જ તેનું પ્રયોજન છે. સંક્ષેપમાં ત્રણે યોગની યૌગિક પ્રવૃત્તિથી મુક્ત થઈને ઉપયોગ સ્વરૂપ આત્મભાવમાં સ્થિર થવા પુરુષાર્થશીલ થવું, તે જ કાયસિંગ છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કાયોત્સર્ગને વણચિકિત્સા કહ્યું છે. શરીરમાં પડેલા ઘાવ દ્રવ્યવ્રણ છે અને મૂળગુણ તથા ઉત્તરગુણ રૂપ ચારિત્રમાં અતિચારના સેવનથી ઘાવ પડે, તે ભાવ વ્રણ છે. કાયોત્સર્ગ ભાવવ્રણની ચિકિત્સા માટે ઔષધનું–મલમનું કાર્ય કરે છે. કાયોત્સર્ગ પ્રાયશ્ચિતની પ્રક્રિયા છે, આત્યંતર તપ છે, તેની સાધનાથી અતિચારોની શુદ્ધિ થાય છે, સાધક ગમનાગમન, પ્રતિલેખન, પરિષ્ઠાપન, સ્વાધ્યાય, ગોચરી આદિ પ્રત્યેક આવશ્યક કાર્યો કર્યા પછી કાયોત્સર્ગ કરીને તે તે ક્રિયાઓમાં લાગેલા દોષોનું શુદ્ધિકરણ કરે છે, તેથી જ તેનું વ્રણચિકિત્સા નામ સાર્થક છે. ચોથા પ્રતિક્રમણ આવશ્યક પછી શેષ રહેલા દોષોનું શુદ્ધિકરણ કાર્યોત્સર્ગ દ્વારા કરે છે, તેથી પાંચમો આવશ્યક કાયોત્સર્ગ છે. કાર્યોત્સર્ગનું ફળ– કાયોત્સર્ગથી અતીતકાલીન અને વર્તમાનકાલીન પાપની પ્રાયશ્ચિત દ્વારા વિશુદ્ધિ થાય છે. પ્રાયશ્ચિતથી વિશુદ્ધ થયેલા જીવો ભાર ઉતરી જવાથી સ્વસ્થ અને સુખી બનેલા ભારવાહકની જેમ સ્વસ્થ અને શાંત ચિત્તવાળો થઈ જાય છે તથા તે પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન થઈને સુખપૂર્વક સંયમમાં વિચરણ કરે છે.
આવશ્યક નિર્યુક્તિમાં કાયોત્સર્ગથી થતાં લાભો આ પ્રમાણે બતાવ્યા છેदेहमइ जड़ सुद्धी सुहदुक्खतितिक्खया अणुप्पेहा । झायइ य सुहं झाणं एयग्गो काउसग्गंमि ॥१४६२॥
કાયોત્સર્ગમાં સ્થિર થનાર સાધકની (૧) દેહની જડતા નાશ પામે (૨) મતિની શુદ્ધિ થાય (૩) સુખ-દુઃખને સહન કરવાની શક્તિ પ્રગટ થાય (૪) સૂક્ષ્મ ચિંતનશક્તિ વધે અને (૫) શુભ ધ્યાનમાં એકાગ્ર બનવાની શક્તિ કેળવાતી જાય છે. કાયોત્સર્ગનો વિષય- પ્રતિક્રમણમાં થતાં કાર્યોત્સર્ગના મુખ્ય બે વિષય છે. (૧) અતિચાર ચિંતન (૨) તપ