________________
આવશ્યક-૪
૧૨૩ ]
ભાવાર્થ – હું સાધુ છું, સંયમી છું, સાવદ્ય વ્યાપારોથી તથા સંસારથી નિવૃત્ત છું, પાપકર્મોનો નાશ કરનારો છું, પાપકર્મોના પ્રત્યાખ્યાન-ત્યાગ કરનારો છું, નિદાન-શલ્યથી રહિત અર્થાત્ આસક્તિથી રહિત છું, સમ્યગ્દર્શનયુક્ત છું, માયા સહિત મૃષાવાદનો પરિહાર કરનારો છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર આત્મ સમુત્કીર્તનપરક છે. તેમાં સાધુનો ગુણવૈભવ પ્રદર્શિત થાય છે. હું સાધુ છું, સંયત છું, વિરત છું, પ્રતિહત–પ્રત્યાખ્યાત પાપકર્મા છું, નિદાન રહિત છું, દષ્ટિસમ્પન્ન છું અને માયામૃષાવિવર્જિત છું. હું આટલો ઊંચો અને મહાન સાધક છું, તો હું પાપકર્મનું આચરણ કેમ કરી શકું? આ પ્રકારનું આત્માભિમાન, સાધકને ધર્માચરણ માટે પ્રબળ પ્રેરણા આપે છે.
સમો- “શ્રમણ છે. શ્રમણ શબ્દમાં સાધના પ્રત્યે નિરંતર જાગરુકતા, સાવધાનતા અને પ્રયત્નશીલતાનો ભાવ છે. “હું શ્રમણ છું” અર્થાત્ સાધના માટે કઠોર શ્રમ કરનાર છું. મારે જે કંઈ મેળવવું છે, તે મારા શ્રમ અર્થાત્ પુરુષાર્થ દ્વારા જ મેળવવાનું છે, તેથી હું સંયમને માટે પ્રતિક્ષણ શ્રેમ કરું છુંભૂતકાળમાં કરતો હતો–વર્તમાનમાં કરું છું અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. આ સૈકાલિક આધ્યાત્મિક શ્રમ–ભાવના સાળોઈ શબ્દમાં ધ્વનિત થાય છે. સંગ- હું સંયત અર્થાતુ સંયમમાં સમ્યક પ્રયત્ન કરનારો છું. અહિંસા, સત્ય વગેરે કર્તવ્યોમાં સાધકને હંમેશાં પ્રયત્નશીલ રહેવું, તે સંયમની સાધનાનું ભાવનાત્મક સ્વરૂપ છે. નિરજ-વિરત- સર્વ સાવધ યોગોથી વિરતિ-નિવૃત્તિ કરનારો, જે સંયમની સાધના કરવા ઇચ્છે છે, તેણે અસદાચરણ રૂપ સમસ્ત સાવધ યોગથી નિવૃત્ત થવું જરૂરી છે. આ સાધનાનું નિષેધાત્મકરૂપ છે. અસંયમમાં નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ કરવાથી જ સાધનાનું વાસ્તવિક રૂપ સ્પષ્ટ થાય છે.
વિદ્ય-પદય પવને - પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મ. ભૂતકાળમાં કરેલા પાપકર્મોની નિંદા અને ગહ દ્વારા નાશ કરનારા અને વર્તમાન તથા ભવિષ્યમાં થનારા પાપકર્મોના પ્રત્યાખ્યાન કરનારા. જે સાધક ભૂત, ભવિષ્ય અને વર્તમાનની પાપ-કાલિમાને ધોઈને સાફ કરે છે, તે જ સફળતાને પામે છે. ભૂતકાલીન પાપોનું પ્રતિક્રમણ, વર્તમાનકાલીન પાપોની અકરણતા અને ભવિષ્યમાં થનારા પાપના પ્રત્યાખ્યાન કરીને પાપકર્મો પર ત્રિકાલવિજય પ્રાપ્ત કરવો, તે જ સાધનાનું રહસ્ય છે. ખિયાળો- નિદાન રહિત. નિદાન એટલે પદ્ગલિક સુખની આસક્તિ અથવા ભોગોની આકાંક્ષા. અનિદાન એટલે અનાસક્ત ભાવ. કોઈ પણ પ્રકારની આકાંક્ષા વિના જ આરાધના કરનાર સાધક નિદાન રહિત છે.
ભોગોની આકાંક્ષા સહિત આરાધના કરનાર સાધક સાધનાનું અવમૂલ્યાંકન કરે છે.નિદાન કરનાર વ્યક્તિના પુણ્ય પ્રમાણે તેનું નિદાન સફળ થાય, તેની ભોગાકાંક્ષા પૂર્ણ થાય પરંતુ નિદાન કરનાર સાધકના પુણ્યનો જથ્થો એક જ ભવમાં પરિસમાપ્ત થતાં તે જીવ અધોગતિને પામે છે, તેથી સાધક પોતાના લક્ષ્ય પ્રતિ સતત જાગૃત રહીને અંતરનાદ કરે છે કે હું નિદાન રહિત છું. આ લોક કે પરલોકના કોઈ પણ ભૌતિક સુખની મને આકાંક્ષા નથી. મારું લક્ષ્ય એક માત્ર આત્મશુદ્ધિ જ છે.
વીનંબો દષ્ટિ સમ્પન્નતા “સમ્યગદર્શન ૩૫ શદ્ધ દષ્ટિવાળા.” સાધકને માટે શદ્ધ દષ્ટિ હોવી જરૂરી છે. જો સમ્યગદર્શન ન હોય, શુદ્ધ દષ્ટિ ન હોય તો હિતાહિતનો વિવેક કે ધર્માધર્મનું સ્વરૂપદર્શન થઈ શકતું નથી. સમ્યગુદર્શન જ નિર્મળ દષ્ટિ છે, તેના દ્વારા સંસારના અને મોક્ષના સ્વરૂપને યથાર્થ રીતે જાણી