________________
શ્રી આવશ્યક સૂત્ર
પાપોનું પોષણ અને સંવર્ધન કરે છે, અનાદિ સંસાર પરિભ્રમણનું સર્જન કરે છે, સર્વ દુઃખોને જન્મ આપે છે, તેથી સર્વ પાપોના બીજભૂત મિથ્યાત્વનો ત્યાગ કરીને આરાધનાના બીજભૂત સમ્યક્ત્વનો સ્વીકાર કરે છે. (૭) અવોદિ પરિબળમિ વોદિ વસંપન્ગામિ અબોધિનો વિવેકપૂર્વક ત્યાગ કરું છું. બોધિનો સ્વીકાર કરું છું, અવોધિ: મિથ્યાત્વાર્ય વોધિસ્તુસમ્યક્ત્વસ્થેતિ । મિથ્યાત્વના કારણે થતાં પરિણામ વિશેષ અબોધિ છે અને સમ્યક્ત્વના કારણે થતાં પરિણામ વિશેષ બોધિ છે.
૧૨૨
મિથ્યાત્વના પરિણામે થતી જીવની પ્રવૃત્તિ અબોધિ છે. જીવની શ્રદ્ધામાં, સમજણમાં યથાર્થતા ન હોય, ત્યારે તે અશ્રદ્ધાના પરિણામો વિવિધ પ્રકારના વિપરીત વિચાર અને આચાર રૂપે પ્રગટ થાય છે. જેમ કે જિન પ્રરૂપિત ધર્મના અવર્ણવાદ કરવા, જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ ન રાખવો, વિષયો પ્રતિ આસક્તિ રાખવી, અસત્યનો આગ્રહ રાખવો વગેરે મિથ્યાત્વજન્ય પ્રત્યેક વિચાર અને આચારનો ત્યાગ કરીને તેનાથી વિપરીત સત્યનો આગ્રહ, જિનધર્મના ગુણાનુવાદ વગેરે સમ્યક્ત્વજન્ય વિચાર અને આચારનો સ્વીકાર કરું છું. ધર્મશ્રદ્ધા દઢતમ થતાં અબોધિ-મિથ્યાત્વજન્ય આચાર-વિચારો સહજ રીતે છૂટી જાય અને બોધિ-સમ્યક્ત્વજન્ય આચાર-વિચારનો સ્વીકાર થઈ જાય છે.
(૮) અમાં પરિબળમિ માં વસંપīામિ- અમાર્ગનો વિવેકપૂર્વક ત્યાગ કરું છું અને માર્ગનો સ્વીકાર કરું છું. અમાન્ત મિથ્યાત્વાતિક માતુ સર્ચવર્ગનાલિરિતિ । મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ રૂપ કર્મબંધનનો કે સંસાર પરિભ્રમણનો માર્ગ, તે અમાર્ગ છે અને સમ્યક્ત્વ, વ્રત, અપ્રમાદ, અકષાય અને અયોગ રૂપ મોક્ષ માર્ગ, તે માર્ગ છે.
નં સંમામિ નં = ળ સંભમિ- જે દોષો મારી સ્મૃતિમાં છે અથવા સ્મૃતિમાં નથી. આત્મશુદ્ધિ માટે પાપ–દોષોનું પ્રતિક્રમણ કરવા માટે ગુરુ સમક્ષ ઉપસ્થિત થયેલો સાધક કોઈ પણ દોષોને છૂપાવ્યા વિના એક-એક દોષોની આલોચના કરે છે. તેમ છતાં છદ્મસ્થદશાના કારણે કોઈ દોષો સ્મૃતિમાં રહ્યા ન હોય, તો તેની પણ આલોચના અને પ્રતિક્રમણ કરવાની સાધકની પૂર્ણ ભાવના પ્રસ્તુત શબ્દો દ્વારા પ્રગટ થાય છે. સોહી સખ્તયભૂયલ્સ । સરળ વ્યક્તિની જ શુદ્ધિ થાય છે. આગમોક્ત સૂત્રને સ્વીકારીને સાધક માયા– કપટનો સંપૂર્ણતઃ ત્યાગ કરીને બાળકની જેમ અત્યંત સરળ બનીને ગુરુ સમક્ષ પોતાના ભાવો પ્રગટ કરે છે. નં પહિમામિ નં ૬ ૫ પહિમામિ- જે દોષોનું ગુરુની સમક્ષ પ્રતિક્રમણ કર્યું છે અને જે દોષોનું પ્રતિક્રમણ હજી કર્યું નથી તે સર્વ સૂક્ષ્મ કે સ્થૂલ, પ્રગટ કે અપ્રગટ સર્વ દોષોનું હું પ્રતિક્રમણ કરું છું. આ રીતે સાધક સર્વ દોષોનું શુદ્ધ ભાવથી પ્રતિક્રમણ કરીને આરાધનાની દૃઢતમ પ્રતિજ્ઞા કરે છે. | ગુણ વૈભવઃ
સાધકનો
६ समणोऽहं संजय विरय पडिहय पच्चक्खाय पावकम्मो अणियाणो दिट्ठि संपण्णो मायामोसो विवज्जिओ ।
શબ્દાર્થ:- સમળોઽહં – હું શ્રમણ છું, સંગય - સંયમી છું, વિત્ત્વ –સંસારથી વિરક્ત થયો છું, પઙિય – નાશ, પન્નવહાય – ત્યાગ, પાવમો – પાપકર્મોનો, અળિયાળો – નિયાણા રહિત, दिट्ठि – સમ્યક્ દૃષ્ટિ, સંપળો – સંપન્ન, માયા – માયા સહિત, મોલો – મૃષાવાદથી, વિવન્નિો – સર્વથા રહિત છું.