________________
આવશ્યક ૪
૧૧
પ્રવૃત્તિ હિંસા આદિ અનેક પાપનું સેવન કરાવે છે, તેથી સૂત્રકારે અસંયમના ત્યાગ પછી અબ્રહ્મરૂપ મૂળ ગુણ અસંયમના ત્યાગ અને બ્રહ્મચર્ય રૂપ મૂળગુણ સંયમના સ્વીકારનું કથન કર્યું છે.
(૩) અપ્પ પરિબળમિ-પ્પ વસંપન્નામિ- અકલ્પનો ત્યાગ કરું છું અને કલ્પનો સ્વીકાર કરું છું. કરણ સિત્તરી અને ચરણ સિત્તરી રૂપ સાધુ જીવનનો આચાર અને વ્યવહાર, કલ્પ કહેવાય છે. ચરણ સિત્તેરી– જે નિયમોનું નિરંતર પાલન થાય, તેને ચરણ કહે છે. તેના ૭૦ ભેદ છે. પાંચ મહાવ્રત + ૧૦ યતિધર્મ + ૧૭ સંયમ + ૧૦ વૈયાવચ્ચ + ૯ બ્રહ્મચર્યગુપ્તિ + ૩ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના + ૧૨ પ્રકારનો તપ + ૪ કષાય નિગ્રહ – ૭૦ પ્રકારના નિયમોને, સાધુના આચારને ચરણ સિત્તરી કહે છે. કરણ સિત્તેરી– જે નિયમોનું પાલન નિરંતર થતું નથી પરંતુ પ્રયોજનવશ પાલન થાય, તેને કરણ કહે છે. તેના ૭૦ ભેદ છે. અશન, પાણં, ખાઇમ અને સાઇમ આ ચારે પ્રકારના આહારની વિશુદ્ધિ અર્થાત્ ૪ પ્રકારે પિંડ વિશુદ્ધિ + ૫ સમિતિ + ૧૨ ભાવના + ૧૨ ભિક્ષુની પ્રતિમા + ૫ ઈન્દ્રિય નિરોધ + ૨૫ પ્રકારની પ્રતિલેખના + ૩ ગુપ્તિ + દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ૪ પ્રકારનો અભિગ્રહ = ૭૦ પ્રકારના સાધ્વાચાર કરણસિત્તરી કહેવાય છે.
ચરણ સિત્તેરી અને કરણ સિત્તરીનું પાલન કરવું, તે સાધુનો કલ્પ—આચાર છે અને તેનાથી વિપરીત એવા અકલ્પ – અનાચારને યથાર્થરૂપે જાણીને તેનો ત્યાગ કરું છું અને કહ્યું – આચારનો સ્વીકાર કરું છું અથવા અહંમન્વહળેખ મૂલમુખા મળતિ... અપ્પા શેખ સત્તરમુળ ત્તિ । આવશ્યક ચૂર્ણિ. અબ્રહ્મના ગ્રહણથી સર્વ મૂળગુણોનું અને અકલ્પના ગ્રહણથી સર્વ ઉત્તર ગુણોનું ગ્રહણ ચાય છે. અકલ્પ- એટલે સર્વ પ્રકારના ઉત્તરગુણ રૂપ અસંયમનો ત્યાગ કરીને, કલ્પ એટલે સર્વ પ્રકારના ઉત્તરગુણ જન્મ સંયમ ભાવનો સ્વીકાર કરું છું,
(૪) અળાળ પરિબળમિ-ગાળ વસંપજ્ઞામિ- અજ્ઞાનનો વિવેકપૂર્વક ત્યાગ કરું છું, જ્ઞાનનો સ્વીકાર કરું છું. અહીં અજ્ઞાનનો અર્થ જ્ઞાનાવરણીય કર્મના ઉદયજન્ય જ્ઞાનના અભાવનું ગ્રહણ થતું નથી કારણ કે અભાવ રૂપ અજ્ઞાનનો ત્યાગ થઈ શકતો નથી. પ્રસ્તુતમાં મિથ્યાત્વના ઉદયથી મિથ્યા રૂપે પરિણત થયેલું મિથ્યાજ્ઞાન અર્થાત્ અજ્ઞાનનું ગ્રહણ થાય છે.
આરાધના માટે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન અનિવાર્ય છે, તેથી અજ્ઞાનનો-મિથ્યાજ્ઞાનનો વિવેકપૂર્વક ત્યાગ કરીને સમ્યજ્ઞાનના સ્વીકારનું કથન છે.
(૫) અન્તિરિય પરિબળધિ વિરિયે વસંપન્નામિ– અક્રિયાનો વિવેકપૂર્વક ત્યાગ કરું છું, ક્રિયાનો સ્વીકાર કરું છું.
અપ્પસત્થા જિરિયા અભિરિયા, તરા જિરિયા કૃતિ । અપ્રશસ્ત-અયોગ્ય ક્રિયાને અક્રિયા અને તેનાથી ઇતર અર્થાત્ પ્રશસ્તક્રિયાને ક્રિયા કહે છે. અથવા અયિા-નાસ્તિવાલઃ ક્રિયા-સમ્યાવા પુણ્ય-પાપ આદિ કોઈ પણ ક્રિયાના અસ્તિત્વને ન સ્વીકારનારા નાસ્તિકો અક્રિયાવાદી છે અને ક્રિયાનો સ્વીકાર કરનારા આસ્તિકો-સમ્યવાદી-ક્રિયાવાદી છે. અક્રિયાનો અર્થાત્ અપ્રશસ્ત ક્રિયાનો અથવા અક્રિયાવાદનો-નાસ્તિકવાદનો વિવેકપૂર્વક ત્યાગ કરું છું અને પ્રશસ્ત ક્રિયાનો સમ્યગ્રવાદનો સ્વીકાર કરું છું.
(૬) મિચ્છત પરિઞાળામિ સમ્મત્ત વસંપન્નામિ – મિથ્યાત્વનો વિવેકપૂર્વક ત્યાગ કરું છું. સમ્યક્ત્વનો સ્વીકાર કરું છું. અઢાર પ્રકારના પાપસ્થાનમાં અઢારમું પાપસ્થાન મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જ શેષ સર્વ