________________
૧ર૦
શ્રી આવશ્યક સૂત્ર
પ્રતિક્રમણ કરી શક્યો નથી, તે બધા દિવસ સંબંધી અતિચાર દોષોનું પ્રતિક્રમણ કરું છું.
વિવેચન :
પ્રસ્તુતમાં શ્રદ્ધાવાન સાધકની આરાધનાની પ્રતિજ્ઞાનું નિરૂપણ છે.
=
અનુદિમિ :- આ શબ્દ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સાધક પ્રતિજ્ઞા કરે છે કે “હું ધર્મની શ્રદ્ધા, પ્રીતિ, રુચિ સ્પર્શના, પાલન તથા અનુપાલના કરતાં-કરતાં ધર્મની આરાધનામાં પૂર્ણ રૂપથી અમ્યુસ્થિત-ઉપસ્થિત થાઉં છું અને ધર્મની વિરાધનાથી નિવૃત્ત થાઉં છું.” “અમ્યુયિોઽસ્મિ-સન્નનોઽસ્મિ" આ શબ્દો દ્વારા સાધકના ધર્મારાધના માટે અખંડ સત્સાહસનો ભાવ પ્રગટ થાય છે.
જેને ધર્મ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરુચિ છે. જે ધર્મનું પાલન કરવા ઇચ્છે છે, તે નિષ્ક્રિય રહેતા નથી. તે સાધક કર્તવ્યનાં ક્ષેત્રમાં કાર્યશીલ બની જાય છે અને અંતરનાદ કરે છે કે ભુક્રિોમિ આવા ળાવ્ હું ધર્મારાધનના ક્ષેત્રમાં દઢતા સાથે ઉપસ્થિત થાઉં છું.
વિોનિ વિવાદળાર્- વિરાધનાથી વિરત-નિવૃત્ત થાઉં છું. આરાધનાના ક્ષેત્રમાં સમ્યગ્દર્શન આદિની આરાધનાનું જેટલું મહત્ત્વ છે તેનાથી વિશેષ મહત્વ વિરાધનાથી નિવૃત્ત થવાનું છે. વિરાધનાથી નિવૃત્ત થયા વિના આરાધના સફળ થતી નથી. કોઈ પણ જલસ્થાનને સાફ કરવા માટે સહુ પ્રથમ આવતા જલ પ્રવાહને રોકવો અત્યંત જરૂરી છે. તે જ રીતે આત્મશુદ્ધિ માટે પુરુષાર્થ કરતાં સાધકને વિરાધનાથી, કર્મબંધના કારણોથી વિરત-નિવૃત્ત થવું અત્યંત જરૂરી છે, તેથી જ સાધક આરાધના માટે ઉપસ્થિત થવાની ઘોષણાની સાથે જ વિરાધનાથી વિરત થવાની પણ ઘોષણા કરે છે. ત્યાર પછી સાધક આરાધના યોગ્ય આઠ બોલનો સ્વીકાર કરે છે.
(૧) અલંગમં પરિબળમિ-સંગમ ૩૭સંપન્ગમિ- અસંયમને જાણીને તેનો ત્યાગ કરું છું અને સંયમનો સ્વીકાર કરું છું.
परिआणामि-प्रतिजानामि इति ज्ञपरिज्ञया विज्ञाय प्रत्याख्यान परिज्ञया प्रत्याख्यामि દૃર્થ:। આગમ સાહિત્યમાં બે પ્રકારની પરિજ્ઞાનો ઉલ્લેખ છે. (૧) જ્ઞપરિક્ષા અને (૨) પ્રત્યાખ્યાન પરિક્ષા. સપરિક્ષા એટલે વસ્તુ સ્વરૂપને તથા તેના દોષાત્મક અંશને યથાર્થ રૂપે જાણવો. પ્રત્યાખ્યાન પરિજ્ઞા એટલે તેના દોષાત્મક અંશનો ત્યાગ કરવો, તેના પ્રત્યાખ્યાન કરવા. જ્ઞાનપૂર્વકનો ત્યાગ-પ્રત્યાખ્યાન જ સુપ્રત્યાખ્યાન કહેવાય છે અને સુપ્રત્યાખ્યાન જ આરાધનાનું અંગ બની શકે છે, તેથી આરાધનાના આઠ બોલના સ્વીકાર કરતા પહેલા વિરાધના યોગ્ય આઠે બોલના ત્યાગ માટે પરિબળમિ શબ્દ પ્રયોગ છે.
સત્તર પ્રકારના અસંયમને, તેનાથી થતાં દોષોને, તેના દુષ્પરિણામોને યથાર્થ રૂપે જાણીને સાધક સર્વ પ્રકારના અસંયમભાવોનો ત્યાગ કરે છે. જ્ઞાન અને સમજણપૂર્વકનો ત્યાગ સ્વૈચ્છિક ત્યાગ હોવાથી દીર્ઘકાલ સુધી કે જીવન પર્યંત ટકી શકે છે. સાધક અસંયમનો ત્યાગ કરીને સંયમના સર્વ અનુષ્ઠાનોનો કે સ્વીકાર કરે છે.
(૨) અનંત્રં પરિમાનિ-સંબં સંપન્ગામિ- અબ્રહ્મચર્ય-મૈથુન રૂપ પ્રવૃત્તિને યથાર્થ રૂપે જાણીને તેનો ત્યાગ કરું છું. બ્રહ્મચર્યનો સ્વીકાર કરું છું. સાધકોની સાધનાની શુદ્ધિ માટે પાંચે મહાવ્રતોમાં બ્રહ્મચર્ય વ્રતની પ્રધાનતા છે. બ્રહ્મચર્યની શુદ્ધિથી શેષ વ્રતોનું પાલન સરળતાથી થાય છે. અબ્રહ્મ-મૈથુન