________________
૧૨૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
શકાય છે. દિલ્હી સમ્પનો સબગુળ મૂત્તભૂતપુછયુવત્તા ચૂર્ણિ. સમ્યગદર્શન સર્વગુણોમાં મૂળભૂત ગુણ છે. જ્યાં સુધી સમ્યગુદર્શનનો પ્રકાશ વિદ્યમાન છે, ત્યાં સુધી સાધકને પથ ભ્રષ્ટ થવાનો કોઈ ભય રહેતો નથી, તેથી જ સાધુ જ્યારે કહે છે કે હું દષ્ટિસંપન્ન છું અર્થાત્ “હું મિથ્યાદષ્ટિ નથી, સમ્યગ્દષ્ટિ છું. હું સત્યને તથા અસત્યને, બંધન અને મુક્તિના માર્ગને યથાર્થપણે સમજું છું. મામોનો વિશ્વ માયા-મૃષા-વિવર્જિત- “માયામૃષાથી રહિત’ માયામૃષા અઢાર વાપસ્થાનમાં સત્તરમું પાપસ્થાન છે, ત્રણ શલ્યમાં પ્રથમ શલ્ય છે. સાધકના જીવનમાં માયામૃષાવાદ નામના પાપનો પ્રવેશ થાય, ત્યારે તે ભૂતકાલીન પાપોનું પ્રતિક્રમણ કરી શકતો નથી અને વર્તમાનકાલીન તથા ભવિષ્યકાલીન પાપની પરંપરાને અટકાવી શકતો નથી પરંતુ તે પરંપરાને વધારે છે. માયામૃષાવાદ સાધકની આત્મશુદ્ધિની સાધનામાં બાધક બને છે. જે માયામૃષાવાદનો ત્યાગ કરે છે, તે જ સાધુપણાને પામે છે.
આ રીતે સોહં થી માથા નો વિજ્ઞાન સુધીના પાઠમાં સાધુના આંતર ગુણોનો વૈભવ પ્રદર્શિત થાય છે. જે જિનાજ્ઞાના આરાધક સાધુ છે તે સાધનાનો નિરંતર શ્રમ કરે છે, પાપપ્રવૃત્તિથી વિરત છે, પાપકર્મ પર સૈકાલિક વિજય પ્રાપ્ત કરનાર છે. નિદાન રહિત, દષ્ટિ સંપન્ન અને માયામૃષાવાદનો ત્યાગ કરનાર હોય છે. સમકાલીન સાધકોને નમસ્કાર - | ७ अड्ढाइज्जेसु दीव समुद्देसु पण्णरससु कम्मभूमिसु जावंति केइ साहू रयहरण गुच्छग पडिग्गह धारा पंच महव्वय धारा । अट्ठारसहस्ससीलंग(रह) धरा अक्खय आयार चरित्ता ते सव्वे सिरसा मणसा मत्थएण वंदामि । શબ્દાર્થ – ગદ્દાફન્વેસુ - અઢી, રીવ -દ્વીપ, મુલું – સમુદ્રોમાં, પારસમુ -કર્મભૂમિમાં જાવંતિ - જેટલા, ડું-કોઈ, સાદૂ- સાધુ છે, દરા – રજોહરણ, નોર્જી -ગુચ્છો, પરિ૬િ - પાત્રાના, થરા - ધારક છે, પંર – પાંચ, મધ્યય – મહાવ્રતના, ધરી – ધારક છે, કારસહસ્ત – અઢાર હજાર, સીતા(હ) - શીલના ધારક છે, અ ય – અક્ષત–પરિપૂર્ણ, યાર – આચાર રૂપ, રસ્તા - ચારિત્રના ધારક છે, તે – તે સબ્બે - બધાને, સિરસા - મસ્તક નમાવીને, માસ – મનથી, મલ્થ - મસ્તકથી, વનિ - વંદન કરું છું. ભાવાર્થ - અઢીદ્વીપ અને સમુદ્રના પરિમાણવાળા મનુષ્ય ક્ષેત્રના પંદર કર્મ ભૂમિમાં જે રજોહરણ, ગુચ્છો અને પાત્રાને ધારણ કરનારા તથા પાંચ મહાવ્રત, અઢારહજાર શીલ – સદાચારના અંગોને ધારણ કરનારા અને અક્ષય આચારના પાલક ત્યાગી સાધુ છે, તે બધાને મસ્તક નમાવીને, મનથી–અંતઃકરણ પૂર્વક મસ્તકથી વંદના કરું છું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સમકાલીન સર્વ સાધકો પ્રતિ નમસ્કારનો ભાવ પ્રદર્શિત કર્યો છે.
પ્રતિજ્ઞા સૂત્રના પ્રારંભમાં મોક્ષ માર્ગના પ્રણેતા, શાસનપતિ ધર્મ તીર્થકરોને નમસ્કાર કર્યા હતા. તે નમસ્કારમાં ગુણ પ્રત્યે બહુમાન હતું, સમ્યગુદર્શનનો-શ્રદ્ધાનો શુદ્ધ ભાવ હતો, કૃતજ્ઞતાની અભિવ્યક્તિ હતી અને પ્રસ્તુત નમસ્કાર સંયમની આરાધના કરી રહેલા, બંધન-મુક્તિ માટે પ્રયત્નશીલ સર્વ સાધકોની સાધનાની સુકૃત અનુમોદના રૂપ છે.