________________
૧૧૮ |
શ્રી આવશ્યક સૂત્ર
પ્રાપ્ત કરે છે. શારીરિક-માનસિક સર્વ દુઃખોનો અંત કરીને પરમ સુખને પ્રાપ્ત કરે છે, સિતિ આદિ પ્રત્યેક વિશેષણો મોક્ષની મહત્તાને પ્રદર્શિત કરે છે. સાધકની શ્રદ્ધા – |४ तं धम्मं सद्दहामि पत्तिआमि रोएमि फासेमि पालेमि अणुपालेमि । શબ્દાર્થ:- નં –તે, ધન્ગ – ધર્મની, સદ્દામ - શ્રદ્ધા કરું છું, ઉત્તમ – પ્રતીતિ કરું છું, રોમ - રુચિ કરું છું, પામિ – સ્પર્શના કરું છું, પામિ – પાલન કરું છું, અનુપાન – વિશેષ રૂપથી નિરંતર પાલન કરું છું. ભાવાર્થ – હું નિર્ચન્જ પ્રવચન રૂપ ધર્મની શ્રદ્ધા કરું છું. પ્રતીતિ કરું છું અર્થાત્ સ્વીકાર કરું છું, રુચિ કરું છું, સ્પર્શના કરું છું, પાલન કરું છું, વિશેષ રૂપથી નિરંતર પાલન કરું છું. વિવેચન :
સાધક નિગ્રંથ પ્રવચનની મહત્તા અને તેના આરાધકોને પ્રાપ્ત થતાં અનુત્તર-અનુપમ ફળને સમજીને, સ્વીકારીને પ્રસ્તુત સૂત્રમાં સ્વયંની દઢ ધર્મ શ્રદ્ધા અને તેના પાલનની ભાવના પ્રગટ કરે છે. સમિ , પત્તામિ રોમ- હું નિગ્રંથ પ્રવચન રૂપ શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું.
આ શુદ્ધ અને પવિત્ર ધર્મ જ મને અનંતકાલીન સંસાર પરિભ્રમણથી, આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરાવી અનંત સુખ પ્રાપ્ત કરાવનાર છે. સંસારના કોઈ પણ પદાર્થો અનંત સુખ પ્રાપ્ત કરાવવા માટે સમર્થ નથી. આ પ્રકારની માનસિક દઢતાનો ભાવ તે શ્રદ્ધા છે.
શ્રદ્ધાની દઢતાથી જ સાધક પ્રતીતિ-અનુભૂતિ તરફ જાય છે. સાધક જ્યારે અનુભૂતિના ક્ષેત્રમાં પહોંચી જાય, ત્યાર પછી તેને નિગ્રંથ ધર્મ પ્રતિ પ્રીતિ અને રુચિનો ભાવ સહજ રીતે પ્રગટ થાય છે.
પ્રીતિ એટલે ધર્મ પ્રતિ આકર્ષણ થવું અને રુચિ એટલે તે ધર્મના પાલન માટે વિશેષ આકર્ષણપૂર્વક ઉત્સુકતા થવી.
પ્રીતિ એટલે પદાર્થ પ્રતિ પ્રેમપૂર્વકનું આકર્ષણ થવું અને રુચિ એટલે ભાષાંતિ આવનામુલતા | અભિરુચિ અર્થાત્ તેના સેવન માટે ઉત્સુકતા થવી, જેમ કોઈ મનુષ્યને દહીં અત્યંત પ્રિય છે પરંતુ જ્વરાદિ બિમારીમાં તેને દહીં રુચિકર લાગતું નથી. તે મનુષ્યને દહીં પર પ્રીતિ હોવા છતાં હંમેશાં રુચિ રહેતી નથી. સામાન્ય પ્રેમાકર્ષણને પ્રીતિ અને વિશેષ પ્રેમાકર્ષણને રુચિ કહે છે. રુચિ થયા પછી તેને તે પદાર્થ ક્યારે ય અરુચિકર લાગતો નથી, તેથી સાધક કહે છે કે નિગ્રંથ પ્રવચન પ્રતિ હું શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું અને રુચિ કરું છું. ગમે તે પરિસ્થિતિમાં મારી ધર્મરુચિ અખંડ રહેવાની છે, શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ પછી જ તેની સ્પર્શના થાય છે.
મિ, પશિ અપાનેમિ- ધર્મ આત્માનો સ્વભાવ છે. ધર્મ કેવળ શબ્દાત્મક કે શ્રદ્ધાત્મક જ નથી પરંતુ ધર્મનું આચરણ શુદ્ધિનો વિષય છે, તેથી સાધક શ્રદ્ધા, પ્રીતિ અને રુચિથી આગળ વધીને કહે છે કે હું ધર્મનો સ્પર્શ કરું છું અર્થાત્ તેનો આચરણ રૂપે સ્વીકાર કરું છું. કેવળ સ્પર્શ જ નહીં, હું પ્રત્યેક સ્થિતિમાં ધર્મનું પાલન કરું છું, સ્વીકૃત આચારની રક્ષા કરું છું, એક-બે વાર જ નહીં હું ધર્મનું નિત્યનિરંતર પાલન કરું છું, વારંવાર પાલન કરું છું, જીવનની દરેક ક્ષણમાં પાલન કરું છું.