________________
આવશ્યક-૪
[ ૧૧૭ |
ગુણસ્થાને અનંતજ્ઞાન, અનંત દર્શન આદિ પ્રાપ્ત થાય છે અને ચૌદમાં ગુણસ્થાન પછી તે સિદ્ધ થાય છે. આ રીતે જીવ પહેલા બુદ્ધ થાય છે ત્યાર પછી સિદ્ધ થાય છે. તેમ છતાં સૂત્રકારે પહેલા સિદ્ધિ અને ત્યાર પછી બુદ્ધત્વનું કથન કર્યું છે. તેનું કારણ એ છે કે વૈશેષિક દર્શનની માન્યતા અનુસાર મોક્ષમાં આત્માનું અસ્તિત્વ રહે છે, પરંતુ બુદ્ધિ આદિ નવ ગુણોનો અર્થાત જ્ઞાનનો સર્વથા અભાવ થઈ જાય છે. જ્ઞાન આત્માનો એક વિશેષ ગુણ છે અને મુક્ત અવસ્થામાં કોઈ પણ વિશેષ ગુણ રહેતા નથી. જૈનદર્શનાનુસાર આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે, સિદ્ધ અવસ્થામાં પણ તે અનંતજ્ઞાન સ્વરૂપ રહે છે. જ્ઞાનાદિ અનંત આત્મ ગુણોનો નાશ થતો નથી. જીવ સિદ્ધ થાય પછી પણ અનંતકાલ પર્યત તે બુદ્ધ સ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ રહે છે. તે સૂચિત કરવા સૂત્રકારે સતિ પછી યુતિ ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે. મુવંતિ-મુવંતિ ત્તિ મુવ્યન્ત અપાવર્મા જીવને ભવબંધનમાં જકડી રાખનારા કર્મોથી સર્વથા છૂટી જવું, સર્વ કર્મોનો આત્યંતિક નાશ થવો, કર્મસંગથી, જડ દ્રવ્યના સંગથી સર્વથા મુક્ત થવું, તે મુક્તિ છે.
કર્મરૂપી બીજનો આત્યંતિક નાશ થઈ જવાથી તે શુદ્ધ થયેલો આત્મા અનંતકાલ પર્યત પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે છે. તે પુનઃ જન્મ ધારણ કરતો નથી અને આ રીતે સાધક સર્વ પ્રથમ પોતાની સાધનાને સિદ્ધ કરે છે અર્થાત્ તે કૃતકૃત્ય થાય છે. તેની સાધનાની સિદ્ધિના ફલસ્વરૂપે અનંત જ્ઞાન આદિ ગુણોને પ્રાપ્ત કરે છે અર્થાત્ બુદ્ધ થાય છે બુદ્ધ થયેલો આત્મા કર્મ પુદ્ગલોથી સર્વથા મુક્ત થાય છે.
જાળા:- શકનાર નિવનિરિનિવનિકા ઘાતિ અને અઘાતિ કર્મોનો સર્વથા અંત થઈ જવો, તે પરિનિર્વાણ છે. જ્યારે આત્મા સર્વ કર્મોથી મુક્ત થાય છે ત્યારે સર્વ બાધક કારણોનો, સર્વ આવરણોનો નાશ થવાથી અનંત આત્મસુખને પ્રાપ્ત કરે છે.
મોક્ષમાં દુઃખનો અભાવ છે પરંતુ સુખનો અભાવ નથી. મોક્ષમાં પુગલ સંબંધી કર્મજન્ય સાંસારિક સુખ નથી પરંતુ આત્મસાપેક્ષ અનંત આધ્યાત્મિક સુખનો અભાવ કદી થતો નથી. તે જ મોક્ષની વિશેષતા છે, તે જ તેનું મહત્ત્વ છે. બ્રિાતિ શબ્દપ્રયોગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જૈનધર્મનું નિર્વાણ અનંત સુખ સ્વરૂપ છે અને તે સુખ કદાપિ દુઃખથી મિશ્રિત થતું નથી. આચાર્ય જિનદાસ બિયંતિની વ્યાખ્યા કરતાં કહે છે કે નિષ્ણુયા ભવન્તિ પરમળિો નવતત્વ મોક્ષને પામેલો આત્મા પરમ સુખી થઈ જાય છે. सव्वदुक्खाणमंतं करेंति :- सर्व दुःखानां शरीरमानसभेदानां अन्तं विनाशं कुर्वन्ति । ધર્મારાધક સાધક મોક્ષ પ્રાપ્ત કરી શારીરિક તથા માનસિક સર્વ દુઃખોનો અંત કરે છે.
બધા શુભાશુભ કર્મોનો તથા કર્મજન્ય શભાશભ ભાવોનો અંત કરે છે. કર્મનો અંત થવાથી સાંસારિક સુખ, દુઃખ, જન્મ, મરણ આદિ કર્મજન્ય કોઈ પણ ભાવોની શક્યતા રહેતી નથી. મોક્ષ, આત્માની નિર્બદ્ધ અવસ્થા છે.
આત્મા સ્વયં પોતાના રાગ-દ્વેષાદિ પરિણામો દ્વારા કર્મબંધનથી બંધાય છે અને પોતાની સમજણથી, સમ્યક પુરુષાર્થથી કર્મ બંધનનો, કર્મજન્ય સર્વ સુખ-દુઃખનો અંત કરે છે, તે સૂચિત કરવા સલ્ક કુલ્લામાં નિ વિશેષણનો પ્રયોગ છે.
સંક્ષેપમાં નિગ્રંથ પ્રવચનની આરાધનાથી આત્મા સાધનાને સિદ્ધ કરે છે, કેવળજ્ઞાન સ્વરૂપ બુદ્ધ થાય છે. સર્વ કર્મોથી મુક્ત થાય છે, કર્મજન્ય ભાવોથી સર્વથા મુક્ત થઈને અનંત સુખસ્વરૂપ પરિનિર્વાણને