________________
| ૧૧૬ |
શ્રી આવશ્યક સૂત્ર
વિધ– અવિસંધિ– સંધિથી રહિત. સંધિ એટલે વચ્ચેનું અંતર. જિનશાસન અનંત કાળથી નિરંતર અવ્યવછિન્નપણે ચાલ્યું આવે છે. ભરતાદિ ક્ષેત્રમાં કાલવિશેષમાં શાસનનો વિચ્છેદ થાય છે, પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં તો જિનશાસન સદા સર્વદા અવ્યવછિન્ન છે. જિનધર્મ આત્માનો ધર્મ છે. તે ત્રણ કાળ અને ત્રણ લોકમાં શાશ્વત છે તેમજ સમ્યકત્વ ધર્મની અવિચ્છિન્નતા ત્રણે લોકમાં ચારે ગતિના જીવોમાં છે અને ચારિત્ર ધર્મની અવ્યવછિન્નતા મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ થઈ જાય છે. સન્ન કુણ પછીખ માં-સર્વ દુઃખ પ્રવીણ–માર્ગ - નિગ્રંથ પ્રવચનનું અંતિમ વિશેષણ “ સર્વદુઃખ પ્રહણમાર્ગ છે. ઉક્ત વિશેષણ ધર્મના મહિમાને પ્રગટ કરે છે. સંસારના પ્રત્યેક પ્રાણી દુઃખથી વ્યાકુળ છે, કલેશથી સંતપ્ત છે. તે સુખ ઇચ્છે છે, આનંદ ઇચ્છે છે પરંતુ તેની સુખની પરિભાષા જ ભ્રામક હોય છે. સામાન્ય જીવો ઇચ્છાપૂર્તિમાં કે અનુકુળતાની પ્રાપ્તિમાં સુખ માને છે. ઇચ્છા અનંત છે, અનંત ઈચ્છાની પૂર્તિ કદાપિ શક્ય નથી. આ સૈકાલિક સત્યને સમજીને વ્યક્તિ જ્યારે પોતાની ઈચ્છાનો સર્વથા અંત કરે છે, ત્યારે જ તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે. ઇચ્છાઓનો સર્વથા અભાવ અને તેના ફળ સ્વરૂપે દુઃખોનો સર્વથા અભાવ મોક્ષમાં જ થઈ શકે છે. તે સમ્યગુદર્શનાદિ રત્નત્રયરૂપ ધર્મની સાધનાથી પ્રાપ્ત કરી શકાય છે. આ રીતે નિગ્રંથ પ્રવચન રૂપ ધર્મની આરાધનાથી સર્વ દુઃખોનો નાશ થાય છે તેથી તે સર્વ દુઃખ પ્રહણ માર્ગ કહેવાય છે. નિગ્રંથ પ્રવચનનું ફળ:| ३ इत्थं ठिया जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणं अंतं करेंति । શબ્દાર્થ - ફુ - આ નિગ્રંથ પ્રવચનમાં, થિ - સ્થિત થયેલા, નીવા - જીવો, સિલ્ફાતિ - સિદ્ધ થાય છે, વુતિ - બુદ્ધ થાય છે, મુવંતિ - મુક્ત થાય છે, જ્ઞાતિ - નિર્વાણને પ્રાપ્ત થાય છે, સબ્બતુલ્લri - સર્વ દુઃખોનો, સંત – અંત, ક્ષય, ત - કરે છે. ભાવાર્થ - આ નિર્ઝન્ય પ્રવચનમાં સ્થિત થનારા અર્થાત્ તળુસાર આચરણ કરનારા ભવ્ય જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ-સર્વજ્ઞ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ-પૂર્ણ આત્મશાંતિને પ્રાપ્ત કરે છે, સમસ્ત દુઃખોનો સદાને માટે અંત કરે છે. વિવેચન :
પૂર્વ સૂત્રમાં સર્વ થી સમ્બદુરઉપદીન સુધીના વિશેષણો દ્વારા નિગ્રંથ પ્રવચનની મહત્તા પ્રદર્શિત કરી છે અને પ્રસ્તુત સૂત્રમાં સિતિ આદિ વિશેષણો દ્વારા નિગ્રંથ પ્રવચનના આરાધકોને પ્રાપ્ત થતાં મહત્તમ ફળનું નિદર્શન છે. ક્ષિતિ:- ધર્મની આરાધના કરનારા જ સિદ્ધ થાય છે. સિન્ફતિ- સિક્કા મવત્તિ, નિતિથિ ભવન્તિઃ I સાધનાની પૂર્ણાહૂતિ અથવા આત્માના અનંત ગુણોનો પૂર્ણ વિકાસ થઈ જાય, તેને જ સિદ્ધિ કહે છે.
આ પૂર્ણતા પોતાની સાધના દ્વારા જ પ્રાપ્ત થાય છે, કોઈની કૃપાથી નહીં. જૈન દર્શન વ્યક્તિના સ્વતંત્ર પુરુષાર્થને જ મહત્વ આપે છે. તેથી જ લ્થ ડિબા નવા સિફાતિ... શબ્દ પ્રયોગ છે. જ્ઞાતિ :- બુદ્ધ થાય છે. પૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક વિકાસ ક્રમ અનુસાર જીવને તેરમા