________________
આવશ્યક-૪
[ ૧૧૫ ]
સત્તા - શલ્ય કિર્તન :- શલ્ય એટલે કંટક. તેના બે ભેદ છે– દ્રવ્યશલ્ય અને ભાવ શલ્ય. પ્રસ્તુતમાં માયા, નિદાન અને મિથ્યાત્વ, આ ત્રણ ભાવ શલ્યનું ગ્રહણ થાય છે. ત્રણ ભાવ શલ્ય સાધનામાં બાધક છે, સાધકની પ્રગતિને રોકે છે, તેથી તે શલ્યરૂપ છે.
ઉક્ત શલ્યોને કાપવાની શક્તિ એકમાત્ર ધર્મમાં જ છે. સમ્યગુદર્શન મિથ્યાત્વ શલ્યને કાપે છે, સરળતા માયાને કાપે છે અને નિર્લોભતા નિદાન શલ્યને કાપે છે, તેથી જ ધર્મને શલ્યકર્તક કહે છે. સિદ્ધિ માં-સિદ્ધિ માર્ગ:- વેધનં સિદ્ધિઃ હિતાર્થ રિા સિદ્ધિ એટલે હિતાર્થની પ્રાપ્તિ અથવા સિદ્ધિઃ સ્વાભો વિશ્વ આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ, તે સિદ્ધિ છે અને આત્મસ્વરૂપની ઉપલબ્ધિ જ સર્વશ્રેષ્ઠ હિતાર્થ છે.
માર્ગ એટલે ઉપાય. સિદ્ધિમાર્ગ એટલે આત્મસ્વરૂપની ઉપલબ્ધિનો માર્ગ-ઉપાય. સમ્યગુ દર્શનાદિ રત્નત્રય રૂ૫ નિગ્રંથ પ્રવચન આત્મસ્વરૂપની ઉપલબ્ધિનો એકમાત્ર અમોઘ ઉપાય છે. મુનિ-મુક્તિ માર્ગ-મુક્તિઃ હિતાર્થ વિભુતિઃ તથા મા મુક્તિના આત્માને માટે અહિતકારી કર્મોની વિશ્રુતિ-નાશને મુક્તિ કહે છે. શુદ્ધ ધર્મની આરાધનાથી આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે, તેથી તે મુક્તિમાર્ગ છે. ળિયામ-નિર્માણ માર્ગ – નિરુપમ યાન નિનં ! યાન એટલે સ્થાન, નિરુપમ-સર્વશ્રેષ્ઠ
સ્થાન નિર્માણ કહેવાય છે. સર્વશ્રેષ્ઠ સ્થાન મોક્ષ છે અને નિગ્રંથ પ્રવચન સર્વશ્રેષ્ઠ સ્થાનની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી તે નિર્માણ માર્ગ છે.
ચૂર્ણિકાર નિર્માણનો અર્થ “સંસારમાંથી નિર્ગમન કરે છે. નિજ સંસારત્વનાથન સમ્યગુ દર્શનાદિ ધર્મ જ અનંતકાળથી ભટકતા ભવ્ય જીવોને સંસારમાંથી બહાર કાઢે છે. સમ્યક્ દર્શનાદિ ધર્મ સંસારમાંથી બહાર નીકળવાનો માર્ગ હોવાથી, તે નિર્માણ માર્ગ કહેવાય છે. ગળામાં-નિર્વાણ માર્ગ :- નિવૃત્તિ નિવ-નવાયનાન્સિવ સુનિત્ય: આચાર્ય હરિભદ્ર. (૧) સર્વ કર્મોનો ક્ષય થવાથી આત્માને આત્યંતિક અનંત આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે તે નિર્વાણ કહેવાય છે.
(૨) નિબ્બામાં નિબતી આત્મ સ્વામિત્વર્થઃ આત્મસ્વાથ્યને નિર્વાણ કહે છે. આત્મા કર્મરોગથી મુક્ત થઈને જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે, પર પરિણતિથી હટીને સદાયને માટે સ્વપરિણતિમાં સ્થિર થાય છે, ત્યારે તે સ્વસ્થ કહેવાય છે. આ આત્મિક સ્વાથ્ય જ નિર્વાણ કહેવાય છે. તિરં-અવિતથ - વિતથ એટલે અસત્ય, જે વિતથ ન હોય તે અવિતથ અર્થાત્ સત્ય છે. વિતથ સત્યમાં
સૂત્રકારે નિગ્રંથ પ્રવચન માટે પહેલા સવં વિશેષણનો પ્રયોગ કર્યો છે અર્થાત નિગ્રંથ પ્રવચન સત્ય છે, તે અવિતથ-અસત્ય નથી.
પ્રથમ સવં (સત્ય શબ્દ) સત્યનો વિધેયાત્મક ઉલ્લેખ કરે છે અને અવિતથ શબ્દ નિષેધાત્મક રીતે સત્ય તરફ સંકેત કરે છે. સત્ય છે, તેનો અર્થ એ પણ થઈ શકે કે કંઈક અંશે સત્ય હોય, પરંતુ જ્યારે એમ કહેવામાં આવે કે તે અવિતથ છે, અસત્ય નથી, ત્યારે અસત્યનો સર્વથા પરિહાર થઈ જાય છે, પૂર્ણ અને યથાર્થ સત્યનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. જિનશાસન સત્ય છે, અસત્ય નથી. બીજા વિશેષણ દ્વારા પ્રથમ વિશેષણનું સમર્થન થાય છે.