________________
[ ૧૧૪]
શ્રી આવશ્યક સૂત્ર
શ્રદ્ધા છે . આ નિગ્રંથ પ્રવચનરૂપ ધર્મની હું શ્રદ્ધા કરું છું.
સંક્ષેપમાં નિગ્રંથ પ્રવચન એટલે જીવને બાહ્ય-આત્યંતર ગ્રંથીથી મુક્ત કરાવનાર સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ જિનધર્મ તથા તત્સંબંધિત શાસ્ત્રો. સવં સત્ય-ધર્મને માટે પ્રથમ વિશેષણ સત્ય છે. સત્ય જ ધર્મ થઈ શકે છે. જે અસત્ય છે, અવિશ્વસનીય છે, તે ધર્મ નથી. સભ્યો હિત સવં સમૂર્ત વા સન્ન | ભવ્ય આત્માઓ માટે હિતકારી હોય તથા સભૂત હોય તે સત્ય છે. જૈન ધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે. તેના પ્રત્યેક સિદ્ધાંત પદાર્થ-વિજ્ઞાનની કસોટી પર પાર ઉતરે છે. અહિંસાવાદ, અનેકાંતવાદ અને કર્મવાદ વગેરે સંપૂર્ણતઃ પ્રમાણિક સિદ્ધાંત છે. જે સિદ્ધાંત સત્યના સુદઢ પાયા પર સ્થિત હોય, તે જ ત્રણેય કાળમાં સત્ય હોય છે અને શાશ્વતપણે રહી શકે છે. ત્રણેય કાળમાં કોઈ તેને મિથ્યા કરી શકતું નથી. નિગ્રંથ પ્રવચન સૈકાલિક સત્ય છે.
પુરારં–નાવ્યોત્તર વિદ્યારે પ્રત્યુનત્તરં . જેનાથી ઉત્તમ અન્ય કાંઈ ન હોય, તે અનુત્તર કહેવાય છે. નિગ્રંથ પ્રવચન લોકના સમસ્ત પદાર્થોનું યથાર્થ રૂપે પ્રતિપાદન કરે છે, તે સૈકાલિક સત્ય છે, તેથી અનુત્તર છે.
વત્તિયં :- સર્વ શ્રેષ્ઠ છે અથવા કેવળી પ્રરૂપિત છે. તેનું સંસ્કૃત રૂપાંતર બે રીતે થઈ શકે છે– કેવલ અને કૈવલિક. કેવળનો અર્થ અદ્વિતીય છે, સમ્યગ્ દર્શન આદિ તત્ત્વ અદ્વિતીય છે, સર્વશ્રેષ્ઠ છે.
કૈવલિક એટલે કેવળ જ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત- પ્રતિપાદિત. છમસ્થ મનુષ્ય ભૂલ કરી શકે, તેમના વચન અસત્ય હોય શકે પરંતુ જે કેવળજ્ઞાની છે, સર્વજ્ઞ છે, સર્વદષ્ટા છે– ત્રિકાળદર્શી છે, તેઓના વચન કોઈપણ પ્રકારે અસત્ય હોતા નથી. નિગ્રંથ પ્રવચન કેવળ જ્ઞાની દ્વારા પ્રતિપાદિત હોવાથી તે પૂર્ણ સત્ય, ત્રિકાલાબાધિત અને અનુત્તર છે.
ડપુ0-પ્રતિપૂર્ણ પ્રતિપૂfમપછાપી છૂતમિત્વર્થઃ નિગ્રંથ પ્રવચન જીવની પ્રતિપૂર્ણ એવી મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરાવવામાં સમર્થ હોવાથી તે પ્રતિપૂર્ણ છે. જૈન ધર્મ એક પ્રતિપૂર્ણ ધર્મ છે. તે કોઈ પણ પ્રકારે ખંડિત નથી. vયા - “જે આકર્થ'નું સંસ્કૃત રૂ૫ તૈયાર થાય છે. (૧) વ્યાખ્યાકારના કથનાનુસાર નવનીત નોક્ષ નિત્ય નિગ્રંથ પ્રવચન નયનશીલ અર્થાત્ ગમનશીલ છે, જીવને મોક્ષ તરફ લઈ જાય છે, તેથી નિગ્રંથ પ્રવચન નૈયાયિક કહેવાય છે.
(૨) નિશ્વિત આવો નમો યો નિરિત્યર્થ સાયનનગતિ તૈયાયિક નિશ્ચિત આય = લાભ જાય છે અને એવો ન્યાય એકમાત્ર મોક્ષ જ છે. મોક્ષ પ્રયોજન છે જેનું, તે સમ્યગુદર્શન આદિ નૈયાયિક કહેવાય છે.
(૩) આચાર્ય જિનદાસનૈયાયિકનો અર્થ ન્યાયથી અબાધિત કરે છે. “ચાયેન વતિ તૈયાચિવ, થાવાર્તાસત્યર્થ' સમ્યગુદર્શન આદિ જૈનધર્મ સર્વથા ન્યાયસંગત છે. વીતરાગ અને સર્વજ્ઞ કથિત હોવાથી તેમાં અન્યાયની આંશિક પણ સંભાવના નથી. આ રીતે નિગ્રંથ પ્રવચન મોક્ષ તરફ લઈ જનાર, મોક્ષનો લાભ પ્રાપ્ત કરાવનાર, અબાધિત અને ન્યાયયુક્ત છે. સસુદ્ધ-સામત્યેન શુદ્ધ સુદ્ધાં સર્વ પ્રકારે શુદ્ધ હોય, તે સંશુદ્ધ છે. નિગ્રંથ પ્રવચન વીતરાગ સર્વજ્ઞા દ્વારા પ્રતિપાદિત છે, તેમાં જગતના સર્વ જીવોનું હિત સમાયેલું છે, તેથી નિગ્રંથ પ્રવચન પૂર્ણ પવિત્ર અને નિર્દોષ હોવાથી સંશુદ્ધ છે.