________________
શ્રી આવશ્યક સૂત્ર
(૨૩) અÄખર– અક્ષરો અધિક બોલવા. અક્ષરો અધિક બોલવાથી પણ અર્થમાં પરિવર્તન થાય છે. જેમ કે ‘નલ’ શબ્દના બદલે અનલ બોલીએ, તો જેનું કથન કરવું છે તે ભાવની સ્પષ્ટતા થતી નથી, તેથી તે પણ અતિચાર છે.
૧૦૮
(૨૪) પયહીí– પદ ઓછા બોલવા. જેમ ખમો અરિહંતાણં આદિની આગળ ણમો શબ્દ છે તેને કાઢીને અરિહંતાણં, સિદ્ધાળ આદિ બોલી જવું.
(૨૫) વિજ્ઞયહીí– વિનય રહિત શાસ્ત્રજ્ઞાન લેવું. શાસ્ત્રના અધ્યયન સમયે વાચનાચાર્ય આદિ પ્રતિ તથા શાસ્ત્રજ્ઞાન પ્રતિ બહુમાન કે આદર ભાવ ન રાખવો, ગુરુવંદન, ગુરુથી નીચું આસન, સુખશાતાની પૃચ્છા વગેરે ઉચિત વ્યવહાર વિના શાસ્ત્રજ્ઞાન લેવું.
(૨૬) જોગહીણું– મન, વચન, કાયાના યોગની સ્થિરતા વિના, ચંચળતાપૂર્વક શાસ્ત્રનું પઠન-પાઠન આદિ કરવું, વ્યાખ્યાકાર તથા કેટલાક પ્રાચીન આચાર્યો યોગનો અર્થ ઉપધાન-તપ કરે છે. શાસ્ત્રની વાચના ગ્રહણ કરતાં પૂર્વે કરાતાં તપને ઉપધાન-યોગ કહે છે. શાસ્ત્રજ્ઞાનની મહત્તા સૂચક તપ આદિ કર્યા વિના જ શાસ્ત્ર ભણવા, તે યોગહીનતા છે.
(૨૭) ઘોષહીણ– શુદ્ધ ઉચ્ચાર વિના શાસ્ત્રપાઠ બોલવા. શાસ્ત્રના બે પ્રકાર છે. સુજ્ઞાનમે– સૂત્ર રૂપ આગમ અને સ્થાને- અર્થ રૂપ આગમ. શાસ્ત્ર ભણનાર સાધક સહુ પ્રથમ સૂત્રરૂપ આગમને જ સ્પર્શે છે. તેમાં ઉચ્ચારણશુદ્ધિ અત્યંત આવશ્યક છે.
આવશ્યકતા પ્રમાણે સ્વરના ઉતાર-ચઢાવ યોગની સ્થિરતાપૂર્વક સૂત્રપાઠ ભણવાથી તેના અર્થ શીઘ્ર પ્રતીત થાય છે. આસપાસના વાતાવરણમાં પણ તેનો મધુર ધ્વનિ ગૂંજે છે, તેથી ઉદાત્ત-ઉચ્ચ સ્વર, અનુદાત્તનીચો સ્વર અને સ્વરિત-મધ્યમ સ્વરનો ઉપયોગ રાખ્યા વિના શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, તે ઘોષહીનતા છે.
ક્યાંક આ પાઠના શબ્દોના ક્રમમાં વ્યત્યય પ્રતીત થાય છે. આવશ્યક ચૂર્ણિકાર જિનદાસ મહત્તર યહીળ, હોસદીળ, લોહીનં વિષયીળ..... આ ક્રમને સ્વીકારે છે. કારણ કે પદહીનતા અને ઘોષહીનતા ઉચ્ચારણ સંબંધી સ્ખલના છે અને યોગહીનતા તથા વિનયહીનતા શ્રુત સંબંધી અનાદર ભાવ પ્રગટ કરે છે તેથી ચૂર્ણિકારે સ્વીકારેલો ક્રમ પણ યુક્તિસંગત છે. તેમ છતાં વર્તમાને પ્રચલિત પ્રતિક્રમણની પરંપરામાં ઉપરોક્ત સૂત્રકારનો ક્રમ સ્વીકારેલો છે.
(૨૮) સુ ુદિશ– (૧) શ્રેષ્ઠ જ્ઞાન અવિનીત શિષ્યને આપવું, પાત્ર-કુપાત્રનો વિચાર કર્યા વિના શાસ્ત્રજ્ઞાન આપવાથી, તે વિપરીત રૂપે પરિણમન પામે છે. જેમ સર્પના મુખમાં ગયેલું દૂધ પણ ઝેર રૂપે પરિણત થાય છે. (૨) વ્યાખ્યાકારના કથનાનુસાર પુત્તુવિજ્ઞ માં ‘સુ” શબ્દ અતિરેકનો વાચક છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે— અલ્પબુદ્ધિવાળા, અલ્પ શ્રુતને યોગ્ય શિષ્યને અધિક અધ્યયન કરાવવું, યોગ્યતા વિના શાસ્ત્રનું વિશાળ અને ગહન અધ્યયન ભારરૂપ બની જાય છે, તેના પરિણામે તે શિષ્યની જ્ઞાનરુચિ ઘટી જાય છે અને ક્રમશઃ તે શિષ્ય પોતાની યોગ્યતા પ્રમાણે પણ શાસ્ત્રાધ્યયન કરી શકતો નથી. આ રીતે શિષ્યની યોગ્યતા વિના તેનામાં શાસ્ત્રજ્ઞાનનો અતિરેક કરવો, તે અતિચાર છે.
(૩) કેટલાક વિદ્વાનો સુદ્ઘત્રિ શબ્દમાં અવગ્રહ ચિહ્ન માનીને મૈં કારનો લોપ થયેલો માને છે. સુષ્ઠુઽવિત્ર-સુત્તુ અવિત્રં સિંધિ વિગ્રહ થાય છે. તેનો અર્થ છે– આળસ પ્રમાદ કે ઈર્ષ્યાદિ કોઈ પણ કારણથી યોગ્ય શિષ્યને સુષ્ઠુ–સારી રીતે, અવિશ્ત્ર– જ્ઞાનદાન ન કર્યું હોય, યોગ્ય શિષ્યને તેની યોગ્યતા