________________
આવશ્યક-૪
૧૦૯ ]
પ્રમાણે શાસ્ત્ર વાચના ન આપવી, તે પણ દોષ છે. આ રીતે સંક્ષેપમાં અયોગ્ય વ્યક્તિને શાસ્ત્રજ્ઞાન આપવું અથવા યોગ્ય વ્યક્તિને શાસ્ત્રજ્ઞાન ન આપવું, તે બંને સુદિ# અતિચાર છે. | (ર) દટહપડિચ્છિયું– દુષ્ટ ભાવથી ગ્રહણ કર્યું હોય, જેમ કે– જ્ઞાનના ઘમંડથી ગુરુને પરાજિત કરવા શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવું, આવા કોઈ પણ દુષ્ટ આશયથી જ્ઞાન ગ્રહણ કરવું, તે દુઠપડિચ્છિયં અતિચાર છે અથવા દુષ્ટ પુરુષ પાસેથી ગ્રહણ કર્યું હોય.
શ્રુતજ્ઞાનએ કેવળજ્ઞાન પ્રાપ્તિનું બીજ છે, તેથી અત્યંત આદર ભાવે, આશય શુદ્ધિ સહિત, યોગ્ય વ્યક્તિ પાસેથી, યોગ્યતા પ્રમાણે ગ્રહણ થાય, તો જ તેની પવિત્રતા જળવાઈ રહે અને તે સમ્યગુજ્ઞાન ચારિત્ર રૂપે પરિણત થાય છે. (૩૦) અકાલે કઓ સજઝાઓ – અકાળમાં સ્વાધ્યાય કર્યો હોય. ચાર સંધ્યા શાસ્ત્રના સ્વાધ્યાય માટે અકાળ છે અને કાલિક સૂત્રો માટે દિવસ અને રાત્રિનો બીજો ત્રીજો પ્રહર પણ અકાળ છે, તે સમયનું ધ્યાન ન રાખવું, તે આ અતિચાર છે. (૩૧) કાલે ન કઓ સઝાઓ :- ઉપરોક્ત અકાલ સિવાય પહેલા અને છેલ્લા પ્રહરમાં કાલિક શ્રુતનો અને ચારે પ્રહરમાં ઉત્કાલિક શ્રુતનો સ્વાધ્યાય ન કરવો, તે અતિચારરૂપ છે. ગુરુ આજ્ઞા, સેવા, વિહાર આદિ આવશ્યક પ્રવૃત્તિ કરતા સ્વાધ્યાય ન થાય તો તે અતિચાર નથી. આવશ્યક સૂત્ર માટે કોઈ અસ્વાધ્યાય નથી. અને પ્રમાદાદિને વશ થઈને જે સાધક સ્વાધ્યાય કરતા નથી તે જ્ઞાનનો અનાદર કરે છે, અપમાન કરે છે.
શાસ્ત્ર સ્વાધ્યાય માટે કાલ-અકાલનો અને સ્વાધ્યાય યોગ્ય સ્થાનનો વિવેક રાખવો, અત્યંત જરૂરી છે, તેથી જ સાધક સમાચારીમાં શાસ્ત્ર સ્વાધ્યાય પૂર્વે કાલપ્રતિલેખનનું વિધાન છે. અયોગ્ય સ્થાનમાં કે અકાલમાં સ્વાધ્યાય કરવાથી ક્યારેક દેવકૃત ઉપસર્ગની સંભાવના છે. તેમજ યોગ્ય સમયે સ્વાધ્યાય ન કરનાર સાધકને પ્રતિલેખન, ગોચરી આદિ અન્ય આવશ્યક કાર્યોમાં પણ અલના થાય છે. (૩ર) અસઝાઈએ સઝાય- શાસ્ત્રમાં ૩ર અસ્વાધ્યાયનું કથન છે, તેનું વર્જન ન કરવું, તેના પ્રતિ ઉપેક્ષા ભાવ રાખવો, તે દોષ છે. અસ્વાધ્યાયના સ્થાન ઉપર સ્વાધ્યાય કર્યો હોય. (૩૩) અસઝાઈએ ન સઝાયં– સ્વાધ્યાય યોગ્ય શાંત, પવિત્ર તથા શુદ્ધ સ્થાનમાં સ્વાધ્યાય કર્યો ન હોય. શાસ્ત્ર સ્વાધ્યાય માટે પોતાના શરીર સંબંધી અશુચિ, બાહ્ય અશુદ્ધિ, અયોગ્ય સ્થાન, આકાશીય ઘટના તેમજ કાલ સંબંધી અસ્વાધ્યાયકાલ વગેરે ૩ર અસ્વાધ્યાયનાને ધ્યાનમાં રાખવી જોઈએ.
આ લોકમાં હિંસા, અસત્ય, ચોરી આદિ અસંયમરૂપ અનંત હેય-છોડવા યોગ્ય પ્રવૃત્તિઓ છે. અહિંસા, સત્ય, અચૌર્ય આદિ સંયમ રૂપ અનંત ઉપાદેય-આરાધના યોગ્ય સ્થાનો છે અને જીવ-પુદ્ગલ આદિ અનંત જ્ઞય સ્થાન છે. તે અનંત અનંત સ્થાનનું કથન શક્ય નથી. સંક્ષિપ્ત દષ્ટિકોણથી એક પ્રકારના અસંયમમાં જ શેષ સર્વ દોષોનો સમાવેશ થઈ જાય છે, એક પ્રકારનો અસંયમ જ રાગ-દ્વેષ રૂપ બે બંધન, માયા આદિ શલ્ય કે ક્રોધાદિ કષાય રૂપે પ્રગટ થાય છે. તેથી એક અસંયમનું પ્રતિક્રમણ કરવાથી સર્વ દોષોનું પ્રતિક્રમણ થઈ જાય છે તેમ છતાં સામાન્ય કોટિના શિષ્યની બુદ્ધિમાં પાપપ્રવૃત્તિની અને આરાધના યોગ્ય સ્થાનોની સ્પષ્ટતા થાય, તેના માટે સૂત્રકારે એકથી તેત્રીસ બોલ સુધીની પ્રવૃત્તિનું કથન કર્યું છે. પ્રતિક્રમણ યોગ્ય સ્થાનનો સમાવેશ તેત્રીસ બોલમાં જ પૂર્ણ થતો નથી, તેથી સાધકે જ્ઞાત કે અજ્ઞાત અનંત અસંયમ સ્થાનોના સંકલ્પપૂર્વક પ્રતિક્રમણ કરવાનું હોય છે.
આરાધનાના ક્ષેત્રમાં પાપસ્થાનનું સેવન કરવું, તે પાપ છે, તે જ રીતે શક્તિ હોવા છતાં આરાધના