________________
આવશ્યક-૪
| ૧૦૭ |
જીવોનો સમાવેશ થાય છે અને બીજી વ્યાખ્યા અનુસાર સમસ્ત સંસારી જીવોનો સમાવેશ, આ ચાર શબ્દોમાં થઈ જાય છે. તે જીવોના આત્માની સત્તાનો સ્વીકાર ન કરવો, પૃથ્વી આદિને જડ માનવા, આત્માને ક્ષણિક કહેવો, એકેન્દ્રિય આદિ જીવોના જીવનને તુચ્છ સમજીને, તેને પીડા પહોંચાડવી વગેરે પ્રવૃત્તિઓ તેની આશાતના છે. (૧) કાળની આશાતના– સંયમ જીવનની અનિયમિતતા જ કાળની આશાતના છે. સંયમી સાધકે સમયની ગતિનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. એકવાર ગયેલો સમય ફરી આવતો નથી, સમયની ક્ષતિ એ સૌથી મોટી ક્ષતિ છે. “શને જાવં સમાવે'નો સિદ્ધાંત અમૂલ્ય છે. ગોચરી, પ્રતિલેખન સ્વાધ્યાય ઇત્યાદિ સંયમી જીવનની ક્રિયાઓ યથા સમયે કરવી જોઈએ, ન કરે તો કાળની આશાતના છે. અથવા નાચેવ શાંત કાલ દ્રવ્યને ન સ્વીકારવું, ઉત્સર્પિણી, અવસર્પિણી કાલના છ-છ આરાના પરિવર્તનને કલ્પિત માનવું, સાધુ સમાચારીમાં સ્વાધ્યાય, પ્રતિલેખન આદિ આવશ્યક પ્રવૃત્તિના કાલના મહત્ત્વને ન સ્વીકારવું, વગેરે કાલની આશાતના છે. (૧૭) શ્રુતની આશાતના- શ્રુત એટલે શ્રુત જ્ઞાન-ભાવશ્રુત, તેની પ્રાપ્તિમાં નિમિત્તભૂત શાસ્ત્રજ્ઞાન, તે દ્રવ્ય કૃત છે. દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત સાધનાના માર્ગને સાર્ધત જાણવા માટે સહાયક છે. શ્રુત એ તો સાધકનું ત્રીજું નેત્ર છે. જે શ્રુતની આશાતના કરે છે તે સાધના માર્ગની અવહેલના કરે છે, ધર્મની અવહેલના કરે છે. શાસ્ત્રની રચના વિષયક કે શાસ્ત્ર કથિત ભાવો પર શ્રદ્ધા ન રાખવી, તવિષયક ખોટા તર્ક-વિર્તક કરવા ઇત્યાદિ શ્રત વિરોધી વિચાર અને વર્તન, તે શ્રુતની આશાતના છે. (૧૮)શ્રત દેવતાની આશાતના- શ્રત દેવતા એટલે શ્રત નિર્માતા તીર્થકર તથા ગણધર છે. તેઓ શ્રતના અધિષ્ઠાતા છે, રચયિતા છે, તેથી તેઓ શ્રત દેવતા કહેવાય છે. તેમની આશાતના કરવી, તે મૃતદેવતાની આશાતના છે. (૧૯) વાચનાચાર્યની આશાતના :- સામાન્ય રીતે ઉપાધ્યાય શિષ્યોને વાચના આપતા હોવાથી વાચનાચાર્ય કહેવાય છે તે સિવાય તે ગુરુ નિર્દિષ્ટ કોઈ પણ બહુશ્રુત-સ્થવિર મુનિ પણ વાચના આપી શકે છે અને શિષ્ય માટે તેઓ વાચનાચાર્ય છે. તેઓની આશાતનાનું અહીં પ્રતિક્રમણ કરવામાં આવે છે. વ્યાખ્યાકારના કથનાનુસાર વાચનાચાર્ય ઉપાધ્યાયની નીચેની એક સ્વતંત્ર પદવી છે. તત્ર વાવનાવા હાપાધ્યાયનો ય રાત્રિ રોતિ | ઉપાધ્યાયના આદેશ અનુસાર શિષ્યોને આગમ પાઠ રૂ૫ શ્રુતનો ઉદ્દેશ કરે છે, આગમ પાઠ આપે છે, તે વાચનાચાર્ય છે.
હવે પછીની જ્ઞાનની ચૌદ આશાતના છે. (૨૦) જે વાઈદ્ધ સૂત્ર આઘા-પાછા ભણાયા હોય. જેમ કે નમો અરિહંતાનું આગમ પાઠ છે, તેના બદલે રિહંતાણં નમો બોલવું. (૨૧) વચ્ચેામેલિય– ધ્યાન વિના કે શુન્ય મનસ્ક ચિત્તથી શાસ્ત્ર પાઠનું ઉચ્ચારણ કરવું અથવા અલગ અલગ સુત્રોમાં આવેલા એક સમાન અર્થવાળા શબ્દોને એક સાથે કરીને બોલી લેવા, તે શાસ્ત્રના અનાદર ભાવને સૂચવે છે, તેથી તે અતિચારરૂપ છે. (૨૨) હીણકુખ– અક્ષરો ઓછા બોલવા. રિહંતાણં શબ્દમાં અનુસ્વાર ન બોલવો, અક્ષરની જૂનાધિકતાથી અર્થનો અનર્થ થાય છે, જેમ કે સંસાર શબ્દમાં અનુસ્વાર ન બોલવાથી સસાર-સારયુક્ત શબ્દ થઈ જાય. અક્ષરોની ન્યૂનતા અતિચાર રૂપ છે.