________________
શ્રી આવશ્યક સૂત્ર
જ
છે, તેમાં દેશ, વેષ કે કોઈ લિંગની વિશેષતા નથી, તેથી જ પરમાત્માની આજ્ઞા છે કે પ્રત્યેક આચાર્ય, ઊપાધ્યાય અને સાધુએ પ્રતિદિન પ્રાતઃકાલે અને સાયંકાલે પ્રતિક્રમણ કરતા સમયે ગૃહસ્થાશ્રમી શ્રાવક અને શ્રાવિકાઓ પ્રત્યે જ્ઞાત રૂપે કે અજ્ઞાત રૂપે અવહેલના કે અપમાન ભાવ થયો હોય, તો પશ્ચાત્તાપ કરી આ સૂત્ર દ્વારા મિચ્છામિ દુક્કડમ્ દેવાનું હોય છે.
૧૦૬
(૯–૧૦) દેવોની અને દેવીઓની આશાતના— સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓએ દેવોની લબ્ધિ, શક્તિ વગેરે વિષયમાં તટસ્થ મનોવૃત્તિ રાખવી એ જ શ્રેયસ્કર છે. દેવોનો અપલાપ, અવર્ણવાદ કે નિંદાસ્પદ વચનો બોલવા, તેમની વૈક્રિયલબ્ધિના વિષયમાં શંકા કરવી વગેરે તેની આશાતના છે.
(૧૧–૧૨) ઈહલોક કે પરલોકની આશાતના- સ્વજાતિના પ્રાણી વર્ગને ઇહલોક કહેવાય છે અને વિજાતીય પ્રાણી વર્ગને પરલોક કહેવાય છે. મનુષ્યને માટે મનુષ્ય ઇહલોક છે, શેષ ત્રણ ગતિના વિજાતીય પ્રાણીઓ પરલોક કહેવાય છે. ઈહલોક અને પરલોકની અસત્ય પ્રરૂપણા કરવી, પુનર્જન્મ આદિ ન માનવા, ચાર ગતિના સિદ્ધાંત ઉપર વિશ્વાસ ન રાખવો, ઇત્યાદિ ઇહલોક અને પરલોકની આશાતના છે. (૧૩) કેવળી પ્રરૂપિત ધર્મની આશાતના— ધર્મના બે પ્રકાર છે. શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મ. સર્વજ્ઞ કથિત ભાવોમાં શંકા-કુશંકા કરવી, સ્વર્ગ-નરક, કંદમૂળના અનંત જીવો વગેરે શ્રદ્ધાગમ્ય ભાવોમાં તર્ક-વિતર્ક કરવા, તે શ્રુતધર્મની આશાતના છે અને સાધુના અસ્નાન વ્રત જેવા નિયમો, મેલ આદિના પરીષહને જોઈને ધૃણા કરવી વગેરે ચારિત્ર ધર્મની આશાતના છે.
(૧૪) દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકની આશાતના− દેવાદિ સહિત લોકના સંબંધમાં મિથ્યા પ્રરૂપણા કરવી, તેને ઈશ્વર આદિ દ્વારા બનાવેલો માનવો, લોકની ઉત્પત્તિના વિષયમાં પૌરાણિક કલ્પનાઓ ઉપર વિશ્વાસ કરવો, લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય સંબંધી માંત ધારણાઓનો પ્રચાર કરવો વગેરે
પ્રવૃત્તિ દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકની આશાતના છે.
(૧૫) સર્વ પ્રાણી ભૂત જીવ સત્ત્વની આશાતના− વિશ્વના સમસ્ત અનંતાનંત જીવોની આશાતનાનું આ સૂત્ર ઘણું જ મહત્વપૂર્ણ છે. જૈન ધર્મની કરુણાનો અનંત પ્રવાહ કેવળ પરિચિત અને સ્નેહીજનો સુધી જ સીમિત નથી. સમસ્ત જીવરાશિ સાથે ક્ષમાના આદાન-પ્રદાનનો આ મહાન આદર્શ છે. પ્રાણી નજર સમક્ષ હોય કે દૂર હોય, સ્થૂલ હોય કે સૂક્ષ્મ, જ્ઞાત હોય કે અજ્ઞાત, શત્રુ હોય કે મિત્ર, કોઈ પણ ગતિમાં, જાતિમાં, વેષમાં કે લિંગમાં હોય તેની આશાતના કે અવહેલના કરવી, તે સર્વથા ત્યાજ્ય છે.
પ્રાણી, ભૂત જીવ અને સત્ત્વ, આ ચારે શબ્દો જીવના જ વાચક છે. પરંતુ આચાર્ય જિનદાસ મહત્તર અને ટીકાકાર હરિભદ્ર આદિએ ઉક્ત શબ્દોના વિશેષ અર્થ સ્વીકાર્યા છે. ‘ખિનઃ દીન્દ્રિયાવનઃ । भूतानि पृथिव्यादयः । जीवन्ति जीवा-आयु कर्मानुभवयुक्ताः सर्व एव । सत्त्वाः सांसरिक સંલાાતીત મેવાઃ ।'(આવશ્યક ટીકા) બેઇન્દ્રિય આદિ જીવોને પ્રાણી, પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોને ભૂત, આયુષ્ય કર્મના ઉદયથી જીવી રહેલા સમસ્ત સંસારી પ્રાણીઓને જીવ અને સંસારી તથા મુક્ત અનંતાઅનંત સર્વ જીવોને માટે સત્ત્વ શબ્દનો વ્યવહાર થાય છે. આગમ સાહિત્યના પ્રાચીન ટીકાકારો પ્રાણી, ભૂત આદિ શબ્દોની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે– પ્રાપ્ય દિ-ત્રિ-પરિન્દ્રિયા મુહાત્મ્ય રવો, નીામ પંચેન્દ્રિયા: સાબ્વે શેનીવાડા બેઇન્દ્રિય આદિ વિકલેન્દ્રિય જીવો પ્રાણી, વસ એટલે વૃક્ષ વનસ્પતિને ભૂત, પંચેન્દ્રિય પ્રાણીઓને જીવ અને શેષ સર્વ જીવોને સત્ય કહેવાય છે. આ રીતે પ્રથમ વ્યાખ્યાનુસાર પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વમાં સંસારી અને સિદ્ધ, આ બંને પ્રકારના જીવો અર્થાત્ સમસ્ત