________________
આવશ્યક-૪
૧૦૫ ]
(૧૩) કેવલી પ્રરૂપિત ધર્મની આશાતના, (૧૪) દેવ, મનુષ્ય, અસુર, સહિત સમગ્ર લોકની આશાતના, (૧૫) સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વની આશાતના, (૧૬) કાળની આશાતના, (૧૭) શ્રત આશાતના, (૧૮) શ્રત દેવતાની આશાતના, (૧૯) વાચનાચાર્યની આશાતના, (૨૦) સૂત્ર આગળ પાછળ ભણાયા હોય, (૨૧) ધ્યાન વિનાના સૂત્ર ભણાયા હોય, (૨૨) અક્ષરો ઓછાં ભણાયા હોય, (ર૩) અક્ષરો અધિક ભણાયા હોય, (૨૪) પદ ઓછા ભણાયા હોય, (રપ) વિનય રહિત જણાયું હોય, (૨૬) મન, વચન, કાયાની સ્થિરતા વિના ભણાયું હોય, (૨૭) શુદ્ધ ઉચ્ચારણ રહિત ભણાયું હોય, (૨૮) શ્રેષ્ઠ જ્ઞાન-છેદ સૂત્રાદિનું જ્ઞાન અવિનીતને દીધું હોય, (૨૯) અયોગ્ય રીતે, અવિનીત પણે જ્ઞાન ગ્રહણ કર્યું હોય, (૩૦) અકાળમાં સ્વાધ્યાય કર્યો હોય, (૩૧) કાળમાં સ્વાધ્યાય ન કર્યો હોય, (૩ર) અસ્વાધ્યાયના સ્થાને સ્વાધ્યાય કર્યો હોય, (૩૩) સ્વાધ્યાયના કરવા યોગ્ય સ્થાને સ્વાધ્યાય ન કર્યો હોય, મારું તે પાપ મિથ્યા થાઓ. વિવેચન :(૧) અરિહંતોની આશાતાના સૂત્રોક્ત તેત્રીસ આશાતનાઓમાં પહેલી આશાતના અરિહંતોની છે. જૈન શાસનના કેન્દ્રસ્થાને અરિહંત છે. તે જગત જીવોના માટે ધર્મનો ઉપદેશ કરે છે, સન્માર્ગનું નિરુપણ કરે છે અને અનંતકાળથી અંધકારમાં ભટકતા જીવોને સત્યનો પ્રકાશ આપે છે. આ રીતે ઉપકારી હોવાથી સર્વ પ્રથમ તેમની આશાતનાનું કથન છે.
અરિહંત ભગવાન તથા તેમના વચનોને અપલાપ કરવો, તેમના અવર્ણવાદ બોલવા તે તેમની આશાતના છે, યથા- આ કલિકાલમાં અરિહંતની કોઈ સત્તા જ નથી, તેઓએ નિર્દય થઈ સર્વથા અવ્યવહારુ અને કઠોર નિવૃત્તિ પ્રધાન ધર્મનો ઉપદેશ આપ્યો છે. તેઓ સ્વયં વીતરાગ હોવા છતાં સુવર્ણ સિંહાસન આદિનો ઉપયોગ કેમ કરે છે? ઇત્યાદિ દુર્વિકલ્પ કરવા, તે અરિહંતની આશાતના છે. (૨) સિતોની આશાતના- સિદ્ધને શરીર જ નથી તો પછી તેઓને સુખ કંઈ જાતનું હોય ? સંસારથી સર્વથા અલગ નિશ્રેષ્ટ પડ્યા રહેવામાં શું વિશેષતા છે? કોઈ પણ જીવ અનંતકાલ સુધી એક જ સ્વરૂપે રહી શકે નહીં ઇત્યાદિ સિદ્ધના સ્વરૂપની કે અનંત ગુણોની અવજ્ઞા કરવી, તે સિદ્ધોની આશાતના છે. (૩) આચાર્ય આશાતના- આચાર્યોના આચાર-પાલનની, આચાર સંપદાની અવજ્ઞા કરવી, તે આચાર્યોની આશાતના છે. (૪) ઉપાધ્યાય આશાતના- તેમના અધ્યયન-અધ્યાપનની, તેમની બુદ્ધિમત્તા કે વિદ્વત્તા આદિની અવહેલના કરવી, તે ઉપાધ્યાયોની આશાતના છે. (૫) સાધુ આશાતના તેમના પંચમહાવ્રત કે ચારિત્ર પાલનના વિષયમાં શંકા-કુશંકા કરવી, સાધુની વાચક વૃત્તિને મોજ-મઝા કહેવી વગેરે સાધુની આશાતના છે. () સાધ્વી ભગવંતોની આશાતના- સાધ્વી અવહેલના કરવી, નિંદા કરવી. સ્ત્રી હોવાથી સાધ્વીને નીચા બતાવવા, સાધુઓ માટે તે ઉપદ્રવ રૂપ છે, તે પ્રમાણે બોલવું, તે તેમની આશાતના છે. (૭-૮) શ્રાવકોની, શ્રાવિકાઓની આશાતના– જૈન ધર્મ ઉદાર અને વિરાટ ધર્મ છે. આ ધર્મમાં અરિહંત આદિ મહાન આત્માઓનું ગૌરવ છે તે જ રીતે સાધ્વીનું પણ સમાન અને ગૌરવવંતુ સ્થાન છે તે જ રીતે સાધારણ ગૃહસ્થ હોવા છતાં પણ જે સ્ત્રી-પુરુષ શ્રાવક ધર્મનું પાલન કરે છે, તેનું પણ ગૌરવપૂર્ણ સ્થાન છે. શ્રાવક અને શ્રાવિકાની અવજ્ઞા કરવી એ પણ એક પાપ છે, જૈન દર્શનમાં ગુણ પૂજાનું જ મહત્ત્વ