________________
૧૦૪]
શ્રી આવશ્યક સૂત્ર
કરે (૧૪) ગોચરી આદિની આલોચના અન્ય સાધુઓ પાસે કર્યા પછી રત્નાધિક સંતો પાસે કરે (૧૫) અન્ય સાધુને આહારાદિ બતાવીને પછી વડીલસંતોને બતાવે (૧૬) અન્ય સાધુને આહારનું નિમંત્રણ આપ્યા પછી વડીલ સંતોને નિમંત્રણ આપે (૧૭) રત્નાધિક સંતોને પૂછ્યા વિના અન્ય સંતોને આહારાદિ આપે (૧૮) સામૂહિક આહારમાં રત્નાધિકોને આપ્યા વિના સ્વાદિષ્ટ આહાર પોતે વાપરે. (૧૯) રત્નાધિક સંતો બોલાવે ત્યારે સાંભળવા છતાં જવાબ ન આપે. (૨૦) વડીલો સામે કઠોર, અમર્યાદિત શબ્દો બોલે (૨૧) વડીલો બોલાવે ત્યારે અસભ્યતાથી ઉત્તર આપે (૨૨) વડીલોને પોતાના આસન પર બેઠાં બેઠાં જ ઉત્તર આપે (૨૩) ગુરુ પ્રતિ તોછડાઈ કરે (ર૪) ગુરુ કોઈ કાર્ય માટે આજ્ઞા કરે ત્યારે “તમે કરો” તેવો અસભ્ય ઉત્તર આપે (૨૪) ગુરુદેવ ધર્મકથા કરતા હોય, ત્યારે ધ્યાનથી સાંભળે નહીં કે તેની પ્રશંસા કરે નહીં. (૨૬) ગુરુદેવ ધર્મકથા કરતા હોય ત્યારે તેમને વચ્ચે અટકાવે. (૨૭) ગુરુની ધર્મકથાનો છેદ કરીને પોતાની કથા ચાલુ કરે. ૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય, ત્યારે પરીષદનો ભંગ કરે. “ક્યાં સુધી કરશો? હવે ભિક્ષાનો સમય થઈ ગયો છે આ પ્રકારના કઠોર શબ્દો બોલે. (૨૯) ગુરુની ધર્મકથાના વિષયને પરીષદની સમક્ષ અન્ય રીતે સમજાવે. (૩૦) ગુરુના શય્યા-સંસ્તારકને પગ અડાડે (૩૧) ગુરુના શય્યા-સંસ્તારક પર ઊભા રહે કે બેસે (૩૨) ગુરુથી ઊંચા આસને બેસે કે સુએ. (૩૩) ગુરુની સમાન આસને બેસે.
ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં શિષ્યનો અવિનય ભાવ પ્રગટ થાય છે. જે વ્યક્તિને ગુરુ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિનો ભાવ હોય, આદર અને બહુમાન હોય, ગુરુ પ્રત્તિ ઉપકાર બુદ્ધિ હોય, તે સહજ રીતે ઉપરોક્ત તેત્રીસ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા નથી. જે શિષ્ય તથા પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તે ગુરુની અવહેલના, અવજ્ઞા, અપમાન કે આશાતના કરે છે, તેના વિનયાદિ આત્મ ગુણોનો નાશ થાય છે.
હવે પછીના સૂત્રોમાં અરિહંતોની આશાતના આદિ ૩૩ આશાતનાનું નિરૂપણ છે. તેત્રીસ આશાતના(અન્ય પ્રકારે):|४५ अरिहंताणं आसायणाए, सिद्धाणं आसायणाए, आयारियाणं आसायणाए, उवज्झायाणं आसायणाए, साहूणं आसायणाए, साहूणीणं आसायणाए, सावयाणं आसायणाए, सावियाणं आसायणाए, देवाणं आसायणाए, देवीणं आसायणाए, इहलोगस्स आसायणाए, परलोगस्स आसायणाए, केवलि पण्णत्तस्स धम्मस्स आसायणाए, सदेव मणुयासुरस्स लोगस्स आसायणाए, सव्वपाणभूय जीव सत्ताणं आसायणाए, कालस्स आसायणाए, सुयस्स आसायणाए, सुयदेवयाए आसायणाए, वायणारियस्स आसायणाए, जं वाइद्धं, वच्चामेलियं, हीणक्खरं, अच्चक्खरं, पयहीणं, विणयहीणं, जोगहीणं, घोसहीणं, सुटुंदिण्ण, दुठ्ठपडिच्छियं, अकाले कओ सज्झाओ, काले ण कओ सज्झाओ, असज्झाइए सज्झाइयं, सज्झाइए ण सज्झाइयं तस्स मिच्छामि दुक्कडं । ભાવાર્થ :- (૧) અરિહંત ભગવાનની અશાતના, (૨) સિદ્ધ ભગવંતની આશાતના, (૩) આચાર્ય ભગવંતની આશાતના (૪)ઉપાધ્યાય ભગવંતની આશાતના, (૫) સાધુ ભગવંતની આશાતના, (૬) સાધ્વી ભગવંતની આશાતના, (૭) શ્રાવકોની આશાતના, (૮) શ્રાવિકાઓની આશાતના, (૯) દેવોની આશાતના, (૧૦) દેવીઓની આશાતના, (૧૧) આલોકની આશાતના, (૧૨) પરલોકની આશાતના,