________________
આવશ્યક ૪
સંગ્રહ આ પ્રમાણે છે– (૧) ગુરુજનોનીપાસે દોષોની આલોચના કરવી, (ર) કોઈના દોષોની આલોચના સાંભળી બીજાની પાસે ન કહેવું, (૩) સંકટ પડવા છતાં પણ ધર્મમાં દઢતા રાખવી, (૪) આસક્તિ રહિત તપ કરવો, (૫) સૂત્રાર્થ ગ્રહણરૂપ ગ્રહણ-શિક્ષા અને પ્રતિલેખના આદિ રૂપ આસેવના-આચાર શિક્ષાનો અભ્યાસ કરવો, (૬) શોભા શૃંગાર ન કરવા, (૭) પૂજા પ્રતિષ્ઠાનો મોહ છોડી ગુપ્ત તપ કરવો, (૮) લોભનો ત્યાગ કરવો (૯) તિતિક્ષા - સહનશીલતા, પરીષહ જય કરવા પુરુષાર્થશીલ થવું, (૧૦) આર્જવતા– સરળતા, (૧૧) શુચિ– સંયમ અને સત્યના આચરણથી પવિત્રતા કેળવવી, (૧૨) સમ્યક્ત્વ શુદ્ધિ, (૧૩) સમાધિ ચિત્ત પ્રસન્નતા, (૧૪) આચાર પાલનમાં માયા રહિતપણું, (૧૫) વિનય, (૧૬) ધૈર્ય, (૧૭) સંવેગ– સાંસારિક ભોગોથી ભય પામી મોક્ષની આરાધનાનો સમ્યક વેગ રાખવો, (૧૮) અધ્યવસાયની એકાગ્રતા કેળવવી, (૧૯) સદનુષ્ઠાનની આરાધના કરવી, (૨૦) સંવર– પાપાશ્રવને રોકવા, (૨૧) પોતાના દોષોની શુદ્ધિ કરવી, (૨૨) કામ ભોગોથી વિરક્તિ, (૨૩) મૂલ ગુણોનું શુદ્ધ પાલન કરવું, (૨૪) ઉત્તરગુણોનું શુદ્ધ પાલન કરવું, (૨૫) વ્યુત્સર્ગ કાર્યોત્સર્ગ આદિ કરવા, (૨૬) પ્રમાદ ન કરવો, (૨૭) પ્રતિક્ષણ સંયમ યાત્રામાં અર્થાત્ સમાચારી પાલનમાં સાવધાની રાખવી, (૨૮) શુભ ધ્યાન, (૨૯) મારણાંતિક વેદનાને સમભાવથી સહન કરવી, (૩૦) આસક્તિનો પરિત્યાગ કરવો, (૩૧) પ્રાયશ્ચિતનું અનુષ્ઠાન ગ્રહણ કરવું, (૩૨) અંતિમ સમયમાં સંલેખના-સંઘારો કરી આરાધક બનવું,
૧૦૩
આચાર્ય જિનદાસે બત્રીસ યોગ સંગ્રહના બત્રીસ ભેદના કથનમાં ધર્મધ્યાનના સોળ ભેદ અને શુક્લ ધ્યાનના સોળ ભેદ, બન્ને મળીને યોગ સંગ્રહના બત્રીસ ભેદની ગણના કરી છે. થમ્પો સોવિયં एवं सुक्कंपि ।
તેત્રીસ આશાતના -
४४ तेत्तीसाए आसायणाहि ।
ભાવાર્થ :- તેત્રીસ આશાતનાનું પ્રતિક્રમણ કરું છું.
વિવેચનઃ
આસાતળા ગામ માખાવિ આવ માતા । -આવશ્યક ચણિં. આય + શાતના, આય એટલે પ્રાપ્તિ, શાતના એટલે ખંડન, તેમાં યકારનો લોપ થવાથી આશાતના શબ્દ બને છે તેનો અર્થ છે— સમ્યગ્દર્શન આદિ આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિનું ખંડન જેના દ્વારા થાય તે આશાતના. ગુરુદેવ આદિ પૂજય પુરુષોના અવિનયથી સમ્યગ્દર્શન આદિ સદ્ગુણોની શાતના ખંડના થાય છે અને વિવિધ પ્રકારની અશાતના થાય છે.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં શિષ્યના અયોગ્ય વર્તનથી થતી ગુરુજનોની ૩૩ આશાતનાનું નિરૂપણ છે. ટીકાકારે પણ તે જ ૩૩ અશાતનાનું કથન કર્યું છે. તે આ પ્રમાણે છે—
(૧) શિષ્ય માર્ગમાં ગુરુ કે રત્નાધિક સંતોની આગળ ચાલે, (૨) તેમની બરોબર અડીને ચાલે (૩) તેમની પાછળ ચાલે, (૪–૫–૬) તેમની આગળ, બરોબર કે પાછળ ઊભા રહે, (૭–૮–૯) તેમની આગળ, બરોબર કે પાછળ બેસે, (૧૦) રત્નાધિક સંતો સાથે સ્પંડિલ ગયા હોય, ત્યાં પહેલા સૂચિ કરે (૧૧) ઉપાશ્રયમાં આવીને પહેલા ગમનાગમન સંબંધી કાર્યોત્સર્ગ કરે (૧૨) રાત્રે જાગતા હોવા છતાં રત્નાધિકો બોલાવે ત્યારે, ઉત્તર ન આપે (૧૩) રત્નાધિકો સાથે હોવા છતાં કોઈની સાથે પહેલા વાતચીત
ન