________________
૧૦૨
શ્રી આવશ્યક સૂત્ર
ભાવાર્થ:- સિદ્ધ ભગવાનના એકત્રીસ ગુણોની આરાધના ન કરી હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
સિદ્ધા મુર્ખલિઁ- આવી મુખા આવિ મુળા: સિદ્ધસ્યાધિમુળા:। જે ગુણ પ્રારંભથી જ હોય, તે આદિગુણ કહેવાય છે. જીવ આઠ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને સિદ્ધ થાય, ત્યારે જ સિદ્ધ ભગવંતોને આ ૩૧ ગુણો પ્રગટ થાય છે. સિદ્ધ અવસ્થા, તે પૂર્ણાવસ્થા છે, તેમાં ક્રમિક વિકાસ નથી તેથી સિદ્ધોમાં તે ગુણો ક્રમિક પ્રગટ થતાં નથી, પરંતુ સિદ્ધ થવાના સમયે એક સાથે અનંત ગુણો પ્રગટ થાય છે.
પ્રસ્તુત સૂત્રમાં આઠ કર્મપ્રકૃતિની ૩૧ ઉત્તર પ્રકૃતિના ક્ષયથી પ્રગટ થતાં ૩૧ ગુણોની વિવક્ષાથી ૩૧ ગુણોનું કથન છે. આચાર્ય શ્રી શાંતિસૂરિજીએ સિન્તાનુળ નો સંધિવિગ્રહ સિદ્ધતિનુખ કરીને અતિગુણ–ઉત્કૃષ્ટ, અસાધારણ ગુણ અર્થ કર્યો છે. તે એકત્રીસ ગુણ આ પ્રમાણે છે—
(૧) ક્ષીણ મતિજ્ઞાનાવરણ, (૨) ક્ષીણ શ્રુતજ્ઞાનાવરણ, (૩) ક્ષીણઅવધિજ્ઞાનાવરણ, (૪) ક્ષીણ મનઃપર્યવ જ્ઞાનાવરણ, (૫) ક્ષીણ કેવળજ્ઞાનાવરણ, (૬) ક્ષીણચક્ષુ દર્શનાવરણ, (૭) ક્ષીણ અચક્ષુદર્શનાવરણ, (૮) ક્ષીણ અવધિદર્શનાવરણ, (૯) ક્ષીણ કેવળદર્શનાવરણ, (૧૦) ક્ષીણ નિદ્રા, (૧૧) ક્ષીણ નિદ્રાનિદ્રા, (૧૨) ક્ષીણ પ્રચલા, (૧૩) ક્ષીણ પ્રચલા પ્રચલા, (૧૪) ક્ષીણ સ્ત્યાનગૃદ્ધિ નિદ્રા, (૧૫) ક્ષીણ શાતાવેદનીય, (૧૬) ક્ષીણ અશાતાવેદનીય, (૧૭) ક્ષીણ દર્શનમોહનીય, (૧૮) ક્ષીણ ચારિત્રમોહનીય, (૧૯) ક્ષીણ નૈરયિક આયુષ્ય, (૨૦) ક્ષીણ તિર્યંચાયુ, (૨૧) ક્ષીણ મનુષ્યાય, (૨૨) ક્ષીણ દેવાયુ, (૨૩) ક્ષીણ ઉચ્ચ ગોત્ર, (૨૪) ક્ષીણ નીચ ગોત્ર, (૨૫) ક્ષીણ શુભનામ, (૨૬) ક્ષીણ અશુભનામ, (૨૭) ક્ષીણ દાનાંતરાય (૨૮) ક્ષીણ લાભાંતરાય, (૨૯) ક્ષીણ ભોગાંતરાય,(૩૦) ક્ષીણ ઉપભોગાંતરાય, (૩૧) ક્ષીણ વીર્યંતરાય.
શ્રી આચારાંગ સૂત્રમાં અન્ય પ્રકારે ૩૧ દોષોના ક્ષયથી પ્રગટ થતાં ૩૧ ગુણોનું કથન છે. પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ત્રણ વેદ, શરીર, આસક્તિ અને પુનર્જન્મ, ૫ + ૫ + ૨+૫+૮+૩+૧+ ૧ + ૧ = ૩૧ દોષોના ક્ષયથી ૩૧ ગુણ પ્રગટ થાય છે.
આ એકત્રીસ ગુણોની સમ્યક શ્રદ્ધા કે પ્રરૂપણા ન કરવી, તે ગુણોના પ્રગટીકરણ માટે ઉપેક્ષા કરવી, તે અતિચાર છે, તેનું સેવન થયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું.
બત્રીસ યોગ સંગ્રહ ઃ
४३ बतीसाए जोग संगहिं ।
ભાવાર્થ :- બત્રીસ યોગ સંગ્રહની આરાધના કરતાં વિરાધના થઈ હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
મન, વચન અને કાયાના વ્યાપારને યોગ કહે છે. શુભ અને અશુભના ભેદથી યોગના બે પ્રકાર છે. અશુભ યોગથી નિવૃત્તિ અને શુભ યોગમાં પ્રવૃત્તિ જ સંયમ છે. પ્રસ્તુત સૂત્રમાં શુભ પ્રવૃત્તિ રૂપ યોગ જ ગ્રાહ્ય છે. વારંવાર યોગજન્ય શુભ પ્રવૃત્તિ કરવી, તે યોગ સંગ્રહ છે. યોગ સંગ્રહથી-વારંવાર શુભ પ્રવૃત્તિના પુનરાવર્તનથી સંસ્કારોમાં પરિવર્તન આવે છે, તેથી સાધક જીવનની પરિપકવતા માટે યોગ સંગ્રહનું અત્યંત મહત્ત્વ છે. તેનો સંગ્રહ સંયમી જીવનને પવિત્ર અને અક્ષુણ્ણ બનાવે છે. આ યોગ સંગ્રહની સાધનામાં કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો આ સૂત્ર દ્વારા તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. બત્રીસ યોગ