________________
આવશયક-જ.
[ ૧૦૧]
ત્રીસ મહામોહનીય કર્મબંધના સ્થાન :४१ तीसाए महामोहणीय ठाणेहिं । ભાવાર્થ - ત્રીસ મહામોહનીય કર્મબંધના સ્થાનનું સેવન કર્યું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન : -
મોહનીય કર્મબંધના નિમિત્ત કારણોને મોહનીય સ્થાન કહે છે અને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબંધના કારણોને મહામોહનીય સ્થાન કહે છે. મોહનીય કર્મ બંધના અનેક કારણો સંભવિત છે. તો પણ શાસ્ત્રકારોએ વિશેષ રૂપથી મોહનીય કર્મ બંધના હેતુ ભૂત કારણોના ત્રીસ ભેદોનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રીસ કારણોમાં દુરધ્યવસાયની તીવ્રતા અને અત્યંત ક્રૂરતા હોય છે, તેથી તે જીવ ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ બાંધે છે.
પ્રસ્તુત સૂત્રના મૂળ પાઠમાં પ્રચલિત મહામોહનીય શબ્દનો પ્રયોગ થયો છે, પરંતુ ઉત્તરાધ્યયન સૂત્ર, સમવાયાંગ સૂત્ર અને દશાશ્રુત સ્કંધ સૂત્રમાં માત્ર મોહનીય સ્થાન કહ્યા છે, પરંતુ તેના ભેદોનો ઉલ્લેખ કરતા પાઠમાં આગમકારોએ તથા આચાર્યોએ મહામોહ શબ્દનો પ્રયોગ કર્યો છે. દરેક ભેદ સાથે મદામોદો પ ટ્ટ' પાઠ છે. તે ત્રીસ ભેદ આ પ્રમાણે છે
(૧) ત્રસજીવોને પાણીમાં ડુબાડીને મારવા, (૨) ત્રસ જીવોના શ્વાસ આદિ રોકીને મારવા, (૩) ત્રસ જીવોને મકાન આદિમાં બંધ કરી ધુમાડાથી સંધીને મારવા, (૪) ત્રસ જીવોને મસ્તક ઉપર દંડ આદિનો ઘાતક પ્રહાર કરીને મારવા, (૫) ત્રસ જીવોને મસ્તક ઉપર ભીનું ચામડું આદિ બાંધીને મારવા, (૬) પથિકને દગો દઈ લૂંટવા, (૭) ગુપ્ત રીતે અનાચારનું સેવન કરવું, (૮) બીજાની ઉપર ખોટું કલંક લગાડવું, (૯) સભામાં જાણી જોઈને મિશ્રભાષાનો કે સત્ય જેવી પ્રતીત થનારી અસત્ય ભાષા બોલવી, (૧૦) રાજાના રાજ્યનો ધ્વંસ કરી નાખવો, (૧૧) બ્રહ્મચારી ન હોવા છતાં બ્રહ્મચારી કહેવું, (૧૨) બ્રહ્મચારી ન હોવા છતાં બ્રહ્મચારીનો ઢોંગ કરવો, (૧૩) આશ્રયદાતાના ધનને ચોરી લેવું, (૧૪) કરેલા ઉપકારને ભૂલીને કૃતજ્ઞ બનવાને બદલે કૃતદન બનવું, (૧૫) ગૃહપતિ અથવા સંઘપતિ આદિની હત્યા કરવી,(૧૬) રાષ્ટ્રનેતાની હત્યા કરવી, (૧૭) સમાજના આધારભૂત વિશિષ્ટ પરોપકારી પુરુષની હત્યા કરવી, (૧૮) દીક્ષિત સાધુને સંયમથી ભ્રષ્ટ કરવા, (૧૯) કેવળજ્ઞાનીની નિંદા કરવી, (૨૦) અહિંસા આદિ મોક્ષમાર્ગની નિંદા કરવી, (૨૧) આચાર્ય તથા ઉપાધ્યાયની નિંદા કરવી, (૨૨) આચાર્ય તથા ઉપાધ્યાયની સેવા ન કરવી, (૨૩) બહુશ્રુત ન હોવા છતાં પણ બહુશ્રુત કે પંડિત કહેવડાવવું, (૨૪) તપસ્વી ન હોવા છતાં પોતાની જાતને તપસ્વી કહેવું, (૨૫) શક્તિ હોવા છતાં પોતાના આશ્રિત વૃદ્ધ, રોગી આદિની સેવા ન કરવી, (૨૬) હિંસા તથા કામોત્પાદક વિકથાઓનો વારંવાર પ્રયોગ કરવો, (૨૭) જાદુ આદિ કરવા, (૨૮) કામભોગોમાં અત્યંત લિપ્ત કે આસક્ત રહેવું, (ર૯) દેવોની નિંદા કરવી, (૩૦) દેવ દર્શન ન થયા હોવા છતાં પણ પ્રતિષ્ઠાના મોહથી દેવ દર્શનની વાતો કરવી.
આ ત્રીસ સ્થાનમાંથી કોઈ પણ સ્થાનનું સેવન કર્યું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. એકત્રીસ સિદ્ધ ભગવાનના ગુણ:४२ एगतीसाए सिद्धाइं गुणेहिं ।