________________
[ ૧૦૦ |
શ્રી આવશ્યક સૂત્ર
શય્યા, (૧૨) ઈર્યા, (૧૩) ભાષા, (૧૪) વઐષણા, (૧૫) પારૈષણા, (૧૬) અવગ્રહ પ્રતિમા, (૧૭ થી ૨૩) સપ્ત સ્થાનાદિસપ્તિકા, (૨૪) ભાવના, (૨૫) વિમુક્તિ, (૨૬) ઉદ્યાત, (૨૭) અનુદ્દઘાત, (૨૮) આરોપણા.
શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં શ્રી અભયદેવ સૂરિ નિશીથ સૂત્રને જ આચાર પ્રકલ્પ કહે છે. તેમના કથનાનુસાર આચાર – પ્રથમ અંગસૂત્ર અને તેનો પ્રકલ્પ અર્થાત્ વિશિષ્ટ અધ્યયન નિશીથ સૂત્ર છે, તેથી નિશીથ સૂત્ર જ આચાર પ્રકલ્પ કહેવાય છે. તેમણે આચાર પ્રકલ્પના ૨૮ ભેદમાં નિશીથ સૂત્રના ૨૮ પ્રકરણોનું કથન કર્યું છે. યથા
(૧) માસિક પ્રાયશ્ચિત્તની આરોપણા, (૨) એક માસ સહિત પાંચ-પાંચ રાત્રિના પ્રાયશ્ચિત્તની આરોપણા, (૩) એક માસ સહિત દશ-દશ રાત્રિના પ્રાયશ્ચિત્તની આરોપણા,(૪) એક માસ સહિત પંદર રાત્રિના પ્રાયશ્ચિત્તની આરોપણા, (૫) એક માસ સહિત વીસ રાત્રિના પ્રાયશ્ચિત્તની આરોપણા, (૬) એક માસ સહિત પચીસ રાત્રિના પ્રાયશ્ચિત્તની આરોપણા, (૭ થી ૨૪) આ રીતે દ્વિમાસિકી, ત્રિમાસિકી, ચાતુર્માસિકી આરોપણના ક્રમશઃ છ-છ ભેદ થાય, (૨૫) ઉદ્ઘાતિક આરોપણા, (૨૬) અનુદ્ધાતિક આરોપણા, (૨૭) કૃમ્ન આરોપણા, (૨૮) અકૃત્ન આરોપણા.
આચાર પ્રકલ્પના ૨૮ અધ્યયનોમાં વર્ણિત સાધ્વાચારનું સમ્યકરૂપે પાલન ન કરવું, તે અતિચાર છે અથવા ૨૮ પ્રકારના પ્રાયશ્ચિત્ત યથાર્થરૂપે ગ્રહણ ન કરવા, તે પણ દોષ છે. તે દોષોનું પ્રતિક્રમણ કરું છું. ઓગણત્રીસ પાપસૂત્ર:|४० एगूणतीसाए पावसुयप्पसंगेहिं ।
ભાવાર્થ:- ઓગણત્રીસ પાપસૂત્રના પઠન-પાઠન, પ્રયોગ આદિનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :પાપસૂત્ર-પોષાવાનાનિ શ્રુતાનિ પશુતાનિ ! જે શ્રુતનું પઠન-પાઠન આદિ પાપનું ઉપાદાન કારણ હોય, તે પાપગ્રુત છે. તેના ૨૯ પ્રકાર છે.
(૧) ભૌમ- ધરતીકંપ આદિનું ફળ બતાવનારા શાસ્ત્ર, (૨) ઉત્પાત- રુધિર વૃષ્ટિ, દિશાઓનું લાલ થઈ જવું ઇત્યાદિ દિશાઓના શુભાશુભ ફળ બતાવનારા નિમિત્ત શાસ્ત્ર, (૩) સ્વપ્ન શાસ્ત્ર- ૭૨, ૩૦, ૧૪ ઇત્યાદિ અનેક પ્રકારના સ્વપ્નો છે, તેના લદર્શક શાસ્ત્ર, (૪) અંતરિક્ષ- આકાશમાં થનાર ગૃહવેધ આદિનું વર્ણન કરનાર શાસ્ત્ર, (૫) અંગશાસ્ત્ર- શરીરના આઠ અંગોમાં સ્પંદન-ફરકવું આદિનું ફળ બતાવનારા શાસ્ત્ર, (૬) સ્વર શાસ્ત્ર- ઊંચ, નીચ, મધ્યમ આદિ સ્વરની લય, તેના તાલ આદિનું વર્ણન કરનાર શાસ્ત્ર, (૭) વ્યંજન- તલ, મસા આદિ શરીરમાં રહેલા વ્યંજનોને વ્યક્ત કરી તેના ફળ બતાવનારા શાસ્ત્ર, (૮) લક્ષણ શાસ્ત્ર- સ્ત્રી, પુરુષ આદિના લક્ષણો તથા તેનું શુભાશુભ ફળ બતાવનારા શાસ્ત્ર. આ આઠ સૂત્રની આઠ વૃત્તિ અને આઠ વાર્તિકના ભેદથી ૨૪ શાસ્ત્ર થાય છે (૨૫) વિકથાનુયોગ– અર્થ અને કામના ઉપાયોનું કથન કરનાર શાસ્ત્ર. જેમ કે વાત્સ્યાયન કૃત કામ સૂત્ર આદિ, (૨૬) વિદ્યાનુયોગ- રોહિણી આદિ વિધાઓની સિદ્ધિના ઉપાયો બતાવનારા શાસ્ત્ર, (૨૭) મંત્રાનુયોગ- મંત્ર આદિ દ્વારા કાર્ય સિદ્ધિ કરનારા શાસ્ત્ર, (૨૮) યોગાનુયોગ- વશીકરણ આદિ યોગ બતાવનારા શાસ્ત્ર, (૨૯) અન્યતીર્થિકાનુયોગ - અન્યતીર્થિકો દ્વારા પ્રવર્તિત અને હિંસા પ્રધાન આચાર શાસ્ત્ર. આ ઓગણત્રીસ પાપકૃત શાસ્ત્રોના અભ્યાસ આદિ દ્વારા પ્રયોગાત્મક પરિણામ કર્યા હોય, તો તજ્જન્ય અતિચારનું પ્રતિક્રમણ કરું છું.