________________
આવશ્યક-૪
| ૯૯ |
પ્રત્યેક ક્રિયા સમ્યક પ્રકારે વિધિ સહિત કરવી, (૧૪) ક્ષમા, (૧૫) વીતરાગતા, (૧૬) મનની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનો સ્વીકાર, (૧૭) વચનની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનો સ્વીકાર, (૧૮) કાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનો સ્વીકાર, (૧૯ થી ૨૪) છકાય જીવોની રક્ષા, (૨૫) સંયમ યોગ યુક્તતા, (૨૬) તિતિક્ષા– સહિષ્ણુતા, (૨૭) મારણાંતિક ઉપસર્ગને પણ સમભાવથી સહન કરવા.
સમવાયાંગ સૂત્રમાં મુનિના સત્તાવીશ ગુણોનું કથન આ પ્રમાણે છે–પાંચ મહાવ્રત, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, ચાર કષાયોનો ત્યાગ, ભાવ સત્ય, કરણ સત્ય, યોગ સત્ય, ક્ષમા, વિરાગતા, મન સમાહધારણતા, વચન સમાહરણતા, કાય સમાહરણતા, જ્ઞાન સંપન્નતા, દર્શન સંપન્નતા, ચારિત્ર સંપન્નતા, વેદનાતિસહનતા, મારણાંતિક સહનતા.
આચાર્ય હરિભદ્રસરિજીએ ટીકામાં “દત્તાવીશ આપIT રિતે પાઠનો ઉલ્લેખ કર્યો છે. સત્તાવીસ પ્રકારના અણગાર–સંબંધી ચારિત્ર, સમાવાયાંગ સૂત્રમાં અખIR & પાઠ છે. અણગાર ચારિત્ર કે અણગાર ગુણ કહેવામાં તાત્વિક તફાવત નથી. આ સત્તાવીશ અણગારના ગુણોનું અર્થાત્ મુનિગુણોનું શાસ્ત્રાનુસાર સારી રીતે પાલન ન કરવું, તે અતિચાર છે. તેની શુદ્ધિ માટે મુનિ પ્રતિક્રમણ દ્વારા અતિચારોથી પાછા ફરી પુનઃ મુનિ ગુણોમાં સ્થિર થઈ જાય છે. અઠ્ઠાવીસ આચાર પ્રકલ્પ:३९ अट्ठावीसाए आयारप्पकप्पेहिं । ભાવાર્થ:- અઠ્ઠાવીસ આચાર પ્રકલ્પ સંબંધી દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :આચાર પ્રકલ્પ– આચાર પ્રકલ્પની વ્યાખ્યામાં વિભિન્ન માન્યતાઓ છે. (૧) વ્યાખ્યાકારના કથનાનુસાર આવા૨ માવારy : T આચાર જ આચાર પ્રકલ્પ છે.
आचार: प्रथमाङ्ग तस्य प्रकल्पः अध्ययन विशेषो निशीथमित्य पराभिधानम् । आचारस्य વા ધ્વાવાર જ્ઞાનાલિવિષયથી વ્યવસ્થાપનમતિ આવારકાઃ આચાર એટલે સાધુઓનો જ્ઞાનાદિ, આચાર અને પ્રકલ્પ એટલે વ્યવસ્થાપન.આચાર શબ્દથી પ્રથમ અંગસૂત્ર આચારાંગ સૂત્રના ૨૫ અધ્યયન ગ્રહણ થાય છે અને પ્રકલ્પ શબ્દથી નિશીથ સૂત્રના ત્રણ અધ્યયન કુલ ૨૫ + ૩ = ૨૮ અધ્યયન થાય છે. ઉત્તરાધ્યયન–સૂત્રના એકત્રીસમાંચરણવિધિઅધ્યયનમાં સાહિરાખમ તદેવ યા (૩૨/૧૮) માત્ર પ્રકલ્પ શબ્દનો જ પ્રયોગ છે, તેથી ઉક્ત સૂત્રના ટીકાકાર આચાર્ય શાંતિસૂરિના મતાનુસાર પ્રકલ્પનો અર્થ છૂષ્ટ - ૩pષ્ટ વન્ય ઉત્કૃષ્ટ કલ્પ – આચાર. પ્રકલ્પ એટલે વિશિષ્ટ અધ્યયન. મુનિ જીવનનો આચાર જે શાસ્ત્રમાં છે તે આચારાંગ સૂત્ર જ આચાર પ્રકલ્પ કહેવાય છે.
આચારાંગ સુત્રના શસ્ત્ર પરિજ્ઞા આદિ ર૫ અધ્યયન છે અને નિશીથ સૂત્ર પણ આચારાંગ સૂત્રની ચૂલિકાસ્વરૂપ છે. નિશીથ સૂત્રના ત્રણ અધ્યયન મેળવવાથી આચારાંગ સૂત્રના કુલ અઠ્યાવીસ અધ્યયન થાય છે. જે આ પ્રમાણે છે– (૧) શસ્ત્ર પરિજ્ઞા, (૨) લોક વિજય, (૩) શીતોષ્ણીય, (૪) સમ્યકત્વ, (૫) લોકસાર, (૬) ધૂત અધ્યયન, (૭) મહાપરિજ્ઞા, (૮) વિમોક્ષ, (૯) ઉપધાનસૂત્ર, (૧૦) પિંડેષણા, (૧૧)
'
છે. તેથી
અ -
પ્રકલ્પ