________________
Cl
પણ વસ્તુની યાચના કરવી અથવા ઉપાશ્રયમાં પૂર્વે રહેલા સાધર્મિકોની આજ્ઞા લઈને રહેવું.
(૪) બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવના– (૧) સ્ત્રી, પંડગ, પશુ રહિત સ્થાન ભોગવવું, (૨) સ્ત્રીના અંગોપાંગને વિષયબુદ્ધિથી નિરખવા નહિ, (૩) સ્ત્રી સાથે વિષય બુદ્ધિથી કથા-વાર્તા કરવી નહિ, (૪) દિન-દિન પ્રત્યે અતિ સરસ આહાર પાણી કરવા નહિ, (પ) પૂર્વના કામ ભોગોને સંભારવા નહિ.
(૫) અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવના – પાંચેય ઇન્દ્રિયોના વિષયો-શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચે ઈન્દ્રિયોના વિષયો પર રાગભાવ કે દ્વેષભાવ કરવો નહીં. વૈરાગ્યભાવ ધારણ કરી પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો. ૨૫ પ્રકારની ભાવનાના વિસ્તૃત વર્ણન માટે જુઓ શ્રી આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૨૧૫/સૂ. ૪૬ થી ૫૯.
દશાશ્રુત આદિ સૂત્રોના છવ્વીસ ઉદ્દેશનકાલ :
३७ छव्वीसाए दसा कप्प ववहारेणं ऊद्देसणकालेहिं ।
શ્રી આવશ્યક સૂત્ર
ભાવાર્થ :- દશાશ્રુતસ્કંધ આદિ છવ્વીસ ઉદ્દેશન કાલ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
દશાશ્રુત સ્કંધના ૧૦ ઉદ્દેશક, બૃહત્કલ્પ સૂત્રના છ ઉદ્દેશક, વ્યવહાર સૂત્રના દસ ઉદ્દેશક, કુલ ૧૦ + $ + ૧૦ – ૨૬ છવ્વીસ ઉદ્દેશક છે. જે શ્રુત સ્કંધના અથવા અધ્યયનના જેટલા ઉદ્દેશક હોય તેટલા જ તેના ઉદ્દેશનકાલ કહેવાય છે. એક ઉદ્દેશકનું વાંચન એક દિવસમાં થાય છે. તે તેનો ઉદ્દેશનકાલ કહેવાય છે. ઉક્ત સૂત્રીમાં સાધુ જીવન સંબંધી આચારનું વર્ણન છે. તે પ્રમાણે આચરણ ન કરવું, તેના પઠન-પાઠનમાં કે શ્રદ્ધા, પ્રરૂપણામાં યથાર્થતા ન રાખવી, તે અતિચારરૂપ છે, તેનું પ્રતિક્રમણ કરું છું. સત્તાવીસ અણગારના ગુણ –
३८ सत्तावीसाए अणगार गुणेहिं ।
ભાવાર્થ :- સાધુના સત્તાવીસ ગુણોનું યથાર્થ પાલન ન કર્યું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું.
વિવેચન :
દ્રવ્યથી ઘર રહિત અને ભાવથી મોહના બંધન રહિત હોય, તેવા સંતોને અણગાર કહે છે. તેની જીવનચર્યાને અનુલક્ષીને તેના મુખ્ય ૨૭ ગુણો કહ્યા છે. આચાર્ય હરિભદ્રસૂરિએ ટીકામાં સંગ્રહણી બે ગાથા દ્વારા ૨૭ ગુણોનું કથન કર્યું છે. યથા¬
वयछक्कमिंदियाणं च निग्गहो भावकरणसच्चं च । खमयाविरागयाविय मनमाईणं निरोहो व ॥ १ ॥
कायाण छक्क जोगाण जुत्तया वेयणाऽहियासणया । तह मारणंतियऽहियासणा य एएऽणगारगुणा ॥२॥
(૧ થી ૫) પાંચ મહાવ્રતોનું સમ્યક્ પાલન કરવું, (૬) રાત્રિ ભોજન ત્યાગ, (૭ થી ૧૧) પાંચેય ઇન્દ્રિયોને વશમાં રાખવી, (૧૨) ભાવસત્ય- અંતઃકરણની શુદ્ધિ, (૧૩) કરણ સત્ય-પ્રતિલેખન વગેરે