________________
આવશ્યક ૪
છે, (૧૧) પ્રેક્ષા અસંયમ− ચાલવું, બેસવું, ઊઠવું વગેરે ક્રિયા જોયા વિના કરવી, (૧૨) ઉપેક્ષા અસંયમસંયમ પાલનમાં બેદરકાર રહેવું, ગૃહસ્થના પાપ કર્મોની અનુમોદના કરવી, (૧૩) પરિષ્ઠાપના અસંયમ– અવિધિથી પરઠવું, (૧૪) પ્રમાર્જના અસંયમ− વસ્ત્ર, પાત્ર આદિ ભંડોપકરણનું પ્રમાર્જન ન કરવું, (૧૫) મન અસંયમ- મનમાં અસંયમના વિચારો કરવા, (૧૬) વચન અસંયમ- બોલવામાં અસંયમી ભાષાનો પ્રયોગ કરવો અર્થાત્ સંયમીને ન શોભે તેવા વચનોનો પ્રયોગ કરવો, (૧૭) કાય અસંયમ− ગમનાગમનમાં સાવધાની ન રાખવી. આ સત્તર પ્રકારના અસંયમ સમાવાયાંગ સૂત્રમાં કહ્યા છે. અસંયમના બીજા પણ સત્તર પ્રકાર છે, યથા– (૧) હિંસા, (૨) અસત્ય (૩) ચોરી, (૪) અબ્રહ્મચર્ય (૫) પરિગ્રહ (૬ થી ૧૦) પાંચ ઇન્દ્રિયોને મોકળી મૂકવી (૧૧ થી ૧૪) ચાર કષાય અને (૧૫ થી ૧૭) ત્રણ યોગની અશુભ પ્રવૃત્તિ કરવી. આચાર્ય હરિભદ્ર સૂરિએ આવશ્યક ટીકામાં ‘અસંજમે’ના સ્થાને સત્તરસ વિષે સંગમે શબ્દની વ્યાખ્યા કરી છે. સંખને નો અર્થ સંયમ થાય છે. સંયમ પણ સત્તર પ્રકારનો છે. અસંયમનો વિરોધિ ભાવ, તે સંયમ છે. તેના સત્તર ભેદ ઉપરોક્ત અસંયમના ભેદથી વિપરીત જાણવા, યથા– પૃથ્વીકાય સંયમ આદિ. આ રીતે સત્તર પ્રકારના અસંયમનું આચરણ કર્યું હોય અથવા સત્તર પ્રકારના સંયમનું યથાર્થ પાલન ન થયું હોય અને તેમાં જે અતિચારોનું સેવન થયું હોય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે. અઢાર અલાહાચર્ય
२९ अट्ठाररसविहे अबंभे ।
ભાવાર્થ :- અઢાર પ્રકારના અબ્રહ્મચર્યનું પ્રતિક્રમણ કરું છું.
વિવેચન :
૯૩
ઔદારિક શરીરધારી મનુષ્ય અને તિર્યંચ સંબંધી મન, વચન અને કાયાથી મૈથુન સેવન કરવું નહીં કરાવવું નહીં અને મૈથુન સેવન કરનારની અનુમોદના કરવી નહીં. આ રીતે ત્રણ કરણ અને ત્રણ યોગથી ઔદારિક શરીર સંબંધી મૈથુન સેવનના નવ પ્રકાર અને તે જ રીતે વૈક્રિયશરીરધારી દેવતા સંબંધી મૈથુન સેવનના નવ પ્રકાર થાય, કુલ અઢાર પ્રકારના અબ્રહ્મચર્યના ભાવો થયા હોય અને અતિચાર લાગ્યો હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું.
દેવતા, મનુષ્ય અને તિર્યંચ, આ ત્રણે ગતિના જીવો સાથે પરસ્પર મૈથુન સેવનની સંભાવના છે, તેથી સૂત્રકારે તે ત્રણ ગતિના જીવોના ઔદારિક અને વૈક્રિય, આ બે સ્થૂલ શરીરની ગણના કરીને અબ્રહ્મચર્યના ૧૮ ભેદ કલા છે
ઓગણીસ જ્ઞાતા સૂત્રના અધ્યયન :
३० एगुणवीसाए णायज्झयणेहिं ।
ભાવાર્થ:İ:- જ્ઞાતા સૂત્રના ઓગણીસ અધ્યયન કથિત ભાવોની શ્રદ્ધા, પ્રરૂપણા કે તથાપ્રકારના આચરણમાં દોષસેવન થયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું.
વિવેચનઃ
શાતાધર્મકથાના ૧૯ અધ્યયન આ પ્રમાણે છે :- (૧) ઉત્તિપ્ત અર્થાત્ મેઘકુમાર, (૨) સંઘાટ, (૩)