________________
૮૪ |
શ્રી આવશ્યક સૂત્ર
પરિણામો આત્માની નિર્બળતાને પ્રગટ કરે છે, સાધક સ્વયં ભયભીત થાય નહીં અને બીજાને ભયભીત કરે નહીં, તે જ સાધનાની ફળશ્રુતિ છે. ભયના સાત પ્રકાર છે– (૧) ઈહલોક ભય- પોતાની જ જાતિના પ્રાણીઓથી ડરવું, તે ઇહલોક ભય છે. જેમ એક મનુષ્યને બીજા મનુષ્યનો ભય લાગવો. તિર્યંચને તિર્યંચનો ભય લાગવો, જેમ- ઊંદરને બિલાડીનો ભય ઇત્યાદિ, (૨) પરલોક ભય- પોતાના સિવાયની બીજી જાતિવાળા પ્રાણીઓથી ડરવું તે પરલોક ભય છે. જેમ મનુષ્યને સિંહ આદિ જંગલી પ્રાણીઓનો ભય ઇત્યાદિ, (૩) આદાન ભય- પોતાની વસ્તુની રક્ષા માટે ચોર આદિથી ડરવું, (૪) અકસ્માત ભયકોઈ બાહ્ય નિમિત્ત વિના પોતે જ પોતાનાથી સશંક થઈ રાત્રિ આદિમાં અચાનક ડરી જવું, (૫) આજીવિકા ભય- દુલ્મિક્ષ આદિમાં જીવન યાત્રા માટે ભોજન આદિની અપ્રાપ્તિથી ડરવું, (૬) મરણ ભય- મૃત્યુથી ડરવું. (૭) અપયશ ભય- અપયશની આશંકાથી ડરવું.
ભયભીત વ્યક્તિ સ્વયં ભયથી મુક્ત થવા માટે વિવકને કે પોતાના માર્ગને ભૂલી જાય છે અને દોષોનું સેવન કરે છે. આ સાત પ્રકારના ભયમાંથી કોઈ પણ ભયથી ભયભીત થઈને સંયમી જીવનને દૂષિત બનાવ્યું હોય, તો તજ્જન્ય દોષોનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. આઠ મદ - १९ अट्ठहिं मयठाणेहिं । ભાવાર્થ - આઠ પ્રકારના મદનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન -
સત્ત જયહિં થી લઈને તેનીલા આલાયTણ સુધીના સંક્ષિપ્ત સૂત્રો છે. તે દરેકની સાથે ડિજમન શબ્દનો પ્રયોગ થયેલો નથી. તેમ છતાં જાણવા યોગ્ય બોલને યથાર્થ રીતે જાણ્યા ન હોય, ત્યાગ કરવા યોગ્ય બોલનો ત્યાગ કર્યો ન હોય, આરાધના યોગ્ય બોલની આરાધના ન કરી હોય અને દોષ સેવન થયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે.
મદ એટલે અભિમાન અને સ્થાન એટલે હેતુ કે કારણ. જાતિ, કુલ આદિ આઠ મદના કારણ છે, તેનું પ્રતિક્રમણ કરું છું. આચાર્ય અભયદેવ સૂરિએ સમવાયાંગ સૂત્રની ટીકામાં સ્થાન શબ્દનો અર્થ આશ્રય અર્થાત્ આધાર કર્યો છે. મ0-માનવ સ્થાનાનિ – માયા: મદ્રસ્થાના નાત્યાવીના સમવાય વૃત્તિ માન મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં આત્મ પરિણામોને મદ કહે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે મદ– અભિમાન કરવાથી નીચ ગોત્રકર્મનો બંધ થાય છે. જે વસ્તુનો મદ– અભિમાન થાય, તે વસ્તુ પુનઃ પ્રાપ્ત થતી નથી. તેના પરિણામે જાતિ આદિની શ્રેષ્ઠતા પ્રાપ્ત થતી નથી. મદના આઠ પ્રકાર છે. પ્રસ્તુતમાં આઠ પ્રકારના અભિમાનનું સ્વરૂપ પ્રચલિત દષ્ટાંતો સાથે સમજાવ્યું છે. (૧) જાતિમદ- ઊંચી અને શ્રેષ્ઠ જાતિનું અભિમાન કરવું. મુનિ હરીકેશીના જીવે પૂર્વભવમાં જાતિનો મદ કર્યો હતો તેથી ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયા. (૨) કુળમદ– ઊંચા કુળનું અભિમાન કરવું. ભગવાન મહાવીર સ્વામીના જીવે મરીચિના ભવમાં કુળનું અભિમાન કર્યું હતું, તેથી બ્રાહ્મણ કુળ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ઉત્પન્ન થઈને સાડીળ્યાસી રાત્રિ રહ્યા. (૩) બલ મદ- બળનું અભિમાન કરવું– રાજા દુર્યોધને બળનો મદ કર્યો હતો, તેથી રાજપાટ હારી ગયા. (૪) રૂ૫ મદ- રૂ૫ અને સૌંદર્યનું અભિમાન કરવું– સનત્કુમાર ચક્રવર્તીએ પોતાના રૂપનું અભિમાન કર્યું હતું, તેથી શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. (૫) તપમદ– હું