________________
આવશ્યક-૪
૮૭ ]
ભાવાર્થ - કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા, પધલેશ્યા અને શુક્લલેશ્યા, આ છે લેશ્યામાંથી પહેલી ત્રણ અશુભ લેશ્યાનું આચરણ કર્યું હોય અને અંતિમ ત્રણ શુભ લેશ્યાનું આચરણ ન કર્યું હોય અને જે અતિચાર લાગ્યા હોય, તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :
લેશ્યાનું વિશદ વર્ણન ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર, કર્મગ્રંથ આદિમાં પ્રાપ્ત થાય છે.
લેશ્યાનો સંક્ષિપ્ત અર્થ છે મનોવૃત્તિ અથવા વિચાર તરંગ. આત્માના જે શુભાશુભ પરિણામો દ્વારા શુભાશુભ કર્મનો સંગ્લેષ થાય છે, તે પરિણામ લેશ્યા કહેવાય છે. કષાયથી અનુરંજિત યોગની પ્રવૃત્તિને લેશ્યા કહે છે. તેના છ પ્રકાર છે. કાલેશ્યા - કૃષ્ણલેશી જીવોના વિચારો અતિ ક્ષુદ્ર, કૂર, કઠોર તથા નિર્દય હોય છે. તે ગુણ અને દોષનો વિચાર કર્યા વિના કાર્યમાં પ્રવૃત્ત થાય છે, આ લોક અને પરલોકના દુષ્પરિણામોની ચિંતા કરતો નથી, તે સર્વથા અજિતેન્દ્રિય, ભોગવિલાસી અને સ્વાર્થી હોય છે. નીલલેશ્યા :- આ મનોવૃત્તિવાળા જીવો ઈર્ષાળુ, અસહિષ્ણુ, માયાવી, નિર્લજ્જ, સદાચાર શૂન્ય અને રસલોલુપી હોય છે. પોતાની સુખ-સુવિધામાં જ મસ્ત હોય છે. કાપોત વેશ્યાઃ- આ મનોવૃત્તિવાળા જીવો વિચારવામાં, બોલવામાં, કાર્ય કરવામાં વક્ર અને કઠોર ભાષી હોય છે. પોતાના દોષોને ઢાંકવા માટે માયા-કપટ કરે છે. પોતાની સુખ-સુવિધા માટે સહાયક થનારા જીવો પ્રતિ સ્વાર્થવશ સારા સંબંધો રાખે છે. તેજોવેશ્યા - આ મનોવૃત્તિ પવિત્ર છે. તેજોલેશી જીવો નમ્ર, વિચારશીલ, દયાળુ તથા ધર્મમાં અભિરુચિ રાખનારા હોય છે. તે પોતાની સુખ સુવિધાનો ત્યાગ કરીને પણ અન્ય જીવો પ્રતિ ઉદારભાવના રાખે છે. પાલેશ્યા:- પદ્મલેશી જીવોનું જીવન કમળની જેમ બીજાને સુગંધ આપે છે. તેનું મન શાંત, નિશ્ચલ અને અશુભ પ્રવૃત્તિઓને રોકે છે. તે પાપનો ભય રાખે છે. મોહ અને શોક ઉપર વિજય પ્રાપ્ત કરે છે. ક્રોધ, માન આદિ કષાયોને શાંત કરે છે. તે મિતભાષી, સૌમ્ય અને જિતેન્દ્રિય હોય છે. શલલેશ્યા - આ મનોવૃત્તિ સૌથી વિશુદ્ધ હોવાથી શુક્લ કહેવાય છે. તે પોતાના સુખોનો ત્યાગ કરીને અન્ય જીવોની રક્ષા કરે છે. તે વ્રત-નિયમોનું પાલન કરનાર, અલ્પરાગી અથવા વીતરાગી અને જિતેન્દ્રિય હોય છે.
પહેલાની ત્રણ વેશ્યાઓ અધર્મરૂપ હોવાથી ત્યાજ્ય છે અને પછીની ત્રણ લેશ્યાઓ ધર્મરૂપ હોવાથી ઉપાદેય છે. આત્મસાધનાનામાં માર્ગમાં અધર્મ વેશ્યાઓનું આચરણ કર્યું હોય અને ધર્મ લેશ્યાઓનું આચરણ કર્યું ન હોય, તો આ સૂત્ર દ્વારા તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. સાત ભય :|१८ पडिक्कमामि सत्तहिं भयट्ठाणेहिं । ભાવાર્થ – સાત પ્રકારના ભયનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
ભય મોહનીય કર્મના ઉદયથી આત્મામાં થતાં ઉદ્વેગરૂપ પરિણામ વિશેષને ભય કહે છે. ભયના