________________
[ ૮૨ ]
શ્રી આવશ્યક સૂત્ર
વચનો બોલવા, આવશ્યકતા હોય ત્યારે ભાષાના દોષોનો પરિહાર કરીને યતનાપૂર્વક બોલવું, તે ભાષા સમિતિ છે. એષણા સમિતિ - ગોચરીના ૪૨ દોષોથી રહિત શુદ્ધ આહાર-પાણી તથા વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિ ગ્રહણ કરવી અને માંડલાના પાંચ દોષોને ટાળી, આહારાદિ ભોગવવા, તે એષણા સમિતિ છે. આયા-ભંડ-મત્ત-
નિવણિયા સમિતિ - વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને ઉપયોગ પૂર્વક આદાનગ્રહણ કરવા અને જીવ રહિત પ્રમાર્જિત ભૂમિ ઉપર નિક્ષેપણા-રાખવા, તે આદાન ભંડ મત્ત નિક્ષેપણા સમિતિ છે. ઉચ્ચાર-પાસવાણ-ખેલ-જલ્લ-સિંઘાણ-પારિષ્ઠાપનિકા સમિતિ - મલ, મૂત્ર, કફ, શરીરનો મેલ, નાકની લીંટ આદિ અથવા ભક્તશેષ ભોજન તથા ભગ્નપાત્ર આદિ પરઠવા યોગ્ય પદાર્થો જીવરહિત એકાંત નિર્દોષ સ્થડિલભૂમિમાં વિવેક પૂર્વક પરઠવા, તે ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પારિષ્ઠાપનિકા સમિતિ છે.
આ પાંચે સમિતિનું યથાર્થરૂપે પાલન ન કર્યું હોય, સમિતિના પાલન સંબંધિત નિયમો વિષયક શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શનાના વિષયમાં કોઈ અતિચાર દોષનું સેવન કર્યું હોય, તો તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. છ જીવનિકાય:१६ पडिक्कमामि छहिं जीवणिकाएहिं पुढविकाएणं, आऊकाएणं, तेउकाएणं, वाऊकाएणं, वणस्सइकाएणं, तस्सकाएणं । ભાવાર્થ - પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ છ પ્રકારના જીવનિકાયના હિંસાજન્ય દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :
જીવનિકાય શબ્દમાં જીવ અને નિકાય, આ બે પદ છે. જીવ– ચૈતન્ય અથવા આત્મા અને નિકાય – રાશિ, સમૂહ.
સંસારી જીવ સ્વાર્થપૂર્તિ, ઇચ્છાપૂર્તિ, ભોગપૂર્તિ વગેરે અનેક કારણોથી ત્રસ કે સ્થાવર જીવોની હિંસા કરે છે, જૈન મુનિઓ સંપૂર્ણપણે અહિંસક રીતે પોતાની આજીવિકા ચલાવે છે. આ પ્રકારનો સાધુધર્મ હોવા છતાં તે માર્ગથી ચલિત થઈને પોતાના જીવન માટે કોઈ પણ જીવોની હિંસા કરીને અતિચારોનું સેવન કર્યું હોય, તો તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે.
અહિંસા મહાવ્રતના પ્રતિક્રમણમાં છ જવનિકાયના હિંસાજન્ય અતિચારોનું પ્રતિક્રમણ થઈ જાય છે. તેમ છતાં અહિંસા વ્રતની વ્યાપકતા, પ્રધાનતા અને ગંભીરતાને પ્રગટ કરવા છ જવનિકાયના પ્રતિક્રમણનું પૃથક કથન કર્યું છે. છ લેશ્યા - १७ पडिक्कमामि छहिं लेसाहिं-किण्हलेसाए, णीललेसाए, काऊलेसाए, तेऊलेसाए, पम्हलेसाए, सुक्कलेसाए ।