________________
આવશ્યક-૪
૮૧ |
(૩) અદત્તાદાન વિરમણ મહાવ્રત- અલ્પ કે અધિક, નાની કે મોટી, અચેત કે સચેત કોઈ પણ વસ્તુ આજ્ઞા વિના સ્વયં ગ્રહણ કરવી નહીં, બીજા પાસે ગ્રહણ કરાવવી નહીં અને અદત્ત ગ્રહણ કરનારની અનુમોદના કરવી નહીં. આ રીતે ત્રણ કરણ અને ત્રણ યોગથી સર્વ પ્રકારની ચોરીથી જીવન પર્યત વિરામ પામવો, તે અદત્તાદાન વિરમણ મહાવ્રત છે. (૪) મૈથુન વિરમણ મહાવ્રત- દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મૈથુન સેવન કરવું નહીં, કરાવવું નહીં અને મૈથુન સેવનની અનુમોદના કરવી નહીં, આ ત્રણે કરણ અને ત્રણ યોગથી સર્વ પ્રકારની મૈથુનજન્ય પ્રવૃત્તિથી જીવન પર્યત વિરામ પામવો, તે મૈથુન વિરમણ મહાવ્રત છે. (૫) પરિગ્રહ વિરમણ મહાવત આવશ્યક વસ્ત્ર-પાત્ર આદિ ઉપધિ સિવાય સચેત કે અચેત,અલ્પ કે અધિક પરિગ્રહ રાખવો નહીં, બીજા પાસે રખાવવો નહીં અને પરિગ્રહ રાખનારની અનુમોદના કરવી નહીં, આ ત્રણ કરણ અને ત્રણ યોગથી સર્વ પ્રકારના પરિગ્રહથી જીવન પર્યત વિરામ પામવો, તે પરિગ્રહ વિરમણ મહાવ્રત છે.
આ પાંચ મહાવ્રત, સાધુના પાંચ મૂળ ગુણ છે. પાંચ મૂળગુણ સિવાયના સમિતિ-ગુપ્તિ આદિ સાધુજીવનના નિયમ-ઉપનિયમ રૂપ આચાર પાલનને ઉત્તરગુણ કહે છે. ઉત્તરગુણોનું પાલન મૂળગુણની રક્ષા કે મૂળ ગુણોની પુષ્ટિ માટે જ કરવામાં આવે છે.
જીવન પર્યંત મહાવ્રતોનું પાલન કરતાં સાધુ જીવનમાં પ્રમાદાદિના સેવનથી કે કષાયાદિ ઔદયિક ભાવથી અતિચારનું સેવન થયું હોય, તો તજજન્ય દોષોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. પાંચ સમિતિ:|१५ पडिक्कमामि पंचहिं समिइहिं-इरियासमिइए, भासासमिइए, एसणासमिइए, आयाणभण्डमत्तणिक्खेवणासमिइए, उच्चार-पासवण-खेल-जल-सिंघाण-परिट्ठावणियासमिइए । ભાવાર્થ :- ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આયાણ ભંડ મત્ત નિખેવણિયા સમિતિ અને ઉચ્ચાર પાસવણ ખેલજલ્લ સિંઘાણ પરિઠાવણિયા સમિતિ, આ પાંચ સમિતિનું સમ્યક રૂપથી પાલન ન કરવાથી અતિચાર લાગ્યો હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન : -
શુભ પ્રવૃત્તિ, તે સમિતિ છે. સન્ =પર્વશીભાવેન ફત પ્રવૃત્તિ માસિક શોભનૈરિણામ વેeત્યW I શુભભાવમાં એકાગ્ર બની, જે પ્રવૃત્તિ કરવામાં આવે, તે સમિતિ છે. સમિતિની ઉપર્યુક્ત વ્યત્પતિ જ તેના વાસ્તવિક સ્વરુપને પ્રગટ કરે છે. છે. પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્ત રહેવા માટે એકાગ્રતાપૂર્વક કરાતી આગમોક્ત સમ્યક પ્રવૃત્તિને સમિતિ કહે છે. તેના પાંચ પ્રકાર છે. ઈર્ષા સમિતિ - ગમન વિષયક સત્ પ્રવૃત્તિને ઇર્ષા સમિતિ કહે છે. આગળની યુગપરિમાણ (સાડા ત્રણ હાથ પ્રમાણ) ભૂમિને જોતાં જોતાં જીવ રક્ષાની ભાવનાથી યતનાપૂર્વક ગમનાગમન કરવું તે ઈર્ષા સમિતિ છે. ભાષા સમિતિ - માં વિનમિ તિમિતાધિાર્થ ભાષણમ - હિત, મિત, સત્ય અને સ્પષ્ટ