________________
[ ૮૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
વશ્વાત્યાન રિા જેની કામના, ઇચ્છા કરાય, તે કામ છે. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયો કામ છે અને ગુણ એટલે દોરો, રસ્સી. જેમ રસ્સી બંધનનું કારણ છે, તેમ શબ્દ, રૂ૫, ગંધ, રસ અને સ્પર્શ, આ પાંચ વિષયો પોત-પોતાના સ્વરૂપમાં કર્મબંધનું કારણ હોવાથી, તે કામગુણ કહેવાય છે.
સમસ્ત લોક આ પાંચ પ્રકારના કામણોથી ભરેલો છે. કામગુણો જ રાગ-દ્વેષ કે આસક્તિનું મૂળ ભૂત કારણ છે, તે જ કર્મબંધ કરાવે છે. સાધક તેનાથી દૂર થઈ શકતો નથી, પરંતુ શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષના ભાવ ન કરવા, કામગુણને જ્ઞાતા ભાવે જોવા, તે જ સાધકની સાધના છે. કામગુણો પ્રતિ સતત અનાસક્તિનો ભાવ કેળવવા છતાં ક્યારેક સાધકનો પુરુષાર્થ મંદ થઈ જાય, પ્રમાદાદિના કારણે પૂર્વના સંસ્કારો જાગૃત થઈ જાય, ત્યારે સાધક કામગુણની આસક્તિમાં તલ્લીન બની જાય છે અને સાધના માર્ગથી તેનું પતન થાય છે. તેથી સાધકે પ્રતિદિન કામગુણ જન્ય અતિચાર દોષોનું પ્રતિક્રમણ કરવું જોઈએ. પાંચ મહાવત :|१४ पडिक्कमामि पंचहिं महव्वएहि-सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वओ अदिण्णादाणाओ वेरमणं, सव्वओ मेहुणाओ वेरमणं, सव्वओ परिग्गहाओ वेरमाणं । ભાવાર્થ- સર્વ પ્રકારે પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ, આ પાંચ મહાવ્રતોના અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :મહાવત– કોઈ પણ પ્રકારના આગાર વિના નવકોટિથી જીવન પર્યત, જે વ્રતનું પાલન થાય, તે મહાવ્રત છે.
યોગ દર્શનકાર વૈદિક ઋષિ પતંજલિએ પણ યોગદર્શનમાં મહાવ્રતની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે–ગાલેિરાશાના માનવચ્છિના સાર્વભૌમ મeતન -જાતિ, દેશ, કાલ અને કુલોચિત કર્તવ્યના બંધનથી રહિત સાર્વભૌમ - સર્વાત્મના અહિંસાદિનું પાલન થાય, તે મહાવ્રત છે. માછીમારો માટે મત્સ્ય હિંસા સિવાય અન્ય હિંસા ન કરવી, તે ગાત્યાદિષ્ટના અહિંસા છે. અમુક તીર્થ આદિ ઉપર હિંસા ન કરવી, તે તેરાવચ્છિના અહિંસા છે. પૂનમ આદિ પર્વના દિવસે હિંસા ન કરવી, તે વાતાવચ્છિન્ન અહિંસા છે. ક્ષત્રિયોની યુદ્ધના સિવાય અન્ય હિંસા ન કરવાની પ્રતિજ્ઞા સમયાવત્રિા અહિંસા છે. અહિંસાની સમાન જ સત્ય આદિના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. જે અહિંસા વ્રત ઉપર્યુક્ત જાતિ, દેશ, કાલ અને સમયની સીમાથી સર્વથા મુક્ત અસીમ, નિરવચ્છિન્ન તથા સાર્વભૌમ હોય તે મહાવ્રત છે. મહાવ્રત ત્રણ કરણ ત્રણ યોગથી ગ્રહણ કરાય છે. (૧) પ્રાણાતિપાત રમણ મહાવત- ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર કોઈ પણ જીવોની હિંસા સ્વયં ન કરવી, બીજા પાસેથી ન કરાવવી અને કરનારની અનુમોદના ન કરવી; આ રીતે ત્રણ કરણ અને મન, વચન, કાયા, આ ત્રણ યોગથી જીવન પર્યત અહિંસાનું પાલન કરવું, તે પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત છે. (૨) મૃષાવાદ વિરમણ મહાવ્રત- ક્રોધથી, લોભથી, હાસ્યથી કે ભયથી સ્વયં અસત્ય બોલવું નહીં, બીજા પાસે બોલાવવું નહીં અને અસત્ય બોલનારની અનુમોદના કરવી નહીં, આ પ્રમાણે ત્રણ કરણ અને મન, વચન અને કાયા, આ ત્રણ યોગથી કોઈ પણ પરિસ્થિતિમાં સર્વ પ્રકારના અસત્ય ભાષણથી જીવન પર્યત વિરામ પામવો, તે મૃષાવાદ વિરમણ મહાવ્રત છે.