________________
આવશ્યક-૪
[ ૭૯ ]
પાંચ ક્રિયા:१२ पडिक्कमामि पंचहिं किरियाहिं-काइयाए, अहिगरणियाए, पाउसियाए, पारितावणियाए पाणाइवायकिरियाए । ભાવાર્થ - કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી, આ પાંચ પ્રકારની ક્રિયાઓનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :કિયા - કર્મબંધ કરનારી ચેષ્ટાને અથવા હિંસા પ્રધાન દુષ્ટ વ્યાપાર વિશેષને ક્રિયા કહે છે. આગામોમાં અનેક સ્થાને ક્રિયાઓનું વર્ણન છે. ક્રિયાઓના ભેદ-પ્રભેદ પણ અનેક પ્રકારે થાય છે. વિસ્તારની અપેક્ષાએ ક્રિયાના પચીસ ભેદ છે અને સંક્ષેપમાં ક્રિયાના પાંચ પ્રકાર છે. તેમાં શેષ ક્રિયાઓનો અંતર્ભાવ થઈ જાય છે. (૧)કાયિકી - કાયા દ્વારા થતી ક્રિયાને કાયિકી ક્રિયા કહે છે. તેના ત્રણ ભેદ છે– (૧) અવિરત કાયિકી ક્રિયા, (૨) દુપ્રણિત કાયિકી ક્રિયા, (૩) ઉપરત કાયિકી ક્રિયા.
(૧) મિથ્યા દષ્ટિ અને અવિરત સમ્યક દષ્ટિ જીવોની કાયાથી થતી ક્રિયાને અવિરત કાયિકી ક્રિયા કહે છે, (૨) પ્રમત સંયતી મુનિની કાયાથી થતી ક્રિયાને દુપ્પણિત કાયિકી ક્રિયા કહે છે, (૩) સાવધયોગથી ઉપરત અપ્રમત સંયમીની કાયાથી થતી ક્રિયાને ઉપરત કાયિકી ક્રિયા કહે છે. (૨) અધિકરણકી - જેના દ્વારા આત્મા નરક આદિ દુગર્તિનો અધિકારી થાય તેવા ઘાતક શસ્ત્ર આદિ અધિકરણ કહેવાય છે. અધિકરણથી થતી ક્રિયાને અધિકરણકી ક્રિયા કહે છે. (૩) પ્રાષિક :- પ્રષનો અર્થ મત્સર અથવા ઇર્ષ્યા થાય છે. જીવ તથા અજીવ કોઈ પણ પદાર્થ પ્રતિ દ્વેષભાવ કે ઈર્ષાભાવ રાખવો, તેને પ્રાષિકી ક્રિયા કહે છે. (૪) પારિતાપનિકી :- તાડન આદિ દ્વારા અપાતા દુઃખને પરિતાપન કહે છે. પરિતાપનથી થતી ક્રિયાને પારિતાપનિકી ક્રિયા કહે છે. પોતાના અથવા બીજાના શરીરને પરિતાપના આપવાથી પરિતાપના ક્રિયા લાગે છે. સ્વ તથા પરના ભેદથી પારિતાપનિકી ક્રિયાના બે પ્રકાર થાય છે. (૫) પ્રાણાતિપાતિકી :- પ્રાણોનો અતિપાત – વિનાશ, તે પ્રાણાતિપાત છે. પ્રાણાતિપાતથી થતી ક્રિયાને પ્રાણાતિપાતિકી ક્રિયા કહે છે. તેના બે ભેદ છે– ક્રોધાદિ કષાયવશ થઈ પોતાની હિંસા કરવી સ્વપ્રાણાતિપાતિકી ક્રિયા છે અને કષાયવશ બીજાની હિંસા કરવી તેને પર પ્રાણાતિપાતિકી ક્રિયા છે. સાધકોની સાધનામાં ઉપરોક્ત પાંચે ક્રિયાનો ત્યાગ કરવા યોગ્ય છે. પાંચ કામગુણ:१३ पडिक्कमामि पंचहि कामगुणेहिं सद्देणं, रुवेणं, गंधेणं रसेणं, फासेणं । ભાવાર્થ:- શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, આ પાંચ કામગુણો સંબંધી દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
કામનો અર્થ છે વિષય ભોગ. શાન્ત હરિ ના કાયસ્ત ઇવ સ્વલ્વપુખ