SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક ૪ ૮૫ ઉગ્ર તપસ્વી છું, એવું અભિમાન કરવું. દ્રૌપદીજીનાના જીવે પૂર્વભવમાં તપનો મદ કર્યો હતો, તેથી પદ્મોત્તર રાજા અપહરણ કરી ગયા. (s) શ્રુતમદ – શાસ્ત્ર અભ્યાસનું અર્થાત્ પંડિતાઈનું અભિમાન કરવું– સ્થૂલિભદ્રના જીવે શ્રુતનો મદ કર્યો હતો, તેથી ચૌદ પૂર્વનું જ્ઞાન ભણી ન શક્યા. (૭) લાભ મદ અભીષ્ટ વસ્તુ મળવાથી પોતાના લાભનું અભિમાન કરવું– અષાઢાભૂતિ અણગારે લાભનો મદ કર્યો હતો, તેથી લાભ પામી ન શક્યા. (૮) ઐશ્વર્યમદ– પોતાના ઐશ્વર્ય અર્થાત્ પ્રભુત્વનું અભિમાન કરવું– રાજા રાવણે ઐશ્વર્યનો મદ કર્યો હતો, તેથી લક્ષ્મણજીના હાથે મરણ પામ્યા. આ આઠે પ્રકારના મદ સર્વથા ત્યાજ્ય છે. પ્રમાદવશ આઠ મદમાંથી કોઈ પણ મદનું સેવન કર્યું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. નવ બ્રહ્મચર્ય ગુપ્તિ : २० णवहिं बंभचेर गुत्तीहिं । ભાવાર્થ :- નવ પ્રકારની બ્રહ્મચર્યગુપ્તિમાં અતિચારનું સેવન કર્યું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ બ્રહ્મ – પરમાત્મા. આત્માને પરમાત્મા બનાવવા માટે જે ચર્ચાનું આચરણ કરવામાં આવે તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યની સુરક્ષા માટે સાધકોને બ્રહ્મચર્યના પોષક નવ પ્રકારના નિયમોનું કથન છે. તેને બ્રહ્મચર્યની નવ ગુપ્તિ અથવા નવ વાડ કહે છે. તે નવ ગુપ્તિ(નવવાડ)ને દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે. (૧) વિવક્ત-શયનાસન–સ્ત્રી, પશુ, પંડગ-નપુંસક સહિત સ્થાનમાં રહેવું નહીં, રહે તો ઊંદરને બિલાડીનું દષ્ટાંત. જે રીતે ઉંદરને બિલાડીના સ્થાનમાં રહેવું ભયજનક છે. બિલાડી ક્યારે તરાપ મારે તે કહી શકાય નહીં, બિલાડીની પાસે ઉંદરનું રહેવું, તે તેના નાશનું કારણ છે. તે જ રીતે બ્રહ્મચારી સાધુએ સ્ત્રી સંસક્ત સ્થાનમાં, સાધ્વીએ પુરુષયુક્ત સ્થાનમાં કે પશુ કે નપુંસકયુક્ત સ્થાનમાં રહેવું, તે ભયજનક છે. વિજાતીય વ્યક્તિના સંપર્કથી વાસનાના સંસ્કાર ક્યારે જાગૃત થાય, તે કહી શકાતું નથી, તેથી સાધકે વિજાતીય યુક્ત સ્થાનનો ત્યાગ કરવો હિતાવહ છે. (૨) સ્ત્રીકથા પરિહાર– સ્ત્રીઓની સાથે કથા, વાર્તા કે તેના રૂપ, ગુણ આદિની પ્રશંસા કરવી નહીં, કરે તો લીંબુને દાઢનું દૃષ્ટાંત. જેમ લીંબુને જોવા માત્રથી અથવા તેની ખટાશના સ્પર્શથી મોઢામાં પાણી આવે છે, તેની રસેન્દ્રિય રસમાં આકર્ષિત થાય છે. તેમ સ્ત્રીકથા મૈથુન સંજ્ઞાની ઉત્પત્તિનું એક કારણ છે. સ્ત્રીકથા સાધકની સુષુપ્ત વૃત્તિને જાગૃત કરે છે. તેથી સાધકોએ સ્ત્રીકથાનો અને સાધ્વીએ પુરુષ કથાનો ત્યાગ કરવો જરૂરી છે. (૩) નિષદ્યાનુપવેશન– સ્ત્રી જે આસને બેઠી હોય, તે આસને અંતર્મુહૂર્ત ગયા પહેલાં પુરુષ અને . પુરુષ બેઠા હોય તે આસન ઉપર બ્રહ્મચારી સ્ત્રીએ બેસવું નહીં, બેસે તો કોળુંને કણકનું દષ્ટાંત. જેમ કણક-ઘઉંનો લોટ બાંધ્યા પછી તેની પાસે ભૂરું કોળું રાખવાથી લોટનો કસ ઊડી જાય છે તેમ સ્ત્રીના આસન પર તુરંત બેસવાથી સાધકનું સત્ત્વ નાશ પામે છે. (૪) સ્ત્રી અંગોપાંગ દર્શન ત્યાગ- બ્રહ્મચારી પુરુષે સ્ત્રીઓના અને બ્રહ્મચારી સ્ત્રીએ પુરુષોના અંગોપાંગ વિષય બુદ્ધિથી નિરખવા નહીં, નિરખે તો સૂર્યને નેત્રનું દષ્ટાંત.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy