________________
આવશ્યક ૪
$3
સચિત જલથી યુક્ત આહાર, યસંસદૃહડાÇ – સચિત રજથી યુક્ત આહાર, વારિસાઽળિયાપ્ વેરાતો કે ઢોળાતો આહાર, પતિાવળિયાર્ - આહાર દેવાના પાત્રમાં અકલ્પ્ય વસ્તુ હોય, તેને ફેંકીને તેમાં અન્ય રાખેલી વસ્તુ, ઓહાસનમિવાત્ - ઉત્તમ વસ્તુ માંગીને લેવી, સામેળ – આધાકર્મી ઉદ્ગમ દોષવાળો આહાર, કપ્પાવર્ગસદ્ – ઉત્પાદના અને એષણાના દોષોથી યુક્ત આહાર, અપરિપુ - અશુદ્ધ આહાર, પરિવૃત્તિયું – ગ્રહણ કર્યો હોય, રિપુત્ત – ભોગવ્યો હોય, અં જ દુિનિય પરઠવા જેવો આહાર ન પરઠ્યો હોય તો, સસ્સ મિચ્છામિ દુષ્ટ – મારું તે દુષ્કૃત્ય(પાપ) મિથ્યા થાઓ.
-
ભાવાર્થ :-ગોચરચર્યા રૂપ ભિક્ષાચર્યામાં જ્ઞાત કે અજ્ઞાત રૂપે જે અતિચાર-દોષ લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે અતિચાર ક્યા ક્યા છે ? અધખુલ્લા-દરવાજો ખોલીને, કૂતરા, વાછરડા અને બાળ કનો સંઘો કરીને પ્રાપ્ત થતો આહાર, અગ્રપિંડ રૂપે, બલિકર્મ માટે કે અન્ય ભિક્ષુકોને આપવા માટે રાખેલો આહાર, આધાકર્મ આદિ દોષની શંકાયુક્ત, સદોષ કે નિર્દોષની વિચારણા કર્યા વિના એકાએક ગ્રહણ થયેલો, આહારની નિર્દોષતાની કસોટી કર્યા વિના ગ્રહણ થયેલો, કીડી આદિ ત્રસ પ્રાણી યુક્ત, બીજયુક્ત, વનસ્પતિ યુક્ત, પશ્ચાત્તકર્મ કે પૂર્વ કર્મના દોષયુક્ત, અદષ્ટ સ્થાનેથી લાવેલો, સચેત પાણી કે સચેત રજથી ખરડાયેલો, વેરાતો, ઢોળાતો આહાર લેવો, પારિષ્ઠાપનિકાયુક્ત-અકલ્પનીય વસ્તુને ફેંકીને તે પાત્રથી દેવાતો, માંગી માંગીને લીધેલો, સોળ ઉદ્ગમના સોળ ઉત્પાદનનો અને દશ એષણાના દોષયુક્ત ઉપરોક્ત કોઈ પણ દોષયુક્ત અશુદ્ધ આહાર ગ્રહણ કર્યો હોય તથા ભોગવ્યો હોય, દોષિત કે પરઠવા યોગ્ય આહાર પડ્યો ન હોય, તો તજ્જન્ય મારું પાપ મિથ્યા થાઓ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે ભિક્ષાચરીના દોષો સંબંધિત પ્રતિક્રમણ છે.
સાધુ જીવન પર્યંત નવકોટિથી અહિંસા મહાવ્રતનું પાલન કરે છે, તેથી તે પોતાના શરીરનો નિર્વાહ સંયમ ભાવે અહિંસક રીતે પ્રાપ્ત થયેલા, હિત, મિત અને સાત્ત્વિક આહાર દ્વારા જ કરે છે. આગમકારોએ અહિંસક રીતે શરીર નિર્વાહ થઈ શકે તે દૃષ્ટિકોણથી સાધુ માટે ભિક્ષાચરી અને ભિક્ષાચરીના વિવિધ નિયમોનું નિરૂપણ કર્યું છે.
સાધુ સ્વયં ભોજન બનાવતા નથી, બીજાને બનાવવાનું કહેતા નથી, ભોજન બનાવનારની અનુમોદના કરતા નથી. આહાર પ્રાપ્તિ માટે ત્રણ કરણ અને ત્રણ યોગથી દોષ સેવન કરતા નથી, તેથી સાધુનો આહાર નવકોટિ વિશુદ્ધ હોય છે. નિર્દોષ આહારની પ્રાપ્તિ માટે મુખ્યત્વે ત્રણ પ્રકારની એષણાનો વિવેક જરૂરી છે. નિર્દોષ આહારની શોધ કરવા રૂપ ગવેષણા, ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ રૂપે આહાર ગ્રહણ કરવાની વિધિ રૂપ ગ્રહીષણા તથા અનાસક્ત ભાવે આહારને ભોગવવા રૂપ પરિભોગૈષણાની શુદ્ધિ જરૂરી છે.
સાધુ તે ત્રણે પ્રકારની એષણાના દોષોને લક્ષમાં રાખીને જ આહાર પ્રાપ્ત કરે છે, તેમ છતાં ક્યારેક જાણતા કે અજાણતા પ્રમાદાદિના કારણે કે સ્વાદને વશ થઈને તે નિયમો કે મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય, અતિચારોનું સેવન થઈ જાય, તો તજ્જન્ય દોષના પ્રતિક્રમણ માટે આ સૂત્ર છે. તેમાં ગોચરી સંબંધી મુખ્ય દોષોનું સંક્ષિપ્ત કથન છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી આચારંગ સૂત્ર બીજો શ્રુતસ્કંધ, શ્રી દશવૈકાલિક સૂત્ર આદિ અનેક આગમ ગ્રંથોમાં છે.