________________
|
૪ |
શ્રી આવશ્યક સૂત્ર
ડિજમન- હે ગુરુદેવ! હું ગોચરી સંબંધી દોષોનું પ્રતિક્રમણ કરવાની ઇચ્છા રાખું છું. સાધુ દેવસી પ્રતિક્રમણ સમયે સર્વ દોષોની આલોચનાની સાથે ગોચરી સંબંધી દોષોની આલોચના કરે છે, તે ઉપરાંત સાધુ ગોચરી દ્વારા આહાર-પાણી લાવ્યા પછી તુરંત ગુરુ સમક્ષ ઉપસ્થિત થઈને ગમનાગમનનું પ્રતિક્રમણ કરે, તેની સાથે જ ગોચરીના દોષોનું પણ ચિંતન કરીને ગુરુ સમક્ષ તેની આલોચના અને પ્રતિક્રમણ કરે છે. ગોચરી લઈને આવ્યા પછી ઈરિયાવહી સૂત્ર અને બીજા શ્રમણ સૂત્રનો કાર્યોત્સર્ગ કરવાની પરંપરા છે. ગૃહસ્થને ત્યાંથી કયા ઘરેથી કેટલો આહાર, કેવી રીતે પ્રાપ્ત થયો છે તેનું પૂર્ણપણે કથન અને તજ્જન્ય દોષોની આલોચના પછી જ સાધુ આહાર વાપરે છે. જોરિયા- ગોચર ચર્યા. નશ્વર ગોવર:, વરખ , શોવર લ વ નવરવા જેવી રીતે ખેતરમાં ચરવા માટે ગયેલી ગાય ઘાસને ઉપર-ઉપરથી ખાય છે, તે ઘાસને મૂળમાંથી ઉખેડીને ખાતી નથી, તે જ રીતે સાધુ ગૃહસ્થને બીજીવાર આહાર બનાવવો ન પડે કે અન્ય પ્રકારે પીડા ન થાય, તે રીતે થોડો થોડો આહાર ગ્રહણ કરે છે. મુનિની આહાર પ્રાપ્તિની પદ્ધતિ ગાયની સમાન હોવાથી તેને ગોચરી કહે છે. ગોચરીને લક્ષે ચર્યા-પરિભ્રમણ કરવું, તે ગોચર ચર્યા છે. કેટલીક પ્રતોમાં નવરાવરિયા પાઠ જોવા મળે છે. ગોચર પ્રધાન ચર્યા તેવો તેનો અર્થ છે, અર્થમાં તાત્ત્વિક ફેર નથી.
શ્રી દર્શવાકાલિક સૂત્રમાં સાધુની ગોચરી વિધિની તુલના માટે મધુકર-ભ્રમરની ઉપમા આપી છે. મદાર સમા યુદ્ધ . ભ્રમર પુષ્પોને પીડા કે કિલામના પહોંચાડ્યા વિના પુષ્પમાંથી રસ ચૂસે છે, તેમ ગૃહસ્થને પીડા ન થાય તે રીતે સાધુ અનેક ઘરેથી થોડો થોડો આહાર ગ્રહણ કરે છે. fબારિયા- ભિક્ષા ચર્યા. સાધુ ચર્યાના નિયમાનુસાર લાભાલાભની અપેક્ષા વિના ઉચ્ચ-નીચ કુળમાં અદીન ભાવે, અવ્યાકુળ ચિત્તથી ભિક્ષાને માટે પરિભ્રમણ કરવું, તે ભિક્ષાચર્યા છે. ભિક્ષાચર્યા શબ્દ પ્રયોગ સાધુની ભિક્ષાચરી માટે થતી પરિભ્રમણની પદ્ધતિને અને ગોચરચર્યા શબ્દપ્રયોગ ગૃહસ્થને ત્યાંથી આહાર ગ્રહણ કરવાની પદ્ધતિને પ્રગટ કરે છે. ૩થાડવા હાથાપા - સામાન્ય રીતે ગૃહસ્થના બંધ અથવા અર્ધા ખુલ્લા દરવાજાને પૂરા ખોલીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવો, તે સાધુને માટે યોગ્ય નથી. તથા પ્રકારનો વ્યવહાર સાધુની અસભ્યતાને પ્રગટ કરે છે. ગૃહસ્થ ઘરની અંદર કોઈ વિશેષ વ્યાપારમાં સંલગ્ન હોય અને સાધુ અચાનક દરવાજો ખોલીને અંદર આવે તો ગૃહસ્થ ક્ષોભ પામે અને તે સાધુની અસભ્યતા પ્રગટ થાય છે. તે ઉપરાંત ગૃહસ્થ બંધ દ્વાર ખોલીને આહાર, પાણી વહોરાવે, તે પણ સાધુ માટે દોષરૂપ છે. ગૃહસ્થ જોયા કે પજ્યા વિના દરવાજા ખોલે અને બંધ કરે છે, તેમાં જીવવિરાધનાની સંભાવના છે, તેમ જ અસુઝતાં આહાર-પાણીને સુઝતાં કરીને દરવાજો ખોલે છે, તેથી સાધુ બંધ દરવાજા ખોલીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહીં કે ગૃહસ્થ બંધ દરવાજા ખોલીને આહાર-પાણી વહોરાવે, તો પણ ગ્રહણ કરે નહીં. જો કોઈ વિશેષ પરિસ્થિતિમાં આવશ્યક વસ્તુ લેવી હોય અને તદર્થ દરવાજો ખોલવો પડે તો તેનાથી સ્વયં ખોલે અથવા ખોલાવી શકે છે, આ અપવાદમાર્ગ છે. સાળા-વચ્છ-વારા સંપટ્ટTE- સાધુ માર્ગમાં રહેલા કૂતરાઓ, વાછરડાઓ તથા બાળકોનો સંઘટ્ટો(સ્પર્શ) થાય તે રીતે તેને ઓળંગીને ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ થઈ શકે તેમ હોય, તો તે રીતે પ્રવેશ કરે નહીં. આ પ્રમાણે ભિક્ષા લેવામાં સાધુની અસભ્યતા પ્રતીત થાય છે અને આ પ્રવૃત્તિ દ્વારા જીવ વિરાધનાનો દોષ લાગે છે. મૂળ પાઠમાં દારા શબ્દ છે, તેનો અર્થ સ્ત્રી થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં ટીકાકાર બાળક અર્થ ગ્રહણ કરે છે.