SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ | દર | શ્રી આવશ્યક સૂત્ર ગાડતમાડતા હોવUવરિયાણ... વિચિત્ર સ્વપ્નદર્શનથી આકુળ-વ્યાકુળ થવું, સ્વપ્નમાં યુદ્ધદર્શનમાં જય-પરાજયની પરિસ્થિતિઓ, સાધુ જીવનને ન શોભે તેવા લગ્ન આદિના દશ્યો જોઈને ચિત્ત વ્યાકુળ બની જાય, શુભ કે અશુભ સ્વપ્નદર્શનથી ચિત્ત પ્રસન્ન કે અપ્રસન્ન થાય છે, અશુભ સ્વપ્ન દર્શનથી ચિત્તની અપ્રસન્નતાથી આર્તધ્યાનના પરિણામો થાય છે. સૂત્રકારે કેટલીક પ્રવૃત્તિઓનું કથન કર્યું છે. જેમ કે– સ્વપ્નમાં કામભોગનું સેવન, સંયમ વિરુદ્ધ પ્રવૃત્તિની ઇચ્છા, દષ્ટિની વિપરીતતાથી કે મનોભાવની વિપરીતતાથી દોષ સેવન થવું, સ્વપ્નમાં રાત્રિભોજન પાણીની ઇચ્છા થવી વગેરે સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા અતિચારોનું સેવન કર્યું હોય, તો તત્સંબંધી મારું પાપ મિથ્યા થાઓ. શયન સંબંધી અતિચારોના પ્રતિક્રમણ સૂત્રથી સ્પષ્ટ થાય છે કે સાધક જીવનમાં જાણતા કે અજાણતા, નિદ્રાવસ્થા કે સ્વપ્નાવસ્થામાં થયેલી ભૂલોની ઉપેક્ષા થતી નથી. સૂક્ષ્મ દોષો પ્રતિ જાગૃતિ સાધકને મહાન બનાવે છે અને સૂક્ષ્મ દોષોની પણ ઉપેક્ષા પ્રમાદનું પોષણ કરી સાધકને પતન તરફ લઈ જાય છે. સૂક્ષ્મદોષો પ્રતિ સાવધાન રહેવા માટે જ સૂત્રકારે પ્રસ્તુત નિદ્રાદોષ–પ્રતિક્રમણ સૂત્રનું દેવસી, રાઈ આદિ પાંચે પ્રતિક્રમણમાં વિધાન કર્યું છે. તેમજ સાધકને ઊંઘમાંથી ઉઠ્યા બાદ આ પાઠ દ્વારા કાર્યોત્સર્ગ કરવાનું વિધાન છે. કોઈ સંપ્રદાયમાં આ સૂત્ર પછી એક લોગસ્સ અથવા ચાર લોગસ્સના કાર્યોત્સર્ગ કરવાની પરંપરા છે. પાઠ-૬ઃ બીજું શ્રમણ સૂત્ર ગોચરી દોષ પ્રતિક્રમણ:| १ पडिक्कमामि गोयरचरियाए भिक्खायरियाए उग्घाङ-कवाड उग्घाडणाए साणा-वच्छा-दारा-संघट्टणाए मंडीपाहुडियाए बलिपाहुडियाए ठवणापाहुडियाए संकिए सहसागारे अणेसणाए पाणभोयणाए बीयभोयणाए हरियभोयणाए पच्छाकम्मियाए पुरेकम्मियाए अदिट्ठहडाए दगसंसट्ठहडाए रयसंसट्ठहडाए पारिसाडणियाए पारिट्ठावणियाए ओहासणभिक्खाए ज उग्गमेणं उप्पायणेसणाए अपरिसुद्धं परिगाहियं परिभुत्तं वा जं ण परिदृवियं तस्स मिच्छामि दुक्कडं । શબ્દાર્થ :-પડિલેમનિ - પ્રતિક્રમણ કરું છું, જોથરવરિયા - ગોચર ચર્યામાં, fમારિયાણ - ભિક્ષાચર્યામાં લાગેલા દોષોનું), ૩ વાડ - અડધું ખુલ્લું(અધખુલ્લું), વાડ - કમાડ(દરવાજા), ૩થાડા - ઉઘાડ્યા હોય, સાળા - કૂતરા, વછા - વાછરડા, વારા - બાળકો, સંપટ્ટા - સંઘટ્ટો (સ્પર્શ) થયો હોય, ડિપાઈડિયા - અગ્રપિંડ ગ્રહણ કર્યો હોય, વસિપાઈડિયા – બલિકર્મ માટે રાખેલો આહાર ગ્રહણ કર્યો હોય, હવા પાદુડિયા - ભિક્ષુઓને દાનમાં આપવા જુદો કાઢેલો આહાર ગ્રહણ કર્યો હોય, વિએ – શંકા પડવા છતાં આહાર લીધો હોય, સહસા રે – એકાએક શીઘ્રતાથી આહાર લીધો હોય, મોસા - એષણાની શુદ્ધિ વગરના આહાર-પાણી લીધા હોય, પામોયાણ - પ્રાણીઓથી યુક્ત ભોજનાદિ ગ્રહણ કર્યા હોય, વયમયાાણ - બીજવાળો આહાર, હરિયમોયTE - લીલી વનસ્પતિવાળો આહાર, પચ્છનિયાણ – પશ્ચાત કર્મથી યુક્ત આહાર, પુલમિયા – પૂર્વકૃત કર્મથી યુક્ત આહાર, વિહાર – અદૃષ્ટ સ્થાનથી લાવેલો આહાર, વલસાડા –
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy