________________
આવશ્યક-૪
| ૫૯ |
સંક્ષેપમાં સર્વ દોષોનો સમાવેશ હિંસામાં થઈ શકે છે, તેથી સાધક સાધનાના કોઈ પણ અનુષ્ઠાનના પ્રારંભમાં પૂર્વકૃત દોષની વિશુદ્ધિ માટે આ પાઠના કાયોત્સર્ગ દ્વારા ક્ષેત્ર વિશુદ્ધિ કરે છે. આ રીતે સાધક જીવનમાં આ પાઠની ઉપયોગિતા સહજ રીતે સ્પષ્ટ થઈ જાય છે. આસન- ગુરુ સમક્ષ નત મસ્તકે ઊભા રહીને જિનમુદ્રામાં સ્થિત થઈને “ચ્છામિ પડિજમવું' થી શરુ કરી મિચ્છામિ દુક્ર૮ સુધીનો પૂર્ણ પાઠ બોલવો જોઈએ. ગુરુદેવ ન હોય તો ભગવાનનું લક્ષ કરીને તેમની સાક્ષીથી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી ઊભા રહી આ પાઠ બોલવો જોઈએ. સાત સંપદા - પ્રાચીન ટીકાકારોએ આ સૂત્રમાં સાત સંપદાઓની યોજના કરી છે સંપદાનો અર્થ વિરામ અર્થાત્ વિશ્રાંતિ છે.
પ્રથમ અભ્યપગમ સંપદા છે. જેમાં ઇચ્છામિ પડિક્કમિઉ સૂત્રપાઠથી ગુરુદેવની આજ્ઞા લેવાની છે. બીજી નિમિત્ત સંપદા છે તેમાં “ઈરિયા વહિયાઓ વિરાહણાએ પાઠથી આલોચનાના નિમિત્તભૂત જીવોની વિરાધનાનું કથન છે. ત્રીજી સામાન્ય હેતુ સંપદા છે, જેમાં “ગમણાગમણે’ શબ્દથી સામાન્ય રૂપે વિરાધનાનું કારણ સૂચિત કર્યું છે. ચોથી વિશેષ હેતુ સંપદા છે, તેમાં “પાણક્કમણે” આદિ જીવ વિરાધનાના વિશેષ હેતનું કથન કર્યું છે. પાંચમી સંગ્રહ સંપદા છે, જેમાં “જે જીવા વિરાહિયા” આ એક વાક્યથી જ સર્વ જીવોની વિરાધનાનો સંગ્રહ કર્યો છે. છઠ્ઠી જીવ સંપદા છે. તેમાં એચિંદિયા..આદિ પાઠથી નામ ગ્રહણપૂર્વક જીવોના ભેદ બતાવ્યા છે. સાતમી વિરાધના સંપદા છે. જેમાં “અભિયા” આદિ વિરાધનાના પ્રકાર બતાવ્યા છે.
પાઠ-૫ પ્રથમ શ્રમણ સૂત્ર નિદ્રાદોષ પ્રતિક્રમણ - | १ इच्छामि पडिक्कमिडं पगामसिज्जाए णिगामसिज्जाए संथारा उव्वट्टणाए परियट्टणाए आउंटणपसारणाए छप्पइ संघद्रणाए कुइए कक्कराइए छीए जंभाइए आमोसे ससरक्खामोसे आउलमाउलाओ सोवणवत्तियाए इत्थीविप्परियासियाओ दिट्ठीविप्परियासियाए मणविप्परियासियाए पाणभोयणविप्परियासियाए जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दुक्कडम् । શબ્દાર્થ :- ઋમિ - ઇચ્છું છું, કિજંલઉં – પ્રતિક્રમણ કરવા માટે, પતિના – લાંબા કાળ સુધી સુઈ રહેવાથી,fણ મસાણ - વારંવાર ઘણા લાંબા કાળ સુધી સૂઈ રહેવાથી, સંથાર - પથારીમાં, ૩પ્લાહ- ઉદ્વર્તનથી–પાસું(પડખું) ફેરવવાથી, પરિકૃપાથ-વારંવાર પડખાં ફેરવવાથી, આકંટાસરા - હાથ, પગ આદિ અંગો સંકોચવાથી અને પસારવાથી, છપ્પફ સંયઠ્ઠા – છપગી જૂ આદિ ક્ષુદ્ર જીવનો સ્પર્શ કરવાથી, એ – અવ્યક્ત શબ્દ બોલવાથી,
વ રાહુ – દાંતથી કચકચ શબ્દો કરવાથી અથવા શય્યાના દોષ બતાવવાથી, છીપ – છીંક આવવાથી, ગંગાફા – બગાસું ખાવાથી, આનો – પૂંજ્યા વગર શરીર આદિનો સ્પર્શકરવાથી, સસરવાનોd - સચિત્ત રજ યુક્ત વસ્તુઓનો સ્પર્શ કરવાથી, આડેનમારના – આકુળતા-વ્યાકુળતાથી, સોલાવત્તિયાણ – સ્વપ્નના નિમિત્તથી, નિખરિયાલિયાએ – સ્ત્રી સંબંધી વિપર્યાસથી, દ્વિવિખરિયાલિયા - દષ્ટિ સંબંધી