________________
૬૦ |
શ્રી આવશ્યક સૂત્ર
વિપર્યાસથી, નલિરિયાલિપિ - મન સંબંધી વિપર્યાસથી, પળભયલિMરિયાપિ – ભોજન-પાણી સંબંધી વિપર્યાસથી, નો - જે, ને - મેં, અડ્યા - અતિચાર, વરુ - કર્યો હોય, તન્ન - તે, મે - મારું, કુવાડમ – દુષ્કૃત્ય, મિચ્છા - મિથ્યા થાઓ. ભાવાર્થ :- હું શય્યા સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. લાંબો સમય સુઈ રહેવાથી, વારંવાર લાંબો સમય સૂઈ રહેવાથી, અયતનાથી પડખાં ફેરવવાથી, અયતનાથી વારંવાર પડખાં ફેરવવાથી, અયતનાથી હાથ-પગ સંકોચવા-પ્રસારવાથી(ફેલાવવાથી), છપગા જૂ આદિ ક્ષુદ્ર જંતુઓનો અયતનાથી સ્પર્શ કરવાથી.
અવ્યક્ત શબ્દો બોલવાથી, દાંતો કચકચાવવાથી અથવા શય્યા(પથારી)ના દોષો બતાવવાથી, યતનારહિત છીંક અને બગાસું ખાવાથી, પંજ્યા વિના શરીર કે અન્ય વસ્તુનો સ્પર્શ કરવાથી, સચિત્ત રજવાળી વસ્તુનો સ્પર્શ કરવાથી જે અતિચાર લાગ્યા હોય, તેનું પ્રતિક્રમણ કરું છું (ઉપરોક્ત અતિચારો શયન સમયના જાગ્રતાવસ્થાના છે. હવે નિદ્રા સમયના અતિચારો કહે છે– સ્વપ્નમાં વિવાહ તથા યુદ્ધાદિનું અવલોકન કરતા આકુળતા-વ્યાકુળતા થઈ હોય, સ્વપ્નમાં મન ભ્રાન્ત થઈ ગયું હોય, સ્ત્રી-પુરુષોનો સંગ કર્યો હોય, સ્ત્રી-પુરુષ આદિને અનુરાગ ભરી દષ્ટિથી જોયા હોય, મનમાં વિકાર ભાવ ઉત્પન્ન થયા હોય, સ્વપ્નમાં રાત્રિ ભોજનની ઇચ્છા થઈ હોય કે ભોજન કર્યું વગેરે શયન સંબંધી (સુષુપ્તાવસ્થાના) અતિચારોનું સેવન થયું હોય તો, તે સર્વ પાપ મારું મિથ્યા થાઓ. વિવેચન :
આ સૂત્રમાં સાધક જીવનની સૂમમાં સૂક્ષ્મ ચેષ્ટાઓ, ભાવનાઓ અને વિકલ્પો ઉપર સાવધાની અને નિયંત્રણ રાખવાનો મહાન ઉદ્દેશ સન્નિહિત છે. તેમાં શયન સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ છે.
સાધક પોતાની જાગૃત અવસ્થામાં તો પાપકર્મનો બંધ ન થાય, તેના માટે સતત સાવધાન રહે છે અને તેમ છતાં દરરોજ સાંજે તે પોતાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને તે પાપ પ્રવૃત્તિથી પાછા ફરવા રૂપ પ્રતિક્રમણ કરે છે.
મનુષ્યની નિદ્રાવસ્થામાં તેનું જાગ્રત મન સુષુપ્ત બની જાય છે, તેથી વચન અને કાયાની સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે પરંતુ સંસ્કારોના ખજાના રૂ૫ અજાગૃત મન કાર્યશીલ રહે છે અને તેના પરિણામે વચન અને કાયાની સૂક્ષ્મ રીતે પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. આ રીતે મનુષ્યની નિદ્રાવસ્થામાં તેના મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી તેમજ તેના સંસ્કારના પ્રતિબિંબ રૂપ સ્વપ્નની પ્રવૃત્તિથી કર્મબંધ અવશ્ય ચાલુ હોય છે, તેથી પ્રતિક્રમણ સૂત્રમાં શયન સંબંધી અતિચારોની આલોચના આ સૂત્ર દ્વારા થાય છે.
આત્મવિદ્ધિની સાધના કરતા સાધકના જીવનમાં જાણતા કે અજાણતાં, જાગ્રતાવસ્થામાં કે સુપ્તાવસ્થામાં(સ્વપ્નાવસ્થામાં) સૂક્ષ્મ કે સ્કૂલ દોષનું સેવન થાય, તેનો જવાબદાર સાધક પોતે જ છે. કોઈ પણ પરિસ્થિતિમાં થયેલી ભૂલ કે દોષનું સેવન સાધકો માટે ક્ષમ્ય નથી, તેથી જ સાધક યતનાપૂર્વક શયન કરે. યંસT I (દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૪) નિદ્રાવસ્થાથી જાગૃત થાય કે તુરંત જ સાધકનિદ્રાવસ્થામાં લાગેલા દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરે.
સામાન્ય રીતે સાધુને દિવસે સૂવાનો નિષેધ છે. કોઈ વિશેષ પરિસ્થિતિમાં, બીમારીમાં કે વિહાર આદિના થાકના કારણે દિવસે શરીરને આરામ આપવા સૂવાની જરૂર પડે. તો દિવસે અને રાત્રિના ત્રીજા