________________
આવશ્યક-૪
૫૧ |
તેને ઉન્માર્ગ કહે છે. ચારિત્રાવરણ કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્રનો આવિર્ભાવ થાય છે અને ચારિત્રાવરણ કર્મનો ઉદય થાય ત્યારે ચારિત્રનો ઘાત થાય છે અને સાધકનું ઉન્માર્ગે ગમન થાય છે, તેથી સાધકે પ્રતિક્ષણ ઉદયભાવથી ક્ષાયોપથમિક ભાવમાં સંચરણ કરતાં રહેવું જોઈએ.
(૨) પરંપરા અનુસાર આચરણ તે માર્ગ અને પરંપરા વિરુદ્ધ આચરણ, તે ઉન્માર્ગ છે. પૂર્વકાલીન ત્યાગી પુરુષો દ્વારા ચાલ્યો આવતો પવિત્ર કર્તવ્ય પ્રવાહ “માર્ગ” કહેવાય છે. તે માર્ગનું–પરંપરાનું ઉલ્લંઘન કરવું, તે પણ ઉન્માર્ગ છે.
(૩) ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયન અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના, મોક્ષ માર્ગ છે અને તેની વિરાધના કરી, તે ઉન્માર્ગ છે. અખો -અકલ્પ :- ચરણ અને કરણ રુપ ધર્મના આચરણને કલ્પ કહે છે. પ્રતિદિન નિરંતર જેનું આચરણ કરાય, તે ચરણ છે. તેના ૭૦ ભેદ છે. પાંચ મહાવ્રત, ક્ષમાદિ દશ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવચ્ચ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ, રત્નત્રયની આરાધના, બાર પ્રકારનું તપ, ચાર કષાયનો નિગ્રહ, આ ૭૦ ભેદના આચરણને ચરણસિત્તરી કહે છે. વિશેષ પ્રયોજન હોય, ત્યારે જેનું આચરણ કરાય, તે કરણ છે, તેના ૭૦ ભેદ છે. અશનાદિ ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાર ભાવના, બાર ભિક્ષુની પડિમા, પાંચ પ્રકારની ઇન્દ્રિયનિરોધ, પચીસ પ્રકારની પ્રતિલેખના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારના અભિગ્રહ, આ ૭૦ ભેદના આચરણને કરણ સિત્તરી કહે છે. આ ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનું પાલન કરવું, તે સાધુઓનો કલ્પ-આચાર છે, તે કલ્પનું ઉલ્લંઘન કરવું, તે અકલ્પ છે. અથવા સાધુ-સાધ્વી માટે બતાવેલા દશ કલ્પનું ઉલ્લંઘન કરવું, તે અકલ્પ છે. અemો - અકરણીય કૃત્યનું આચરણ કર્યું હોય, સાધુને આચરણ કરવા યોગ્ય ન હોય, તેવી પાપપ્રવૃત્તિનું સેવન કરવું, તે અકરણીય છે. અખો માં કરવા યોગ્ય સાધુ ધર્મનું પાલન ન કર્યું હોવાથી, તે અતિચાર રૂપ છે અને અલગ માં ન કરવા યોગ્ય પ્રવૃત્તિનું આચરણ કર્યું હોવાથી, તે અતિચાર રૂપ છે.
આ રીતે ૩ - સૂત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ, ૩૧ - માર્ગનું ઉલ્લંઘન, અખો- કલ્પ-આચારનું યથાવતુ પાલન ન કરવું અને ગરીબો - ન કરવા યોગ્ય પ્રવૃત્તિનું આચરણ કરવું, તે ચારે અતિચારમાં વચન અને કાયયોગની પ્રધાનતા છે. કુફાઓ અને ધ્વચિંતિમાં મનોયોગની પ્રધાનતા છે.
- દુર્બાન કર્યું હોય, ચાર પ્રકારના ધ્યાનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, આ બે પ્રકારના ધ્યાન, દુર્થાન છે. ઇષ્ટ સંયોગની પ્રાપ્તિ માટે અથવા અનિષ્ટ સંયોગને દૂર કરવા માટે, દુઃખ કે ખેદજનક ચિંતનને આર્તધ્યાન કહે છે અને હિંસા, અસત્ય, ચોરી આદિના અત્યંત ક્રૂર પરિણામોને રૌદ્રધ્યાન કહે છે. સાધકનો સમગ્ર પુરુષાર્થ આત્મ સ્વભાવમાં સ્થિત થવાનો હોય છે, તેમ છતાં પરિસ્થિતિવશ છદ્મસ્થ દશાના કારણે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનના પરિણામો આવ્યા હોય અને માનસિક અતિચારનું સેવન થઈ ગયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ.
બિચિંતિ- દુષ્ટ ચિંતન કર્યું હોય, ચિત્તની ચંચળતાથી કે અસાવધાનીથી વસ્તુના યથાર્થ સ્વરૂપનું ચિંતન કર્યું ન હોય. દુર્ગાનમાં કષાયયુક્ત પરિણામોની મુખ્યતા અને દુષ્ટ ચિંતનમાં ચંચળ ચિત્તની મુખ્યતા છે. ગાયા - અનાચારનું સેવન કર્યું હોય, સાધુધર્મથી ચલિત થવું, તે અનાચાર છે. છિલ્લો મનથી પણ જેની ઇચ્છા કરવી યોગ્ય નથી, તે અનીચ્છનીય કહેવાય છે. જે આચરણ શ્રમણોને ઇચ્છવા યોગ્ય પણ ન હોય તેવા આચારનું આચરણ કર્યું હોય.